• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /અમદાવાદ
  • /'મામાએ જેને દીકરાની જેમ ઉછેર્યો, તે જ ભાણિયાનું કાસળ કાઢ્યું'! અમદાવાદના રામોલમાં સંબંધોની હચમચાવતી ઘટના

'મામાએ જેને દીકરાની જેમ ઉછેર્યો, તે જ ભાણિયાનું કાસળ કાઢ્યું'! અમદાવાદના રામોલમાં સંબંધોની હચમચાવતી ઘટના

Ahmedabad News: લોહીના સંબંધો જ્યારે લોહીના તરસ્યા બને ત્યારે સમાજ હચમચી જાય છે. અમદાવાદના રામોલ વિસ્તારમાં આવેલા ઇન્દિરાનગર ખાતે ગઈરાત્રે અંદાજે સાડા દસ વાગ્યે એક એવી ઘટના બની જેનાથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચાવી દીધી છે. જે મામાએ નાનપણથી પોતાના ભાણિયાને માતા-પિતા વગર ઉછેરીને મોટો કર્યો હતો, તે જ મામા અને ભાણિયા વચ્ચે જાહેરમાં ચાકુબાજી થઈ અને અંતે ભાણિયાનું મોત નીપજ્યું. આ મામલે રામોલ પોલીસે ક્રોસ ફરિયાદ નોંધી છે. શું છે આખી ઘટના?

Written ByKinjal Patel
Published: Oct 15, 2026, 11:48 AM IST|Updated: Oct 15, 2026, 12:04 PM IST
joinshare
'મામાએ જેને દીકરાની જેમ ઉછેર્યો, તે જ ભાણિયાનું કાસળ કાઢ્યું'! અમદાવાદના રામોલમાં સંબંધોની હચમચાવતી ઘટના

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Jailer 2 Movie Review: રજનીકાંતની ફિલ્મ જેલર 2 જોવા જવી કે નહીં ? ફિલ્મ રીવ્યુ વાંચીને જ નક્કી કરો

Jailer 2 Movie Review: રજનીકાંતની ફિલ્મ જેલર 2 જોવા જવી કે નહીં ? ફિલ્મ રીવ્યુ વાંચીને જ નક્કી કરો

2

Home Loan: ડાઉન પેમેન્ટમાં એક ભૂલ પડશે ભારે, ઘર ખરીદતા પહેલા બેંકની લોન લિમિટ નહીં, તમારું બજેટ જુઓ

3

નવસારીમાં 120 વર્ષ જૂની અનોખી પરંપરા: કુંભારવાડની સાંકડી શેરીઓમાં આજે પણ ધબકે છે પ્રાચીન 'દોરી રાસ'

4

Natural Fertilizer: ચોખા પલાળેલું પાણી ફેંકતા નહીં, ઘરના છોડમાં નાખજો, ફટાફટ વધવા લાગશે છોડ

5

હિન્દુ ધર્મ છોડી ઇસ્લામ અપનાવનારને નહીં મળે અનામતનો લાભ: સુપ્રીમ કોર્ટનો મોટો ફેંસલો

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદના રામોલના ઇન્દિરાનગર વિસ્તારમાં લવકુશ ફ્લેટની સામે આવેલા AMC ના ખુલ્લા મેદાનમાં ગત રાત્રે આશરે સાડા દસ વાગ્યે આ લોહિયાળ બનાવ બન્યો હતો. મૂળ વાત એવી હતી કે આ કામનો મરણજનાર 16 વર્ષીય સગીર ભાણિયો અને તેના બે મિત્રો નરોડા ખાતેથી જમીને આ ગ્રાઉન્ડ પર આવ્યા હતા અને મોટે-મોટેથી મસ્તી કરી રહ્યા હતા. તે જ સમયે તેના મામા ત્યાંથી પસાર થયા અને તેમણે ભાણિયાને જાહેર જગ્યા પર આ પ્રકારે જોર-જોરથી મસ્તી કરવાની ના પાડીને ઠપકો આપ્યો હતો. આ સામાન્ય રોકટોકથી ભાણિયો ઉશ્કેરાઈ ગયો અને તેણે પોતાની પાસે રહેલી છરી કાઢીને સીધો મામા પર હુમલો કરી દીધો.

રાજકોટ ચકચારી લૂંટ અને હત્યા કેસમાં ગણતરીના કલાકોમાં ક્રાઈમ બ્રાન્ચે ભેદ ઉકેલ્યો, રાજસ્થાનથી 9 આરોપીઓની ધરપકડ

16 વર્ષીય સગીર ભાણિયાએ મામા પર છરીના ઘા ઝીંક્યા
મામા પર અચાનક હુમલો થતાં મામલો તીવ્ર બની ગયો. 16 વર્ષીય સગીર ભાણિયાએ મામા પર છરીના ઘા ઝીંક્યા, જેમાં મામાને ગંભીર ઇજાઓ થઈ. આ મારામારી થતી જોઈને વચ્ચે બચાવ કરવા માટે મામી પૂજાબેન આવ્યા, તો મામીને પણ છરી વાગી. એટલું જ નહીં, વચ્ચે પડેલા અન્ય એક ભાણિયા સુનિલને પણ આ ઝપાઝપીમાં ઇજાઓ પહોંચી હતી. પરંતુ આ હુમલા વચ્ચે મામા દિનેશ પ્રહલાદભાઈ દેવપૂજકે ભારે પ્રતિકાર કર્યો અને સંઘર્ષ દરમિયાન ભાણિયાના હાથમાંથી ચાકુ છીનવી લીધું. ગુસ્સામાં અને બચાવની સ્થિતિમાં મામાએ તે જ ચાકુના ઘા સગીર ભાણિયાની છાતીના જમણી અને ડાબા પડખે ઝીંકી દીધા.

મામા દિનેશભાઈએ જ તેને પોતાના સંતાનની જેમ ઉછેરીને મોટો કર્યો
ગંભીર ઇજાઓને કારણે કિશોર ભાણિયાનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. પોલીસ તપાસમાં આ ઘટનાનો એક ખૂબ જ સંવેદનશીલ પાસું એ પણ છે કે, જે સગીર મરણ પામ્યો છે તેના માતા-પિતા નાનપણથી જ નહોતા. જેથી તેના મામા દિનેશભાઈએ જ તેને પોતાના સંતાનની જેમ ઉછેરીને મોટો કર્યો હતો. જોકે, છેલ્લા ત્રણ મહિનાથી આ સગીર ભાણિયો મામાથી અલગ રહેતો હતો અને અલગ-અલગ ખુલ્લી જગ્યાઓ પર રહીને પોતાનું જીવન ગુજારતો હતો. ગઈરાત્રે થયેલી આ સામાન્ય બોલાચાલીએ આખા પરિવારને બરબાદ કરી નાખ્યો.

"દીકરી નહોતી ગમતી...", રાજકોટમાં બાળકીના શંકાસ્પદ મોતના કેસમાં મોટો ખુલાસો, 5મા માળેથી ફેંકી દીકરીને મારનાર કળયુગી માતા પકડાઈ

એક તરફ મૃતક સગીરની બહેનની ફરિયાદના આધારે મામા દિનેશ દેવીપુજક વિરુદ્ધ ખૂનનો ગુનો
આ સમગ્ર મામલે રામોલ પોલીસે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનામાં ક્રોસ ફરિયાદ નોંધવામાં આવી છે. એક તરફ મૃતક સગીરની બહેનની ફરિયાદના આધારે મામા દિનેશ દેવીપુજક વિરુદ્ધ ખૂનનો ગુનો નોંધવામાં આવ્યો છે. તો બીજી તરફ ઇજાગ્રસ્ત મામીની ફરિયાદના આધારે મૃતક સગીર વિરુદ્ધ પણ ગુનો નોંધવામાં આવ્યો છે. આ બનાવમાં કુલ ૩ વ્યક્તિઓ—મામા દિનેશ, મામી પૂજાબેન અને અન્ય ભાણિયો સુનિલ ઇજાગ્રસ્ત થયા છે. મુખ્ય આરોપી મામા દિનેશ પ્રહલાદભાઈ દેવપૂજક પોતે પણ ઇજાગ્રસ્ત હોવાથી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

એક મામા અને ભાણિયાના પવિત્ર નાતાને લોહિયાળ અંજામ
પોલીસે તેમને પોલીસ જાપ્તા હેઠળ રાખ્યા છે અને સ્વસ્થ થતાં જ તેમની સામે કાયદેસરની ધરપકડ સહિતની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે એક નાની અમથી મસ્તી અને રોકટોકે એક મામા અને ભાણિયાના પવિત્ર નાતાને લોહિયાળ અંજામ આપી દીધો. એક તરફ ભાણિયો મોતને ભેટ્યો છે. તો બીજી તરફ મામા હોસ્પિટલના બિછાને કાયદાના સકંજામાં આવી ગયા છે. આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે ગુસ્સો અને આવેશ માણસને ક્યારેય સારા રસ્તે નથી લઈ જતા.

અગ્નિ સાથે ગરબાની રમઝટ: જામનગરના કડિયાવાડમાં 52 વર્ષથી અકબંધ છે અગ્નિ સાથિયા રાસની અદ્ભુત પરંપરા
 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News