• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ફોટો
  • /આવી ગઈ ભયાનક આગાહી! મેઘો છેલ્લા નોરતાંની મજા બગડશે, 19 ઓક્ટોબરથી આ જિલ્લાઓમાં માવઠાની આગાહી

આવી ગઈ ભયાનક આગાહી! મેઘો છેલ્લા નોરતાંની મજા બગડશે, 19 ઓક્ટોબરથી આ જિલ્લાઓમાં માવઠાની આગાહી

Written ByKinjal Patel
Published: Oct 15, 2026, 08:38 AM IST|Updated: Oct 15, 2026, 08:44 AM IST
joinshare
Gujarat Rain Forecast: ગુજરાતમાં એક તરફ ચોમાસાની વિધિવત વિદાય થઈ ચૂકી છે અને લોકો ઓક્ટોબર મહિનાની આકરી ગરમીનો અનુભવ કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ નવરાત્રિના અંતિમ દિવસોમાં વરસાદી વિઘ્ન આવવાની શક્યતા સેવાઈ રહી છે. હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં કમોસમી વરસાદની ભયાનક આગાહી કરવામાં આવી છે, જે ખેલૈયાઓની મજા બગાડી શકે છે.

ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યા અનુસાર આગામી 24 કલાકમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાવાની સાથે કમોસમી વરસાદની શક્યતા છે. અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદ અંગેની આગાહી કરી છે. નવરાત્રીમાં કઈ તારીખોમાં કયા કયા જિલ્લામાં વરસાદની આગાહી છે અને ક્યાં હવામાન શુષ્ક રહેશે?

અંબાલાલ પટેલની આગાહી1/5

અંબાલાલ પટેલની આગાહી

સૌરાષ્ટ્ર અને કચ્છના જૂનાગઢ, અમરેલીના દક્ષિણ ભાગો, મહુવા, ભાવનગર, દ્વારકા અને પોરબંદરમાં 19 અને 20 ઓક્ટોબર સુધીમાં હળવો કમોસમી વરસાદ પડી શકે છે. કચ્છમાં પણ વાદળછાયું વાતાવરણ અને છૂટાછવાયા વરસાદની સંભાવના છે. મધ્ય અને પૂર્વ ગુજરાતના પંચમહાલ અને દાહોદ સહિતના વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે.
અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાવાની શક્યતા2/5

અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાવાની શક્યતા

ઉત્તર ગુજરાત અને મેટ્રો સિટીના અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી છાંટા કે સામાન્ય વરસાદ પડી શકે છે. ઓક્ટોબરના અંતિમ દિવસોમાં પશ્ચિમી વિક્ષેપ અને અરબી સમુદ્રમાં મજબૂત સિસ્ટમ સક્રિય થવાથી ચક્રવાત સર્જાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.
નવમા નોરતે વરસાદનું વિઘ્ન: હવામાન વિભાગની ચેતવણી જાહેર3/5

નવમા નોરતે વરસાદનું વિઘ્ન: હવામાન વિભાગની ચેતવણી જાહેર

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 19 ઓક્ટોબરે એટલે કે નવરાત્રિના અંતિમ દિવસે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી તેમજ સંઘપ્રદેશ દીવ, દમણ અને દાદરા નગરહવેલીમાં છુટાછવાયા વરસાદની શક્યતા છે. અંતિમ દિવસે જ વરસાદની રમઝટ બોલાતા ગરબા રસિકો અને આયોજકોની ચિંતામાં વધારો થયો છે.
ઓક્ટોબરમાં ઉનાળા જેવી આકરી ગરમીનો અનુભવ4/5

ઓક્ટોબરમાં ઉનાળા જેવી આકરી ગરમીનો અનુભવ

વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ગરમીની સ્થિતિ જોતાં આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં તાપમાનમાં ખાસ ફેરફાર થવાની શક્યતા નથી. અમદાવાદમાં મહત્તમ તાપમાન 38.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે ગત 9 વર્ષમાં ઓક્ટોબર મહિનાનું સૌથી વધુ તાપમાન છે.
અમદાવાદમાં તાપમાને 9 વર્ષનો રેકોર્ડ તોડ્યો5/5

અમદાવાદમાં તાપમાને 9 વર્ષનો રેકોર્ડ તોડ્યો

આ અગાઉ વર્ષ 2017ના ઓક્ટોબરમાં તાપમાન 39.4 ડિગ્રી અને વર્ષ 2024ના ઓક્ટોબરમાં 38.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હાલમાં તાપમાન સામાન્ય કરતાં 2થી 3 ડિગ્રી વધુ નોંધાઈ રહ્યું છે અને આજે પણ અમદાવાદનું તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે.
TAGS:
Gujarati News

Trending

  • News
  • Photos
  • Videos
Salman Khan: પિતા બનવાની વાતને લઈ સલમાન ખાનનો કોફી વીથ કરન ટોક શોમાં મોટો ખુલાસો, જાણો શું કહ્યું બાળકો માટે

Salman Khan: પિતા બનવાની વાતને લઈ સલમાન ખાનનો કોફી વીથ કરન ટોક શોમાં મોટો ખુલાસો, જાણો શું કહ્યું બાળકો માટે

2

Trump Warning To Houthi: સાઉદીમાં હુમલા કરનાર હુથીઓ પર ભડક્યા ટ્રંપ, હુથી વિદ્રોહીઓને આપી ચેતવણી

3

ચોથી T20માં વેસ્ટ ઈન્ડિઝે ભારતને 24 રને હરાવ્યું, સિરીઝ 2-2થી બરાબર, હવે બેંગલુરુમાં નિર્ણાયક મુકાબલો

4

રાજકોટમાં લૂંટારુઓ બેફામ! તન્વી ગોલ્ડના કર્મચારીને ગોળી મારી 1.60 કરોડથી વધુના સોના-ચાંદીની લૂંટ કરી ફરાર

5

અમેરિકાથી આવ્યા એક સમાચાર અને ચાંદી ધડામ! સોનાના ભાવમાં પણ મોટો ઘટાડો

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.