• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /આંતરરાષ્ટ્રીય
  • /Trump Warning To Houthi: સાઉદીમાં હુમલા કરનાર હુથીઓ પર ભડક્યા ટ્રંપ, હુથી વિદ્રોહીઓને આપી ચેતવણી

Trump Warning To Houthi: સાઉદીમાં હુમલા કરનાર હુથીઓ પર ભડક્યા ટ્રંપ, હુથી વિદ્રોહીઓને આપી ચેતવણી

Trump Warning To Houthi: સાઉદી અરબમાં ચાલી રહેલા ટેન્શન વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ એ રિએકશન આપ્યું છે. તેમણે કહ્યું છે કે સાઉદીમાં હુથી વિદ્રોહીઓ ખરાબ વર્તન કરી રહ્યા છે. આ સાથે જ તેમણે હુથી વિદ્રોહીઓને ચેતવણી પણ આપી દીધી છે.

Written ByKrupa Shah
Published: Oct 15, 2026, 08:41 AM IST|Updated: Oct 15, 2026, 08:44 AM IST
joinshare
Trump Warning To Houthi: સાઉદીમાં હુમલા કરનાર હુથીઓ પર ભડક્યા ટ્રંપ, હુથી વિદ્રોહીઓને આપી ચેતવણી

About the Author

    Krupa Shah

    Krupa Shah

    Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.
    Read More

    Trending

    • News
    • Photos
    • Videos
    Salman Khan: પિતા બનવાની વાતને લઈ સલમાન ખાનનો કોફી વીથ કરન ટોક શોમાં મોટો ખુલાસો, જાણો શું કહ્યું બાળકો માટે

    Salman Khan: પિતા બનવાની વાતને લઈ સલમાન ખાનનો કોફી વીથ કરન ટોક શોમાં મોટો ખુલાસો, જાણો શું કહ્યું બાળકો માટે

    2

    Trump Warning To Houthi: સાઉદીમાં હુમલા કરનાર હુથીઓ પર ભડક્યા ટ્રંપ, હુથી વિદ્રોહીઓને આપી ચેતવણી

    3

    ચોથી T20માં વેસ્ટ ઈન્ડિઝે ભારતને 24 રને હરાવ્યું, સિરીઝ 2-2થી બરાબર, હવે બેંગલુરુમાં નિર્ણાયક મુકાબલો

    4

    રાજકોટમાં લૂંટારુઓ બેફામ! તન્વી ગોલ્ડના કર્મચારીને ગોળી મારી 1.60 કરોડથી વધુના સોના-ચાંદીની લૂંટ કરી ફરાર

    5

    અમેરિકાથી આવ્યા એક સમાચાર અને ચાંદી ધડામ! સોનાના ભાવમાં પણ મોટો ઘટાડો

    logo
    • contact us
    • privacy policy
    • legal
    • investor info
    • advertise with us
    • careers
    © 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

    Trump Warning To Houthi: અમેરિકાના રાષ્ટ્રપતિએ હવે સાઉદી અરબમાં ચાલી રહેલા હુથી વિદ્રોહીઓના હુમલા પર ચેતવણી આપી દીધી છે. સાઉદી અરબ પર હુમલો કરતાં હુથીઓ મામલે પુછાયેલા પ્રશ્નના જવાબમાં ટ્રંપ એ કહ્યું છે કે જો તુર્કી તેમને મદદ માટે કહેશે તો તુર્કીના રાષ્ટ્રપતિ એદ્રોગન એ જ કરશે જે ટ્રંપ કહેશે.

    હાલ પશ્ચિમ એશિયામાં ટેન્શન વધી રહ્યું છે. તેને જોતાં ટ્રંપને પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે હુથી વિદ્રોહીઓ વિરુદ્ધ તેઓ એકશન લેશે ? તો આ વાતના જવાબમાં ટ્રંપએ કહ્યું કે હુથીઓ ખૂબ જ ખરાબ કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે જો અમેરિકાની મદદ માંગવામાં આવશે તો તુર્કીના રાષ્ટ્રપતિ એદ્રોગન અમેરિકા કહેશે એ જ કરશે. જો કે ટ્રંપએ સ્પષ્ટ શબ્દોમાં નથી કહ્યું કે તે હુથી વિદ્રોહીઓ વિરુદ્ધ મિલિટ્રી એકશન લેશે.

    આ પણ વાંચો: Saudi Arab: સાઉદીમાં એરપોર્ટ બાદ ઓઈલ કંપની પર મિલાઈલ હુમલો, લોકોમાં ભયનો માહોલ

    ટ્રંપ એ વધુમાં કહ્યું કે તુર્કીના રાષ્ટ્રપતિનું તેઓ સન્માન કરે છે, તેમની સાથે સારા રિલેશન છે. ટ્રંપને પુછવામાં આવ્યું હતું કે શું તે યમનના હુથી વિદ્રોહીઓ વિરુદ્ધ ચાલતા ઓપરેશનમાં તુર્કીને સામેલ કરવા ઈચ્છે છે તો ટ્રંપએ જવાબમાં કહ્યું કે મને લાગે છે એદ્રોગન એ જ કરશે જે હું કહીશ...

    આ તકે ટ્રંપ એ ફરીવાર ઈરાનની વાત પણ કહી હતી. તેમણે કહ્યું કે ઈરાન બરબાદ દેશ છે, ઈરાનનું અર્થતંત્ર પડી ભાંગ્યું છે. ત્યારે મોંઘવારી દર વધી રહ્યો છે અને ઈરાન પાસે પૈસા પણ બચ્યા નથી. ઈરાન મામલે તેઓ ઝડપથી નિર્ણય કરશે. આ તકે ટ્રંપ એ એવી વાત પણ કરી કે હોર્મુધ સ્ટ્રેટ તેમના કંટ્રોલમાં છે અને હોર્મુઝથી તેમને ઓઈલ પણ મળી રહ્યું છે.

    આ પણ વાંચો: હુથીઓના હુમલામાં 1 ભારતીયનું મોત, 10 થી વધુ ઘાયલ, રિયાદની ઘટનાને એસ. જયશંકરે વખોડી

    મહત્વનું છે કે સાઉદી અરબમાં હુથી વિદ્રોહીના હુમલા વધી રહ્યા છે. પહેલા રિયાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હુમલો કરવામાં આવ્યો ત્યારબાદ સાઉદીની સૌથી મોટી ઓઈલ કંપની પર મિસાઈલ એટેક કરવામાં આવ્યો. હુથી વિદ્રોહીઓના વધતા હુમલા વચ્ચે રાષ્ટ્રપતિ ટ્રંપએ હુથીઓને લઈને જે ચેતવણી આપી છે તેના પર હવે સૌની નજર છે.

     

    Add Zee News as a Preferred Source
    TAGS:
    World News