બે-ત્રણ મહિના પહેલા એક સોશિયલ મીડિયા કેમ્પેઈનથી શરૂ થયેલી કોકરોચ જનતા પાર્ટીએ હવે દેશના રાજકારણમાં ખળભળાટ સર્જી દીધો છે. નીટ પ્રોટેસ્ટથી એક મંત્રીનું રાજીનામું પડ્યું અને હવે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર પર નિશાન. જો કે એક જાણીતી અમેરિકી સિંગર મેરી મિલબેને કોકરોચ જનતા પાર્ટી અને તેના સંસ્થાપક અભિજીત દીપકેના આ વિરોધ પ્રદર્શનો સામે અવાજ ઉઠાવ્યો છે અને તેમણે દેશના યુવાઓને દીપકેને સાથ ન આપવાની ગુહાર પણ લગાવી છે. મેરી મિલબેનનો એવો આરોપ છે કે તેમના દેશમાંથી એન્ટી મોદી તાકાતોને ફંડિંગ મળી રહ્યું છે.
અમેરિકી સિંગરના દાવાથી ખળભળાટ
To all the beautiful young patriots in India: This is not the time to be silent. @abhijeet_dipke and the @Cockroachisback are being funded by donors in the U.S. who are against Prime Minister @NarendraModi and your future under his leadership. Do not fear, my young patriots. Your Prime Minister, who has served India for 25 years, 12 years as Prime Minister, elected three consecutive terms, is not going to bow to disruptive forces from my country. And these select donors have a pattern globally - target conservative global leaders, find an U.S. educated person from the country, radicalize them, send them back to the country, and fund them to start chaos and destruction. None of them have been successful but have impacted the development and governance of the country. It is time for a new voice in #India, born, raised, educated on the soil of India, to RISE UP, organize, and peacefully protest the disruptive spirit of the Cockroach Party. There should always be a counter movement to uphold democracy and freedom. Rise up, young patriots! Rise up!
— Mary Millben (@MaryMillben) October 14, 2026
જુલાઈમાં થયું હતું નીટ પ્રોટેસ્ટ, ધર્મેન્દ્ર પ્રધાનનું પડ્યું હતું રાજીનામું
જ્ઞાનેશકુમાર સામે દેશવ્યાપી પ્રદર્શન
કોકરોચ જનતા પાર્ટીએ હાલના સમયમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર સામે વિરોધ પ્રદર્શન ચાલુ કરેલું છે અને ટાર્ગેટ પર માત્ર જ્ઞાનેશકુમાર જ નહીં પરંતુ મોદી સરકાર અને પીએમ મોદી પણ છે. ત્યારે એવા સમયે અમેરિકી સિંગરનો આ આરોપ ઘણું બધુ કહી જાય છે.
તિહાડ જેલમાં છે આશુતોષ રાંકા અને સૌરવ દાસ