• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /લાઇફસ્ટાઇલ
  • /Farali Dosa: રાજગરાના થેપલા-પુરી ખાઈને કંટાળી ગયા છો ? તો ફરાળી સુકી ભાજી સાથે બનાવો ફરાળી ઢોસા, નોંધી લો રીત

Farali Dosa: રાજગરાના થેપલા-પુરી ખાઈને કંટાળી ગયા છો ? તો ફરાળી સુકી ભાજી સાથે બનાવો ફરાળી ઢોસા, નોંધી લો રીત

Farali Dosa Recipe: ઉપવાસમાં રાજગરાના થેપલા-પુરી ખાઈને તમે પણ કંટાળી ગયા હશો એટલે આજે તમને ફરાળી ઢોસા બનાવવાની રીત જણાવીએ. બટેટાની સુકી ભાજી સાથે ફરાળી ઢોસા ખાવાની તમને પણ મજા આવશે.

Written ByKrupa Shah
Published: Oct 14, 2026, 02:57 PM IST|Updated: Oct 14, 2026, 03:00 PM IST
joinshare
Farali Dosa: રાજગરાના થેપલા-પુરી ખાઈને કંટાળી ગયા છો ? તો ફરાળી સુકી ભાજી સાથે બનાવો ફરાળી ઢોસા, નોંધી લો રીત

About the Author

    Krupa Shah

    Krupa Shah

    Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.
    Read More

    Trending

    • News
    • Photos
    • Videos
    નવરાત્રીમાં પ્રસાદ માટે ફટાફટ બની જશે આ કાજુ-મિલ્ક પેંડા, બનાવવાની રીત ખાસ જાણો

    નવરાત્રીમાં પ્રસાદ માટે ફટાફટ બની જશે આ કાજુ-મિલ્ક પેંડા, બનાવવાની રીત ખાસ જાણો

    2

    હાર્દિક પટેલ જેવા હાલ થશે? જંતર-મંતર હંગામામાં CJP નેતાઓ સૌરભ દાસ અને આશુતોષ રાંકા પર 5 વર્ષની જેલનું જોખમ!

    3

    સુરતમાં 21 વીંઘા કરોડોની જમીન પચાવી પાડવાનું કૌભાંડ: નિવૃત્ત ASI સહિત 3ની ધરપકડ, બોગસ સહીઓનો પર્દાફાશ!

    4

    Gold Price Today: ચોથા નોરતે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, હાઈથી સોનું 29000 અને ચાંદી 1.71 લાખ સસ્તા, જાણો આજનો રેટ

    5

    ફેસ્ટિવ સિઝનમાં ટોયોટાનો ધમાકો: માત્ર 6.99 લાખમાં લોન્ચ થઈ નવી કાર, જાણો ફીચર્સ

    logo
    • contact us
    • privacy policy
    • legal
    • investor info
    • advertise with us
    • careers
    © 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

    Farali Dosa Recipe:  વ્રત ઉપવાસ હોય ત્યારે ઘરમાં અલગ અલગ પ્રકારની ફરાળી વસ્તુઓ બને છે. જેમાં સૌથી વધારે બટેટાની સૂકી ભાજી બનતી હોય છે. બટેટાની સૂકી ભાજી સાથે રાજગરાની પુરી અથવા તો થેપલા વધારે ખવાય છે. પણ તમે ક્યારેય બટેટાની સૂકી ભાજી સાથે ફરાળી ઢોસા ખાધા છે ? જો તમે અત્યાર સુધી ફરાળી ઢોસા ટ્રાય નથી કર્યા તો ચાલો તમને જણાવીએ ફરાળી ઢોસા બનાવવાની રીત.

    ફરાળમાં બનેલી સૂકી ભાજી સાથે તમે ફરાળી ઢોસા ખાઈ શકો છો. ફરાળી ઢોસા દહીં અને ચટણી સાથે પણ ટેસ્ટી લાગે છે. તમારા ઘરમાં પણ બટેટાની સૂકી ભાજી સાથે ફરાળી થેપલા કે પૂરી જ બનતા હોય તો તેને બદલે ફરાળી ઢોસા પણ બનાવી શકો છો. ફરાળી ઢોસા ઓછા ચારથી પાંચ સામગ્રી થી જ બની જાય છે. જો તમારા ઘરમાં સામો અને રાજગરાનો લોટ છે તો તમે  ફરાળી ઢોસા બનાવી શકો છો. તો ચાલો તમને જણાવીએ ફરાળી ઢોસા કેવી રીતે બનાવવાના હોય.

    આ પણ વાંચો: Farali Idli: નવરાત્રીના વ્રતમાં ખાઈ શકાય તેવી સામાની ઈડલી બનાવવાની નોંધી લો રીત

    ફરાળી ઢોસા માટેની સામગ્રી

    રાજગરાનો લોટ અડધો કપ 
    સામો અડધો કપ 
    ખાટી છાશ અડધો કપ 
    આદુ-મરચાની પેસ્ટ બે ચમચી 
    મીઠું 
    તેલ

    ફરાળી ઢોસા બનાવવાની રીત

    - ઢોસા બનાવવાના હોય તેની થોડી કલાક પહેલા સામો પલાળી દેવો. એક બાઉલમાં સામો લેવો અને તેમાં પાણી ઉમેરી બે કલાક પલાળી દો.

    - બે કલાક પછી સામામાંથી વધારાનું પાણી કાઢીને પલાળેલા સામાન્ય મિક્ષ્ચરમાં વાટીને મિશ્રણ તૈયાર કરો.

    આ પણ વાંચો: Farali Recipe: નવરાત્રીમાં વ્રતમાં નાસ્તામાં બનાવો ફરાળી મસાલા પરોઠા, દહીં સાથે ખાવાની મજા પડી જશે

    - હવે આ મિશ્રણને એક મોટા બાઉલમાં કાઢો અને તેમાં ધીરે ધીરે કરીને રાજગરાનો લોટ અને ખાટી છાશ ઉમેરો. સાથે જ તેમાં આદુ-મરચાંની પેસ્ટ ઉમેરી સારી રીતે હલાવો. હવે આ મિશ્રણને ઢાંકીને સાતથી આઠ કલાક આથો આવે તે માટે રાખી દો.

    - સાતથી આઠ કલાક પછી ઢોસાના બેટરમાં આથો આવી ગયો હશે. ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી મિશ્રણમાંથી નોન સ્ટિક પેન પર ઢોસા ઉતારો. ઢોસાને નોનસ્ટીક પેન પર બરાબર શેકીને ઘરમાં ગરમ સર્વ કરો.

    - સામા અને રાજગરાના લોટના ઢોસા બટેટાની સુકી ભાજી સાથે ટેસ્ટી લાગે છે.
     

    Add Zee News as a Preferred Source
    TAGS:
    Navratri 2026