• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /લાઇફસ્ટાઇલ
  • /નવરાત્રીમાં પ્રસાદ માટે ફટાફટ બની જશે આ કાજુ-મિલ્ક પેંડા, બનાવવાની રીત ખાસ જાણો

નવરાત્રીમાં પ્રસાદ માટે ફટાફટ બની જશે આ કાજુ-મિલ્ક પેંડા, બનાવવાની રીત ખાસ જાણો

નવલા નોરતા શરૂ થઈ ગયા છે અને આજે ચોથું નોરતું છે. ત્યારે મા દુર્ગા, મા અંબાને રોજ નવા નવા ભોગ ધરાવવામાં આવતા હોય છે. દૂધ અને કાજુથી બનેલા આ પેડા તમે પણ બનાવી શકો છો. માવા વગર બનતા આ પેંડા જલદી બની જાય છે અને વ્રતમાં ખાઈ શકાય છે. ખાસ જાણો રેસિપી.

Written ByViral Raval
Published: Oct 14, 2026, 03:51 PM IST|Updated: Oct 14, 2026, 03:54 PM IST
joinshare
નવરાત્રીમાં પ્રસાદ માટે ફટાફટ બની જશે આ કાજુ-મિલ્ક પેંડા, બનાવવાની રીત ખાસ જાણો
Image Credit: AI Generated Image

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
મેરઠના બ્લૂ ડ્રમ કાંડમાં કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, પત્ની મુસ્કાન અને પ્રેમી સાહિલને ફાંસીની સજા

મેરઠના બ્લૂ ડ્રમ કાંડમાં કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, પત્ની મુસ્કાન અને પ્રેમી સાહિલને ફાંસીની સજા

2

દિવાળી પહેલા રેલવે કર્મચારીઓ માટે ખુશખબર, મોદી સરકારે આપી મોટી ભેટ!

3

IND vs WI : વૈભવની પોસ્ટે મચાવી હલચલ... ચોથી T20માં પણ સૂર્યવંશીને નહીં મળે તક?

4

શેરબજારમાં સ્માર્ટ ઇન્વેસ્ટર બનવું છે? Kwala Intel AI ને પૂછો દરેક સવાલ, સમજો શેરની વેલ્યુએશન અને ફન્ડામેન્ટલ

5

નવરાત્રીમાં પ્રસાદ માટે ફટાફટ બની જશે આ કાજુ-મિલ્ક પેંડા, બનાવવાની રીત ખાસ જાણો

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

નવરાત્રીમાં માતાના અલગ અલગ સ્વરૂપોની પૂજા અને અર્ચના થાય છે. માતાજીને ભાત ભાતના ભોગ પણ ધરાવવામાં આવે છે. જો તમે પણ માતાજીને ખાસ ભોગ ચડાવવા માંગતા હોવ તો આજે અમે તમને એક એવી સુંદર વાનગી વિશે જણાવીશું જે ઓછી મહેનતે તૈયાર થઈ જશે અને સ્વાદમાં પણ ખુબ સરસ અને સરળ છે. આ વાનગી છે કાજુ મિલ્ક પેંડા. જે ઓછી સામગ્રીમાં તૈયાર થશે અને આના માટે તમારે માવાની પણ જરૂર નહીં પડે.

કાજૂ-દૂધના પેંડા
માવા વગરના આ પેંડા તમે સરળતાથી ઘરમાં બનાવી શકો છો. તેને બનાવવા માટે તમારે કઈ સામગ્રીની જરૂર પડશે તે  ખાસ જાણો.

  • અડધો કપ કાજુ
  • અડધો કપ ખાંડ
  • લીલી એલચી થોડી
  • દોઢ કપ મોળો મિલ્ક પાઉડર
  • એક કપ દૂધ
  • દેસી ઘી એક ચમચો
  • સજાવટ માટે પિસ્તાની કતરણ

બનાવવાની રીત

  • માતારાનીને સરસ મજાનો ભોગ ધરાવવા માટે કાજુ દૂધ પેંડા તમે ફટાફટ તૈયાર કરી શકો છો. આ માટેની રીત જાણી લો. 
  • સૌથી પહેલા મિક્સરમાં કાજૂ, ખાંડ અને લીલી એલચીને ભેળવીને એક બારીક પાઉડર બનાવી લો. 
  • ધ્યાન રાખવું કે તેમાં જરાય ગઠ્ઠા થાય નહીં. 
  • હવે આ પાઉડરને એક મોટા  બાઉલમાં કાઢી લો અને સાથે મિલ્ક પાઉડર પણ મિક્સ કરો. 
  • જો  તમે ખાંડવાળો પાઉડર લો તો ખાંડનું પ્રમાણ તે પ્રમાણે સેટ કરવું. 
  • ત્યારબાદ તેમાં થોડું થોડું કરીને દૂધ પણ ભેળવો.
  • આ મિશ્રણને સારી રીતે મિક્સ કરો. જેથી કરીને તેમાં ગઠ્ઠા ન થઈ જાય. 
  • હવે એક પેનમાં થોડું દેસી ઘી ગરમ કરો. 
  • તેમાં કાજુ અને દૂધવાળું મિક્સચર નાખો અને સતત હલાવતા રહો. 
  • લગભગ 8-10 મિનિટ સુધી પકવો. 
  • ધીરે ધીરે આ મિશ્રણ ગાઢ થઈ જાય ત્યારે કઢાઈ છોડવા લાગશે. 
  • આ દરમિયાન થોડું મિશ્રણ હાથમાં લોક અને તેનો બોલ બનાવી જુઓ. 
  • જો તે હાથમાં ચોંટે નહીં તો હવે પેંડા બનાવવા માટે મિશ્રણ તૈયાર છે.

હવે આ તૈયાર થયેલા મિશ્રણને ગેસ પરથી નીચે ઉતારી લો અને એક વાસણમાં અલગ કાઢી લો. ઠંડુ થયા બાદ તેમાંથી પેંડા જેવો શેપ આપો. હવે આ પેંડા પર સજાવટ માટે પિસ્તાની કતરણ ગોઠવો. પેંડા હાથેથી બનાવી શકો અને મોલ્ડનો પણ ઉપયોગ કરી શકો છો.

કેટલા દિવસ સુધી સારા રહે?
આ પેંડા બનાવવા માટે દૂધના પાઉડરનો અને દૂધનો ઉપયોગ થયો છે. આથી તે રૂમ ટેમ્પરેચર પર બહુ લાંબા સમય સુધી રાખી નહીં શકાય. તેને કોઈ સાફ એરટાઈટ કન્ટેનરમાં મૂકીને ફ્રીજમાં સ્ટોર કરશો તો થોડા દિવસ ચાલશે. જો પેંડામાંથી વિચિત્ર વાસ, ખટાશ કે બનાવટમાં કોઈ ફેરફાર જોવા મળે તો ખાવાથી બચવું.

આ પેંડા દૂધ અને કાજુમાંથી બનેલા હોવાથી વ્રતમાં પણ ખાઈ શકાય છે. પરંતુ અલગ અલગ ઠેકાણે વ્રત માટે અલગ અલગ નિયમો હોય છે એટલે એ ચકાસીને વ્રતમાં ખાવા જોઈએ.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Navratri 2026