• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /રાષ્ટ્રીય
  • /મેરઠના બ્લૂ ડ્રમ કાંડમાં કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, પત્ની મુસ્કાન અને પ્રેમી સાહિલને ફાંસીની સજા

મેરઠના બ્લૂ ડ્રમ કાંડમાં કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, પત્ની મુસ્કાન અને પ્રેમી સાહિલને ફાંસીની સજા

Blue Drum Case Verdict Today: મેરઠના સૌરભ હત્યાકાંડમાં સજાની જાહેરાત થઈ ગઈ છે. દોષી મુસ્કાન અને સાહિલને જજે ફાંસીની સજા ફટકારી છે. આ કેસ પર દેશભરના લોકોની નજર હતી.

Written ByGokani Dhaval
Published: Oct 14, 2026, 04:28 PM IST|Updated: Oct 14, 2026, 04:44 PM IST
joinshare
મેરઠના બ્લૂ ડ્રમ કાંડમાં કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, પત્ની મુસ્કાન અને પ્રેમી સાહિલને ફાંસીની સજા

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
શું તમારું પણ ભારતીય ક્રિકેટ ટીમમાં રમવાનું છે સપનું, તો જાણી લો કેવી રીતે થાય છે સિલેક્શન

શું તમારું પણ ભારતીય ક્રિકેટ ટીમમાં રમવાનું છે સપનું, તો જાણી લો કેવી રીતે થાય છે સિલેક્શન

2

પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસના ભાવ ભડકે બળશે, એક નવા મહાયુદ્ધની આગ વકરી : એનર્જી વૉરની થશે આ આડઅસરો

3

સસ્તી લોનની લાલચ આપી બેંક એકાઉન્ટ કર્યા સાફ! 23.677 લાખ પડાવ્યા, દિલ્હીથી ચાલતો હતો કાળો કારોબાર

4

મેરઠના બ્લૂ ડ્રમ કાંડમાં કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, પત્ની મુસ્કાન અને પ્રેમી સાહિલને ફાંસીની સજા

5

દિવાળી પહેલા રેલવે કર્મચારીઓ માટે ખુશખબર, મોદી સરકારે આપી મોટી ભેટ!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Meerut Saurabh Hatyakand Faisla: મેરઠના ચર્ચિત બ્લૂ ડ્ર્મ કાંડમાં 19 મહિના અને 11 દિવસ બાદ ચુકાદો આવ્યો છે. સૌરભ રાજપૂતની હત્યામાં દોષી પત્ની મુસ્કાન રસ્તોગી અને તેના પ્રેમી સાહિલ શુક્લાને કોર્ટે સજા ફટકારી છે. કોર્ટે બંનેને ફાંસીની સજા સંભળાવી છે. મામલામાં સરકારી વકીલે ફાંસીની સજા આપવાની માગ કરી હતી. જ્યારે બીજા પક્ષ (મુસ્કાન) તરફથી બે દીકરીઓનો હવાલો આપતા કહેવામાં આવ્યું કે ફાંસીની સજા ન આપવામાં આવે.

સુનાવણી દરમિયાન જજે દોષી સાહિલને પૂછ્યું કે શું તેણે આ પહેલા કોઈ ગુનો કર્યો છે, જેના પર સાહિલે સ્પષ્ટ રીતે કોઈ જૂના અપરાધથી ઈનકાર કર્યો. જ્યારે કોર્ટે તેને સજા પર પોતાની વાત રાખવાની તક આપી તો સાહિલે કંઈ કહેવાનો ઈનકાર કર્યો.

આ ચર્ચિત હત્યાકાંડમાં કોર્ટે આરોપી મુસ્કાન રસ્તોગી અને તેના પ્રેમી સાહિલને 30 સપ્ટેમ્બરે દોષી ઠેરવ્યા હતા. જિલ્લા જજ અરવિંદ કુમાર મિશ્રાએ આ ચુકાદો આપ્યો હતો. તો સજાને લઈને 14 ઓક્ટોબરની તારીખ નક્કી કરવામાં આવી હતી. મહત્વનું છે કે સૌરભ રાજપૂત હત્યાકાંડમાં જુલાઈ 2025મા ટ્રાયલ શરૂ થઈ હતી. આ દરમિયાન લગભગ 13 મહિના સુધી ચાલેલી કોર્ટ દલીલોમાં 126 તારીખો દરમિયાન 22થી વધુ સાક્ષીઓના નિવેદન નોંધવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ હાર્દિક પટેલ જેવા હાલ થશે? જંતર-મંતર હંગામામાં CJP નેતાઓ સૌરભ દાસ અને આશુતોષ રાંકા પર 5 વર્ષની જેલનું જોખમ!

મૃતક સૌરભના પરિવારે કરી હતી ફાંસીની માગ
મૃતક સૌરભ રાજપૂતના પરિવારે કોર્ટને બંને આરોપીઓને ફાંસીની સજા આપવાની માગ કરી હતી. મૃતક સૌરભ રાજપૂતના ભાઈ રાહુલનું કહેવું હતું કે અમને શરૂઆતથી આશા હતી કે અમને ન્યાય મળશે. અમે શરૂઆતમાં એક માગ રાખી હતી કે જે તેમણે અમારા ભાઈ સાથે કર્યું, તે તેની સાથે થાય.

દેશભરમાં થઈ હતી આ હત્યાકાંડની ચર્ચા
સૌરભ રાજપૂત હત્યાકાંડ બ્લૂ ડ્રમને કારણે દેશભરમાં ચર્ચાનો વિષય બની ગયો હતો. સૌરભની લાશ તેના ઘરમાં એક બ્લૂ ડ્રમની અંદર મળી હતી. પત્ની મુસ્કાન રસ્તોગી અને તેના પ્રેમી સાહિલ પર સૌરભની હત્યા કરી તેના મૃતદેહને બ્લૂ ડ્રમમાં ભરવાનો આરોપ લાગ્યો હતો. પાછલા વર્ષે 19 માર્ચે પોલીસે મુસ્કાન અને સાહિલની ધરપકડ કરી જેલ મોકલી આપ્યા હતા.

 

Add Zee News as a Preferred Source
TAGS:
India News