• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ઉપયોગિતા
  • /ફેસ્ટિવ સિઝનમાં ટોયોટાનો ધમાકો: માત્ર 6.99 લાખમાં લોન્ચ થઈ નવી કાર, જાણો ફીચર્સ

ફેસ્ટિવ સિઝનમાં ટોયોટાનો ધમાકો: માત્ર 6.99 લાખમાં લોન્ચ થઈ નવી કાર, જાણો ફીચર્સ

ટોયોટાએ ભારતમાં Glanza ફેસલિફ્ટ લોન્ચ કરી છે. તેની એક્સ-શોરૂમ કિંમત 6.99 લાખથી 10.49 લાખ સુધી છે. કાર 5 વેરિએન્ટમાં ઉપલબ્ધ છે. તેમાં નવું 1.2 લીટર, 3 સિલિન્ડર Z12E એન્જિન આપવામાં આવ્યું છે.

Written ByGokani Dhaval
Published: Oct 14, 2026, 03:08 PM IST|Updated: Oct 14, 2026, 03:10 PM IST
joinshare
ફેસ્ટિવ સિઝનમાં ટોયોટાનો ધમાકો: માત્ર 6.99 લાખમાં લોન્ચ થઈ નવી કાર, જાણો ફીચર્સ

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
મેરઠના બ્લૂ ડ્રમ કાંડમાં કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, પત્ની મુસ્કાન અને પ્રેમી સાહિલને ફાંસીની સજા

મેરઠના બ્લૂ ડ્રમ કાંડમાં કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, પત્ની મુસ્કાન અને પ્રેમી સાહિલને ફાંસીની સજા

2

દિવાળી પહેલા રેલવે કર્મચારીઓ માટે ખુશખબર, મોદી સરકારે આપી મોટી ભેટ!

3

IND vs WI : વૈભવની પોસ્ટે મચાવી હલચલ... ચોથી T20માં પણ સૂર્યવંશીને નહીં મળે તક?

4

શેરબજારમાં સ્માર્ટ ઇન્વેસ્ટર બનવું છે? Kwala Intel AI ને પૂછો દરેક સવાલ, સમજો શેરની વેલ્યુએશન અને ફન્ડામેન્ટલ

5

નવરાત્રીમાં પ્રસાદ માટે ફટાફટ બની જશે આ કાજુ-મિલ્ક પેંડા, બનાવવાની રીત ખાસ જાણો

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

કાર નિર્માતા કંપની ટોયોટાએ ભારતમાં પોતાની પ્રીમિયમ હેચબેક કાર Glanza નું ફેસલિફ્ટ મોડલ લોન્ચ કરી દીધું છે. તેની એક્સ-શોરૂમ કિંમત 6.99 લાખથી શરૂ થઈ 10.49 લાખ સુધી જાય છે. નવી Glanza 5 વેરિએન્ટ  E, S, G, V અને V (O) માં ઉતારવામાં આવી છે. આ વખતે કંપનીએ કારની ડિઝાઇનમાં નાનો ફેરફાર કરવાની સાથે નવું પેટ્રોલ એન્જિન, વધુ આરામદાયક ફીચર્સ અને લેવલ-2 ADAS જેવા એડવાન્સ સેફ્ટી ફીચર્સ આપ્યા છે.

નવી  Toyota Glanza નો મુકાબલો Hyundai i20, Hyundai i20 N Line અને Tata Altroz જેવી કારો સાથે થશે. આ કાર Maruti Suzuki Baleno ની સાથે પોતાનું પ્લેટફોર્મ અને એન્જિન શેર કરે છે.

નવું એન્જિન અને ગિયરબોક્સ
નવી ગ્લાન્ઝામાં સૌથી મોટો ફેરફાર એન્જિનમાં થયો છે. તેમાં હવે 1.2 લીટરનું Z12E, 3- સિલિન્ડરવાળું પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. હવે જૂનું 4-સિલિન્ડર એન્જિન હટાવી દેવામાં આવ્યું છે. પેટ્રોલ મોડમાં આ એન્જિન 83 bhp નો પાવર અને 112 Nm નો ટોર્ક આપે છે. આ સાથે 5-સ્પીડ મેનુઅલ અને 5-સ્પીડ AMT ગિયરબોક્સનો વિકલ્પ મળે છે. જૂના એન્જિનના મુકાબલે તેનો પાવર 7 bhp અને ટોર્ક 1 Nm ઓછો છે. પરંતુ ટોયોટાનો દાવો છે કે નવું એન્જિન સારી માઇલેજ આપવામાં મદદ કરશે. તેમાં ફ્યૂલ બચાવવા માટે આઇડલ સ્ટાર્ટ-સ્ટોપ ફીચર પણ આપવામાં આવ્યું છે. સીએનજી મોડમાં એન્જિન 70 bhp નો પાવર અને  102 Nm નો ટોર્ક આપે છે. ખાસ વાત છે કે સીએનજી વેરિએન્ટ પણ મેનુઅલ અને ઓટોમેટિક ગિયરબોક્સ સાથે આવશે.

આ પણ વાંચોઃ લોકોમાં આ દેશી SUVનું ભારે આકર્ષણ, 30 દિવસમાં 17313 લોકોએ ખરીદી; જુઓ ટોપ-10 લિસ્ટ

ડિઝાઇનમાં શું થયો ફેરફાર?
નવી Glanza ના ફ્રંટમાં મોટું ગ્રિલ અને સેટિન ફિનિશવાળી ડિટેલિંગ આપવામાં આવી છે. LED ફોગ લેમ્પની ડિઝાઇન બદલવામાં આવી છે અને ટોયોટાનો લોગો બોનેટના નીચેના ભાગમાં લગાવવામાં આવ્યો છે.  ADAS માટે કારમાં રડાર મોડ્યૂલ જોડવામાં આવ્યું છે. આ સિવાય શાર્ક-ફિન એન્ટીના અને બે નવા કલર Digital Teal Green અને Bluish Black મળશે. પરંતુ કારની સાઇડ અને પાછલી ડિઝાઇન લગભગ પહેલા જેવી છે. તેમાં 16-ઇંચ એલોય વ્હીલ, એલઈડી ટેલલેમ્પ અને રૂફ સ્પોયલર મળે છે.

વેન્ટિલેટેડ સીટો અને ADAS જેવા ફીચર્સ
કેબિનમાં નવી અપહોલ્સ્ટ્રીની સાથે આગળની સીટોમાં વેન્ટિલેશન આપવામાં આવ્યું છે. વાયરલેસ ફોન ચાર્જની સાથે કૂલિંગ વેન્ટ, ચાર સ્પીકર અને બે ટ્વીટરવાળું Clarion ઓડિયો સિસ્ટમ પણ મળે છે. નવી ગ્લાન્ઝામાં લેવલ- 2 ADAS અને ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ જેવા ફીચર્સ જોડવામાં આવ્યા છે. આ સિવાય 9-ઇંચ ટચસ્ક્રીન, હેડ-અપ ડિસ્પ્લે, ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ અને પાછળ એસી વેન્ટ મળે છે. સેફ્ટી માટે દરેક મોડલમાં 6 એરબેગ મળશે. કારમાં 360-ડિગ્રી કેમેરા, હિલ-હોલ્ડ કંટ્રોલ અને ISOFIX  ચાઇલ્ડ સીટ માઉન્ટ પણ આપવામાં આવ્યા છે. કુલ મળી નવી ગ્લાન્ઝામાં મોટી ડિઝાઇન ફેરફારની જગ્યાએ માઇલેજ, આરામ અને સુરક્ષા સાતે જોડાયેલા ફીચર્સ પર વધુ ધ્યાન આપવામાં આવ્યું છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Utility News