• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ઉપયોગિતા
  • /લોકોમાં આ દેશી SUVનું ભારે આકર્ષણ, 30 દિવસમાં 17313 લોકોએ ખરીદી; જુઓ ટોપ-10 લિસ્ટ

લોકોમાં આ દેશી SUVનું ભારે આકર્ષણ, 30 દિવસમાં 17313 લોકોએ ખરીદી; જુઓ ટોપ-10 લિસ્ટ

ભારતીય ગ્રાહકો વચ્ચે મહિન્દ્રા સ્કોર્પિયોનો જાદૂ જોવા મળી રહ્યો છે. 6-7 સીટર સેગમેન્ટમાં સ્કોર્પિયો નંબર વન કાર બની છે. સપ્ટેમ્બરમાં આ કાર ખરીદવા લોકોની પડાપડી જોવા મળી છે.

Written ByGokani Dhaval
Published: Oct 12, 2026, 11:56 AM IST|Updated: Oct 12, 2026, 11:58 AM IST
joinshare
લોકોમાં આ દેશી SUVનું ભારે આકર્ષણ, 30 દિવસમાં 17313 લોકોએ ખરીદી; જુઓ ટોપ-10 લિસ્ટ

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
'દિલ્હી કેદમાં કેમ છે...': રાહુલ ગાંધીનો પ્રશ્ન, 'ઇન્ડિયા' ગઠબંધનના નેતાઓ આજે અરજી દાખલ કરવા સુપ્રીમ કોર્ટ જશે

'દિલ્હી કેદમાં કેમ છે...': રાહુલ ગાંધીનો પ્રશ્ન, 'ઇન્ડિયા' ગઠબંધનના નેતાઓ આજે અરજી દાખલ કરવા સુપ્રીમ કોર્ટ જશે

2

મોંઘા પ્રોટીન પાવડર લેવાની જરૂર નહીં પડે, આ 4 દેશી વસ્તુઓથી શરીરને મળશે ભરપુર પ્રોટીન અને એનર્જી

3

Skin Care Tips: ઋતુ બદલી રહી છે તો સ્કિન કેર રુટીન પણ બદલો, ડબલ ઋતુમાં આ રીતે કરો સ્કિનની દેખરેખ

4

લોકોમાં આ દેશી SUVનું ભારે આકર્ષણ, 30 દિવસમાં 17313 લોકોએ ખરીદી; જુઓ ટોપ-10 લિસ્ટ

5

અમદાવાદ: છડેચોક નિયમોની ઐસી કી તૈસી! NOC મળી નથી તો પણ પહેલાં નોરતે જીગરદાન ગઢવીના ગરબા કઈ રીતે થયા?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

ભારતીય ગ્રાહકો વચ્ચે મહિન્દ્રા સ્કોર્પિયો (Mahindra Scorpio) નો જાદૂ છવાયો છે. તેનો અંદાજો તે વાતથી લગાવી શકાય છે કે પાછલા મહિને એટલે કે સપ્ટેમ્બર 2026 દરમિયાન સ્કોર્પિયો 6 અને 7-સીટર સેગમેન્ટની બેસ્ટ સેલિંગ કાર બની ગઈ. આ દરમિયાન કુલ 17313 લોકોએ સ્કોર્પિયો ખરીદી. જોકે વાર્ષિક આધાર પર સ્કોર્પિયોના વેચાણમાં 5.8 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આવો જાણીએ આ દરમિયાન દેશમાં સૌથી વધુ વેચાતી 6-7 સીટર ટોપ-10 ગાડીઓ વિશે.

બીજા નંબર પર રહી મારૂતિ અર્ટિગા
વેચાણના આ લિસ્ટમાં બીજા નંબર પર મારૂતિ સુઝુકીની અર્ટિગા રહી. અર્ટિગાને આ દરમિયાન 16911 લોકોએ ખરીદી હતી. આ સિવાય ત્રીજા સ્થાને વેચાણના લિસ્ટમાં મહિન્દ્રા બોલેરો રહી. બોલેરોના આ દરમિયાન 9710 યુનિટનું વેચાણ થયું હતું.

ચોથા નંબર પર રહી XUV 7XO
વેચાણના આ લિસ્ટમાં ચોથા નંબર પર મહિન્દ્રા XUV 7XO રહી. મહિન્દ્રા XUV 7XO ના 9097 યુનિટનું વેચાણ આ દરમિયાન થયું છે. તો પાંચમાં નંબર પર વેચાણના લિસ્ટમાં ટોયોટા ઇનોવા + હાઇક્રોસ રહી. ટોયોટા ઇનોવાએ આ દરમિયાન 18.1 ટકાના વાર્ષિક ઘટાડાની સાથે કુલ 8008 યુનિટ્સનું વેચાણ કર્યું.

આ પણ વાંચોઃ RCમાં મોબાઈલ નંબર બદલવા માટે RTO જવાની જરૂર નથી; જાણો ઘર બેઠા અપડેટ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ રીત

છઠ્ઠા નંબર પર રહી કિઆ કેરેન્સ
વેચાણના આ લિસ્ટમાં છઠ્ઠા નંબર પર કિઆ કોરેન્સ+ ક્લેવિસ રહી. આ કારને કુલ 6319 લોકોએ ખરીદી હતી. જ્યારે સાતમાં ક્રમે વેચાણના લિસ્ટમાં નવી મહિન્દ્રા 9S રહી. મહિન્દ્રા 9S ને કુલ 4636 લોકોએ પસંદ કરી છે. તો આઠમાં સ્થાને વેચાણના લિસ્ટમાં મારૂતિ XL6 રહી. મારૂતિ XL6 ના આ દરમિયાન 3251 યુનિટ વેચાયા છે.

છેલ્લા સ્થાને રહી રૂમિયન
બીજીતરફ વેચાણના લિસ્ટમાં નવમા ક્રમે ટોયોટા ફોર્ચ્યુનર રહી. ફોર્ન્યુનરને આ દરમિયાન 3185 લોકોએ ખરીદી હતી. તો છેલ્લા સ્થાને ટોયોટા રૂમિયન રહી. ટોયોટા રૂમિયનને આ દરમિયાન 2481 લોકોએ ખરીદી છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Utility News