• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /રાષ્ટ્રીય
  • /'દિલ્હી કેદમાં કેમ છે...': રાહુલ ગાંધીનો પ્રશ્ન, 'ઇન્ડિયા' ગઠબંધનના નેતાઓ આજે અરજી દાખલ કરવા સુપ્રીમ કોર્ટ જશે

'દિલ્હી કેદમાં કેમ છે...': રાહુલ ગાંધીનો પ્રશ્ન, 'ઇન્ડિયા' ગઠબંધનના નેતાઓ આજે અરજી દાખલ કરવા સુપ્રીમ કોર્ટ જશે

દિલ્હીમાં સોમવારે ઈન્ડિયા બ્લોકના નેતા સુપ્રીમ કોર્ટ સુધી માર્ચ કરશે. રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદમાં વોટ ચોરી મુદ્દે સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવશે.

Written ByGokani Dhaval
Published: Oct 12, 2026, 12:43 PM IST|Updated: Oct 12, 2026, 12:45 PM IST
joinshare
'દિલ્હી કેદમાં કેમ છે...': રાહુલ ગાંધીનો પ્રશ્ન, 'ઇન્ડિયા' ગઠબંધનના નેતાઓ આજે અરજી દાખલ કરવા સુપ્રીમ કોર્ટ જશે

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
જંતર-મંતર પર હવે નહીં થઈ શકે આંદોલન: ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, પ્રદર્શન માટે ૩ નવા સ્થળો નક્કી કરાયા

જંતર-મંતર પર હવે નહીં થઈ શકે આંદોલન: ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, પ્રદર્શન માટે ૩ નવા સ્થળો નક્કી કરાયા

2

Kothimbir Vadi Recipe: મહારાષ્ટ્રની સ્પેશિયલ કોથંબીર વડી બનાવવાની સરળ રીત, ઓછા સમયમાં બનશે ટેસ્ટી નાસ્તો

3

'દિલ્હી કેદમાં કેમ છે...': રાહુલ ગાંધીનો પ્રશ્ન, 'ઇન્ડિયા' ગઠબંધનના નેતાઓ આજે અરજી દાખલ કરવા સુપ્રીમ કોર્ટ જશે

4

મોંઘા પ્રોટીન પાવડર લેવાની જરૂર નહીં પડે, આ 4 દેશી વસ્તુઓથી શરીરને મળશે ભરપુર પ્રોટીન અને એનર્જી

5

Skin Care Tips: ઋતુ બદલી રહી છે તો સ્કિન કેર રુટીન પણ બદલો, ડબલ ઋતુમાં આ રીતે કરો સ્કિનની દેખરેખ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

મુખ્ય ચૂંટણી કમિશનર  (CEC) જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં થઈ રહેલા પ્રદર્શનો પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યુ કે લોકોને દિલ્હી આવતા રોકવામાં આવી રહ્યું છે. દિલ્હીને કિલ્લો બનાવી દેવામાં આવી છે. ચારેતરફ પોલીસકર્મી તૈનાત છે. અમે ઈચ્છીએ છીએ કે દિલ્હીમાં 20-30 હજાર પોલીસકર્મી તૈનાત રહે. તેનાથી ખ્યાલ આવે છે કે સરકાર જ્ઞાનેશ કુમારને બચાવી રહી છે. મારી દિલ્હી પોલીસ સાથે વાત થાય છે. આશરે 50 ટકા પોલીસકર્મી અમારી સાથે છે અને તે કહી રહ્યાં છે તમે જે કરી રહ્યાં છો તે સારૂ કરી રહ્યાં છો.

લોકસભામાં નેતા વિપક્ષ રાહુલ ગાંધીએ કહ્યુ કે પોલીસ અને વહીવટી તંત્રના લોકો પણ સરકારથી નારાજ છે. પોલીસકર્મી કહી રહ્યાં છે કે તમે અમારા હાથે બાળકોને કેમ મરાવી રહ્યાં છો. તે બાળકો સાથે ગેરવર્તન કરવા ઈચ્છતા નથી. પરંતુ ભાજપ અને સંઘના લોકો બાળકો સાથે અત્યાચાર કરી રહ્યાં છે. વોટ ચોરી વિરુદ્ધ આંદોલનને સરકાર દબાવવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ હું પૂછવા ઈચ્છુ છું કે જ્ઞાનેશ કુમાર કેમ રાજીનામું આપી રહ્યાં નથી. સરકારે જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ પ્રદર્શન માટે કોઈ જગ્યા નથી આપી. જંતર-મંતર જવા દેવામાં આવી રહ્યાં નથી.

 

#WATCH | Delhi | Lok Sabha LoP Rahul Gandhi says, "We want 20,000 to 30,000 police personnel deployed on the streets. The government is committing a grave mistake, because we want to show the country that Modi ji wants to ensure the security of Gyanesh Kumar... The more he is protected, the more we will ultimately reach his controller... We are receiving reports that police personnel are distressed because they are being ordered to beat up young people, while instructions are being issued to give RSS members a free hand."

— ANI (@ANI) October 12, 2026

‘સરકાર ખુબ મોટી ભૂલ કરી રહી છે’
લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ કહ્યું- 'અમે ઈચ્છીએ છીએ કે રસ્તાઓ પર 20-30 હજાર પોલીસકર્મી તૈનાત કરવામાં આવે. સરકાર મોટી ભૂલ કરી રહી છે, કારણ કે અમે દેશને કહેવા ઈચ્છીએ છીએ કે મોદી જી જ્ઞાનેશ કુમારને બચાવી રહ્યાં છે. તેમને જેટલી વધુ સુરક્ષા મળશે, અમે અંતે તેમના કંટ્રોલર સુધી સરળતાથી પહોંચી જઈશું. અમને તેવા સમાચાર મળી રહ્યાં છે કે પોલીસકર્મી પરેશાન છે કારણ કે તેને બાળકોને મારવાનો આદેશ આપવામાં આવ્યો છે, જ્યારે RSSના સભ્યોને ખુલી છૂટ આપવાનો નિર્દેશ આપવામાં આવી રહ્યો છે.'

 

#WATCH | Delhi | Lok Sabha LoP Rahul Gandhi says, "We want 20,000 to 30,000 police personnel deployed on the streets. The government is committing a grave mistake, because we want to show the country that Modi ji wants to ensure the security of Gyanesh Kumar... The more he is protected, the more we will ultimately reach his controller... We are receiving reports that police personnel are distressed because they are being ordered to beat up young people, while instructions are being issued to give RSS members a free hand."

— ANI (@ANI) October 12, 2026

રાહુલ ગાંધી બોલ્યા- દેશ એકતરફ અને મોદી એન્ડ ટીમ બીજી તરફ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું- 50% પોલીસકર્મી અમને જણાવી રહ્યાં છે કે અમે જે કરી રહ્યાં છીએ (CEC વિરુદ્ધ આંદોલન) તે સાચુ છે અને અમારે તેને યથાવત રાખવું જોઈએ. પોલીસ, ITBP, CRPF, ભારતના લોકો એક તરફ છે અને નરેન્દ્ર મોદી, અમિત શાહ, અજીત ડોભાલ, જ્ઞાનેશ કુમાર અને ચૂંટણીપંચના 4-5 સભ્યો જે વોટ ચોરીને સુગમ બનાવી રહ્યાં છે અને દેશનું અપહરણ કરી રહ્યાં છે, તે બીજીતરફ છે.

આ પણ વાંચોઃ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે જણાવ્યું, રાહુલ ગાંધીને મળવાનો કેમ કર્યો ઇનકાર?

આજે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીશું
લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ કહ્યું- કોંગ્રેસ અધ્યક્ષ અને મેં ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાને પત્ર લખ્યો, જેમાં અમે ભારતીય લોકતંત્ર અને ચૂંટણીની નિષ્પક્ષતાની હત્યા વિશે પોતાની ગંભીર ચિંતા વ્યક્ત કરી. સીજેઆઈએ અમને જવાબ આપ્યો અને અરજી દાખલ કરવાનો નિર્દેશ આપ્યો. આજે હું અને ઈન્ડિયા ગઠબંધનના નેતા મળી સુપ્રીમ કોર્ટ જઈશું અને અરજી દાખલ કરીશું.

 

Add Zee News as a Preferred Source
TAGS:
India News