દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનર (સીઈસી) જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ પ્રદર્શનો વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રાલયે જંતર-મંતરને પ્રદર્શન સ્થળના લિસ્ટમાંથી હટાવી દીધું છે. ગૃહમંત્રાલયની સમિતિની ભલામણના આધાર પર દિલ્હીમાં ધરણા-પ્રદર્શન માટે ત્રણ નવા સ્થળ નક્કી કરવામાં આવ્યા છે.
રામલીલા મેદાન, બુરાડી મેદાન અને સીબીડી મેદાન, પૂર્વી દિલ્હી પ્રદર્શન માટે નક્કી કરવામાં આવ્યા છે. જંતર-મંતરને પ્રદર્શન સ્થળના રૂપમાં આપવામાં આવેલું નોટિફિકેશન રદ્દ કરી દેવામાં આવ્યું છે. આશરે 33 વર્ષ સુધી જંતર-મંતર પ્રદર્શનનું સ્થળ રહ્યું. આ પહેલા ઈન્ડિયા ગેટની બોટ ક્લબ પ્રદર્શન સ્થળ હતી.
Ministry of Home Affairs, Government of India, had constituted a Committee to examine alternative proper venues for citizen's right for organizing protest/demonstrations in place of the existing "designated site". Based on the Committee's recommendations, Jantar Mantar as a protest venue has been de-notified. Three new venues viz Ramlila Ground, Burari Ground and CBD Ground, East Delhi have been designated as new venues for organizing protest/demonstrations. Detailed and revised SOP for organizing protest/demonstrations at these three venues will be issued separately. This is in partial modification of earlier Standing Order No. L&O/48/22 dated 28.04.2022. (Notice issued by Anurag Kumar, Delhi Police Commissioner)
— ANI (@ANI) October 12, 2026
કોકરોચ જનતા પાર્ટીએ માગી હતી મંજૂરી
કોકરોચ જનતા પાર્ટીએ જંતર-મંતર પર પ્રદર્શનની મંજૂરી માગી હતી. આ વચ્ચે સરકારે મોટું પગલું ભરતા તેને ધરણા સ્થળના લિસ્ટમાંથી હટાવી દીધું છે. હવે માત્ર બુરાડી મેદાન, સીબીડી મેદાન અને રામલીલા મેદાનમાં પ્રદર્શન કરી શકાશે. જંતર-મંતર એક ઐતિહાસિક સ્થળ છે, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી તે લોકતંત્રનો અવાજ બનેલું હતું. દેશભરમાં સમસ્યા હોય ખેડૂતોની, ખેલાડીઓની કે પછી સરકારી કર્મચારીઓની. તે જંતર-મંતર પર પહોંચી શાંતિપૂર્ણ વિરોધ કરતા હતા. પરંતુ હવે જંતર-મંતર પર કોઈ પ્રદર્શન કરી શકાશે નહીં.
આ પણ વાંચોઃ 'દિલ્હી કેદમાં કેમ છે...': રાહુલ ગાંધીનો પ્રશ્ન, 'ઇન્ડિયા' ગઠબંધનના નેતાઓ આજે અરજી દાખલ કરવા સુપ્રીમ કોર્ટ જશે
દિલ્હી પોલીસ અનુસાર આ ત્રણેય જગ્યા પર પ્રદર્શન અને ધરણા આયોજિત કરવા માટે વિગતવાર SOP અલગથી જારી થશે. આ 28 એપ્રિલ 2022ના જારી આદેશમાં આંશિક સુધાર છે.
ક્યા છે જંતર-મંતર
જંતર-મંતર નવી દિલ્હીના લુટિયન્સ વિસ્તારમાં છે. કનોટ પ્લેસથી તેનું અંતર માત્ર 100 મીટર છે. જંતર-મંતરથી સંસદ ભવન 500 મીટર દૂર છે. તેવામાં આ સંવેદનશીલ વિસ્તાર છે અને તેથી અહીં કડક સુરક્ષા વ્યવસ્થા રહે છે. જંતર-મંતર ક્યારેક ભારતની વૈજ્ઞાનિક પ્રગતિનું પ્રતીક હતું. તેનો ઉપયોગ વૈજ્ઞાનિક શોધ માટે થતો હતો.