• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /લાઇફસ્ટાઇલ
  • /Kothimbir Vadi Recipe: મહારાષ્ટ્રની સ્પેશિયલ કોથંબીર વડી બનાવવાની સરળ રીત, ઓછા સમયમાં બનશે ટેસ્ટી નાસ્તો

Kothimbir Vadi Recipe: મહારાષ્ટ્રની સ્પેશિયલ કોથંબીર વડી બનાવવાની સરળ રીત, ઓછા સમયમાં બનશે ટેસ્ટી નાસ્તો

Kothimbir Vadi Recipe: જો તમે નાસ્તામાં ટેસ્ટી અને નવી વસ્તુ ખાવા માંગો છો તો ચાલો તમને મહારાષ્ટ્રની ફેમસ કોથંબીર વડી ઘરે બનાવવાની સરળ રીત જણાવીએ. આ રીત ફોલો કરી તમે ઓછા સમયમાં ટેસ્ટી કોથંબીર વડી ઘરે બનાવી શકશો.

Written ByKrupa Shah
Published: Oct 12, 2026, 01:21 PM IST|Updated: Oct 12, 2026, 01:24 PM IST
joinshare
Kothimbir Vadi Recipe: મહારાષ્ટ્રની સ્પેશિયલ કોથંબીર વડી બનાવવાની સરળ રીત, ઓછા સમયમાં બનશે ટેસ્ટી નાસ્તો

About the Author

    Krupa Shah

    Krupa Shah

    Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.
    Read More

    Trending

    • News
    • Photos
    • Videos
    ન્યૂઝીલેન્ડ પ્રવાસ પહેલા ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર, સ્ટાર બેટ્સમેન ઈજાગ્રસ્ત

    ન્યૂઝીલેન્ડ પ્રવાસ પહેલા ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર, સ્ટાર બેટ્સમેન ઈજાગ્રસ્ત

    2

    6 હત્યાના આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ગુરુગ્રામથી પકડ્યો તો ફટાક દઈને બોલ્યો-હું પાનસિંહ તોમરનો વંશજ છું

    3

    હવે મંત્રીઓ સાથે સરકારી બાબુઓ પણ વટ પાડશે! Mahindra Thar અને Nexon EV ચલાવશે અધિકારીઓ

    4

    જંતર-મંતર પર હવે નહીં થઈ શકે આંદોલન: ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, પ્રદર્શન માટે ૩ નવા સ્થળો નક્કી કરાયા

    5

    Kothimbir Vadi Recipe: મહારાષ્ટ્રની સ્પેશિયલ કોથંબીર વડી બનાવવાની સરળ રીત, ઓછા સમયમાં બનશે ટેસ્ટી નાસ્તો

    logo
    • contact us
    • privacy policy
    • legal
    • investor info
    • advertise with us
    • careers
    © 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

    Kothimbir Vadi Recipe: મહારાષ્ટ્રના ઠેચા, મિસળ, વડાપાવની સાથે કોથંબીર વડી પણ ફેમસ છે. કોથંબીર વડીનું નામ તમે અવારનવાર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં સાંભળ્યું હશે. જેમાં માધવી એ બનાવેલી કોથંબીર વડી આખા ગોકુલધામમાં ફેમસ છે. કોથંબીર વડી એવો નાસ્તો છે જેનો સ્વાદ દાઢે વળગી જાય.

    જો તમે મહારાષ્ટ્રની ફેમસ કોથંબીર વડી ઘરે બનાવવા માંગો છો તો ચાલો તેની પરંપરિક રીત તમને જણાવીએ. આ રીતે તમે ઘરે સરળતાથી કોથંબીર વડી બનાવી શકો છો. ચા સાથે પરોઠા પુરી જેવો નાસ્તો તો તમે અવારનવાર કરતા હશો. એક વખત આ રીત ફોલો કરી ઘરે કોથંબીર વડી બનાવો. કોથંબીર વડી પણ ચા સાથે ખાવાની મજા પડે તેવો નાસ્તો છે.

    આ પણ વાંચો: Lasaniya Mamra: જોતાં જ મોંમાં પાણી આવી જાય તેવા ચટાકેદાર લસણીયા મમરા ઘરે બનાવવાની રીત

    કોથંબીર વડી માટેની સામગ્રી

    ઝીણી સમારેલી કોથમીર બે કપ 
    ચણાનો લોટ એક કપ 
    આદુ લસણ, મરચાંની પેસ્ટ એક ચમચી 
    તલ એક ચમચી 
    કાશ્મીરી લાલ મરચું પાવડર 
    ધાણાજીરું 
    હળદર 
    મીઠું 
    શેકેલું જીરું 
    લીંબુ

    કોથંબીર વડી બનાવવાની રીત

    1. મહારાષ્ટ્રીયન સ્ટાઇલ કોથંબીર વડી ઘરે બનાવવાની રીત ખુબ જ સરળ છે. સૌથી પહેલા બારીક સમારેલા ધાણા એટલે કે કોથમીરને પાણીથી બરાબર સાફ કરો. ત્યારબાદ કોથમીરને એક કપડાં પર થોડી મિનિટ રાખો જેથી વધારાનું પાણી નીકળી જાય.

    આ પણ વાંચો:Farali Recipe: નવરાત્રીમાં વ્રતમાં નાસ્તામાં બનાવો ફરાળી મસાલા પરોઠા, દહીં સાથે ખાવાની મજા પડી જશે

    2. એક મોટા બાઉલમાં સાફ કરેલી કોથમીર લેવી અને તેમાં ચણાનો લોટ ધીરે ધીરે ઉમેરો. ચણાના લોટમાં ગાંઠા ન પડી જાય તે વાતનું ધ્યાન. કોથમીર અને ચણાનો લોટ બરાબર મિક્સ થઈ જાય પછી તેમાં બીજા મસાલા કરવા.

    3. કોથમીર અને ચણાના લોટના મિશ્રણમાં આદુ-મરચા-લસણની પેસ્ટ અને તલ ઉમેરવા. ત્યારબાદ તેમાં તમારા ઘરમાં જેટલું ખવાતું હોય એટલું લાલ મરચું પાવડર ઉમેરવું. સાથે જ તેમાં જરૂર અનુસાર ધાણાનો પાવડર શેકેલા જીરાનો પાવડર અને હળદર ઉમેરવી.

    4. બધી જ સામગ્રી બરાબર મિક્સ થઈ જાય પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી લીંબુનો રસ અને થોડું પાણી ઉમેરવું અને લોટ મિક્સ કરવો. કોથમીર અને ચણાના લોટનું મિશ્રણ એવું હોવું જોઈએ જેમાંથી તમે ગોળ રોલ બનાવી શકો. જો મિશ્રણ વધારે પડતું ડ્રાય હોય તો થોડું પાણી છાંટીને સોફ્ટ લોટ બનાવો.

    આ પણ વાંચો: Farali Idli: નવરાત્રીના વ્રતમાં ખાઈ શકાય તેવી સામાની ઈડલી બનાવવાની નોંધી લો રીત

    5. હવે બંને હાથ પર તેલ લગાવો અને રોટલીના પાટલા પર પણ તેલ લગાવો અને તેના પર ચણાના લોટ અને કોથમીરનું મિશ્રણ લઈ એક રોલ બનાવો. તૈયાર કરેલા રોલને 15 મિનિટ માટે ઢોકળાની જેમ સ્ટીમ કરી લો.

    6. 15 મિનિટ પછી ટૂથપીકની મદદથી ચેક કરો કે ચણાનો લોટ બરાબર કૂક થઈ ગયો છે કે નહીં. ત્યારબાદ રોલમાંથી નાના નાના ટુકડા કરો અને તેને ઠંડા થવા દો.

    7. હવે એક કડાઈમાં બે થી ત્રણ ચમચી તેલ ગરમ કરો અને તેમાં કોથંબીર વડીના ટુકડા ઉમેરીને ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરો. કોથંબીર વડી ઉપરથી ગોલ્ડન બ્રાઉન થવા લાગે એટલે ગેસ બંધ કરી દો અને ગરમાગરમ કોથંબીર વડી ચા સાથે સર્વ કરો.

    (Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
     

    Add Zee News as a Preferred Source
    TAGS:
    recipe