• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /લાઇફસ્ટાઇલ
  • /Farali Recipe: નવરાત્રીમાં વ્રતમાં નાસ્તામાં બનાવો ફરાળી મસાલા પરોઠા, દહીં સાથે ખાવાની મજા પડી જશે

Farali Recipe: નવરાત્રીમાં વ્રતમાં નાસ્તામાં બનાવો ફરાળી મસાલા પરોઠા, દહીં સાથે ખાવાની મજા પડી જશે

Rajgara Paratha Recipe: નવરાત્રીના વ્રતમાં સવારે નાસ્તામાં શું ખાવું તેવો પ્રશ્ન થતો હોય તો તેનો જવાબ છે આ મસાલા પરોઠા. રાજગરાના લોટના આ પરોઠા નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન છે. દહીં સાથે આ પરોઠા ખાઈ લેશો પેટ કલાકો સુધી ભરેલું રહેશે અને વારંવાર કંઈ ખાવું નહીં પડે.

Written ByKrupa Shah
Published: Oct 11, 2026, 10:59 AM IST|Updated: Oct 11, 2026, 11:05 AM IST
joinshare
Farali Recipe: નવરાત્રીમાં વ્રતમાં નાસ્તામાં બનાવો ફરાળી મસાલા પરોઠા, દહીં સાથે ખાવાની મજા પડી જશે

About the Author

    Krupa Shah

    Krupa Shah

    Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.
    Read More

    Trending

    • News
    • Photos
    • Videos
    ઇન્દોરમાં ભારતનો દબદબો! રોમાંચક મેચમાં વેસ્ટ ઇન્ડીઝને 14 રનથી હરાવીને સિરીઝમાં 2-1ની મેળવી લીડ

    ઇન્દોરમાં ભારતનો દબદબો! રોમાંચક મેચમાં વેસ્ટ ઇન્ડીઝને 14 રનથી હરાવીને સિરીઝમાં 2-1ની મેળવી લીડ

    2

    દીપકેએ કહ્યું: દાદીના મૃત્યુ પછી, તેમને તેમના પરિવાર સાથે વાત કરવા દેવામાં આવી નહીં, દિલ્હી પોલીસે વીડિયો જાહેર કરીને કર્યો પર્દાફાશ

    3

    નાયરા બાદ વધુ એક કંપનીએ વધાર્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ, લોકોને તહેવારમાં વધુ એક મોંઘવારીનો માર !

    4

    અભિષેક શર્માનો વધુ એક વર્લ્ડ રેકોર્ડ, સૂર્યાને પછાડી T20માં સૌથી ઝડપી 2000 રન પૂરા કરનાર બેટ્સમેન બન્યો

    5

    સમુદ્રમાં લક્ઝરીનું નવું ડેસ્ટિનેશન! કોર્ડેલિયા સ્કાયનું ભવ્ય લોન્ચિંગ, 1500 ડ્રોન્સ દ્વારા કરાયું સ્વાગત

    logo
    • contact us
    • privacy policy
    • legal
    • investor info
    • advertise with us
    • careers
    © 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

    Rajgara Paratha Recipe: 11 ઓક્ટોબરથી નવરાત્રીનો પાવન પર્વ શરુ થયો છે. નવરાત્રી દરમિયાન લોકો ઉપવાસ કરતાં હોય છે. વ્રત દરમિયાન ઘણા લોકોને તો વારંવાર ભુખ લાગી જાય છે. આવું ન થાય તે માટે એવી વસ્તુ ખાવી જોઈએ જેને ખાધા પછી પેટ કલાકો સુધી ભરેલું રહે. પેટ ભરેલું રહે તે માટે તમે નાસ્તામાં ફરાળી પરોઠા બનાવીને ખાઈ શકો છો. દહીં સાથે આ પરોઠા ખાઈ લેશો તો સાંજ સુધી પેટ ભરેલું રહેશે.

    વ્રત દરમિયાન પણ સવારે નાસ્તો કરવો જરૂરી હોય છે. ઘણા લોકો ફરાળમાં વેફર, ચેવડો જેવો નાસ્તો કરે છે જેના કારણે વારંવાર ભુખ લાગે છે. જેના કારણે વ્રત હોવા છતાં આખો દિવસ કંઈ કંઈ ખવાતું રહે છે. પરંતુ જો તમે તળેલા નાસ્તાને બદલે સવારે પરોઠા, દહીં લેશો તો પેટ સાંજ સુધી ભરેલું રહેશે અને વ્રત દરમિયાન વારંવાર ખાવાની ઈચ્છા પણ નહીં થાય.

    રાજગરાના લોટના ફાયદા

    આ પણ વાંચો: Sabudana Vada: આ માપ અનુસાર સાબુદાણા અને બાફેલા બટેટા લેશો તો વડા ક્રિસ્પી બનશે, વધારે તેલ પણ નહીં પીવે

    વ્રત દરમિયાન ખવાતો રાજગરાનો લોટ પ્રોટીનથી ભરપુર હોય છે. તેને ખાવાથી પેટ કલાકો સુધી ભરેલું રહેશે. રાજગરામાં જરૂરી એમિનો એસિડ પણ હોય છે. રાજગરાનો લોટ ગ્લુટન ફ્રી હોય છે. રાજગરો કેલ્શિયમ અને મેગ્નેશિયમથી ભરપુર હોય છે. ફરાળમાં ખવાતો રાજગરાનો લોટ તમને વ્રત દરમિયાન એનર્જી આપશે.

    ફરાળી પરોઠા માટેની સામગ્રી

    2 કપ રાજગરાનો લોટ
    100 ગ્રામ ખમણેલું પનીર
    2 બાફેલા બટેટા
    શેકેલા સિંગદાણાનો પાવડર
    કોથમીર ઝીણી સમારેલી
    આદુ મરચાંની પેસ્ટ
    શેકેલું જીરું
    મીઠું
    તેલ

    આ પણ વાંચો: Farali Idli: નવરાત્રીના વ્રતમાં ખાઈ શકાય તેવી સામાની ઈડલી બનાવવાની નોંધી લો રીત

    મસાલા પરોઠા બનાવવાની રીત

    - સૌથી પહેલા એક મોટા બાઉલમાં બટેટાને મેશ કરો અને તેમાં મીઠું, સીંગદાણાનો પાવડર અને રાજગરાનો લોટ મિક્સ કરો.
    - ત્યારબાદ તેમાં આદુ-મરચાંની પેસ્ટ, કોથમીર, શેકેલું જીરું ઉમેરો અને મિશ્રણને હળવા હાથે હલાવો.
    - પરોઠાના લોટમાં તેલ અને પનીર એડ કરી લોટ બાંધો. જો લોટ વધારે કોરો લાગતો હોય તો દહીં ઉમેરી પરોઠાનો લોટ બાંધો.
    - લોટને 10 મિનિટ ઢાંકીને રાખો અને ત્યારબાદ તેમાંથી પરોઠા વણી ઘી સાથે શેકો.
    - તૈયાર કરેલા પરોઠા ગ્રીન ચટણી અથવા દહીં સાથે ખાઈ શકો છો.

     

    Add Zee News as a Preferred Source
    TAGS:
    recipe