• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /લાઇફસ્ટાઇલ
  • /મોંઘા પ્રોટીન પાવડર લેવાની જરૂર નહીં પડે, આ 4 દેશી વસ્તુઓથી શરીરને મળશે ભરપુર પ્રોટીન અને એનર્જી

મોંઘા પ્રોટીન પાવડર લેવાની જરૂર નહીં પડે, આ 4 દેશી વસ્તુઓથી શરીરને મળશે ભરપુર પ્રોટીન અને એનર્જી

Natural Protein Supplements: જો તમે મોંઘા પાવડર લીધા વિના પ્રોટીન ઈનટેક વધારવા માંગો છો તો ચાલો તમને જણાવીએ 4 દેશી વસ્તુઓ વિશે જે તમને ભરપુર માત્રામાં પ્રોટીન પુરું પાડશે. આ વસ્તુઓ લેવાથી શરીરમાં એનર્જી પણ જળવાઈ રહે છે.

Written ByKrupa Shah
Published: Oct 12, 2026, 12:42 PM IST|Updated: Oct 12, 2026, 12:47 PM IST
joinshare
મોંઘા પ્રોટીન પાવડર લેવાની જરૂર નહીં પડે, આ 4 દેશી વસ્તુઓથી શરીરને મળશે ભરપુર પ્રોટીન અને એનર્જી

About the Author

    Krupa Shah

    Krupa Shah

    Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.
    Read More

    Trending

    • News
    • Photos
    • Videos
    જંતર-મંતર પર હવે નહીં થઈ શકે આંદોલન: ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, પ્રદર્શન માટે ૩ નવા સ્થળો નક્કી કરાયા

    જંતર-મંતર પર હવે નહીં થઈ શકે આંદોલન: ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, પ્રદર્શન માટે ૩ નવા સ્થળો નક્કી કરાયા

    2

    Kothimbir Vadi Recipe: મહારાષ્ટ્રની સ્પેશિયલ કોથંબીર વડી બનાવવાની સરળ રીત, ઓછા સમયમાં બનશે ટેસ્ટી નાસ્તો

    3

    'દિલ્હી કેદમાં કેમ છે...': રાહુલ ગાંધીનો પ્રશ્ન, 'ઇન્ડિયા' ગઠબંધનના નેતાઓ આજે અરજી દાખલ કરવા સુપ્રીમ કોર્ટ જશે

    4

    મોંઘા પ્રોટીન પાવડર લેવાની જરૂર નહીં પડે, આ 4 દેશી વસ્તુઓથી શરીરને મળશે ભરપુર પ્રોટીન અને એનર્જી

    5

    Skin Care Tips: ઋતુ બદલી રહી છે તો સ્કિન કેર રુટીન પણ બદલો, ડબલ ઋતુમાં આ રીતે કરો સ્કિનની દેખરેખ

    logo
    • contact us
    • privacy policy
    • legal
    • investor info
    • advertise with us
    • careers
    © 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

    Natural Protein Supplements: હેલ્થની વાત આવે એટલે અત્યારે સૌથી પહેલા પ્રોટીન ઈનટેક વધારવાની સલાહ આપી દેવામાં આવે. છેલ્લા ઘણા સમયથી પ્રોટીન લેવાની વાતને મહત્વ મળવા લાગ્યું છે. આવા સમયે ઘણા લોકો શરીરની પ્રોટીનની જરૂરીયાત પુરી કરવા માટે મોંઘા પ્રોટીન પાવડર લેતા પણ થઈ ગયા છે. પરંતુ શું તમને જાણો છો કે કેટલીક એવી વસ્તુઓ પણ છે જે પ્રોટીનની બાબતમાં મોંઘા પાવડરને ટક્કર મારે છે. આ વસ્તુઓ શરીરને એનર્જી અને પ્રોટીન બંને પુરા પાડે છે. તો ચાલો આજે તમને પ્રોટીન પાવડરના 4 દેશી ઓપ્શન વિશે જણાવીએ.

    એ વાતમાં કોઈ શંકા નથી કે શરીર માટે પ્રોટીન મહત્વપૂર્ણ પોષકતત્વ છે. પ્રોટીન સ્નાયૂને મજબૂત કરે છે, સાથો સાથ પ્રોટીન વાળ અને સ્કિન માટે પણ જરૂરી છે. પ્રોટીન ઓછું હોય તો સ્નાયૂની નબળાઈ અને સ્કિન તેમજ હેર પ્રોબ્લેમ વધી શકે છે. આવું ન થાય તે માટે અત્યારથી જ આહારમાં આ 4 વસ્તુઓ એડ કરી લો. આ દેશી વસ્તુઓ પ્રોટીનનો નેચરલ સોર્સ ગણાય છે. તેનાથી શરીરને પુરતાં પ્રમાણમાં પ્રોટીન મળી શકે છે.

    પ્રોટીનથી ભરપુર દેશી વસ્તુઓ

    આ પણ વાંચો: શું તમે પણ સૂતી વખતે ઓશિકા નીચે મોબાઈલ રાખો છો ? તો તમને થઈ શકે છે આવી તકલીફો

    સોયાબીન

    પ્રોટીનનો સૌથી સારો સોર્સ સોયાબીન છે. સોયાબીનનો લોટ કરી તમે રોટલી બનાવી શકો છો. સોયાબીનને શાક તરીકે ખાઈ શકો છો. કોઈપણ રીતે સોયાબીન ડાયટમાં એડ કરી શકો છો. 100 ગ્રામ સોયાબીનમાંથી 35 થી 40 ગ્રામ પ્રોટીન મળે છે.

    સત્તુ પાવડર

    પ્રોટીનનો સૌથી સારો દેશી સોર્સ છે સત્તુ પાવડર. એક્સપર્ટ અનુસાર 100 ગ્રામ સત્તુ પાવડરમાંથી 20 થી 25 ગ્રામ પ્રોટીન શરીરને મળે છે. સત્તુ પાવડરમાં ફેટ ઓછું અને ફાઈબર વધારે હોય છે. ઠંડા પાણીમાં સત્તુ પાવડર, લીંબુ અને મીઠું મિક્સ કરી પીવાથી શરીરને ઠંડક, એનર્જી અને પ્રોટીન બધું એક સાથે મળી જશે.

    પનીર

    વેજીટેરિયન લોકો માટે પનીર પણ પ્રોટીનનો સારો સોર્સ છે. 100 ગ્રામ પનીરમાંથી તમને 18 થી 20 ગ્રામ પ્રોટીન મળી કહે છે. પનીરને તમે સ્ટર ફ્રાય કરીને, સલાડ સાથે કે શાક તરીકે લઈ શકો છો. જો કે પનીરમાં કેલેરી અને ફેટનું પ્રમાણ પણ વધારે હોય છે જેથી ડાયટ કરતાં લોકોએ પનીરની માત્રાનું ખાસ ધ્યાન રાખવું.

    આ પણ વાંચો: Liver Cancer: ફેટી લીવર કેન્સરનું કારણ બની શકે ? ફેટી લીવરની શરૂઆતનાં આ લક્ષણોને ઈગ્નોર કરતાં નહીં

    મગની દાળ

    પીળી મગની બાફેલી દાળ પ્રોટીનનો સારો સોર્સ છે. એક્સપર્ટ અનુસાર 100 ગ્રામ પીળી મગની દાળમાંથી 24 ખી 25 ગ્રામ પ્રોટીન મળે છે. મગની દાળ ડાયેટરી ફાઈબરથી પણ ભરપુર હોય છે. સૌથી ખાસ વાત એ છે કે દાળમાં ફેટ ખૂબ ઓછું હોય છે.

    આ 4 વસ્તુઓ દરેક ઘરમાં હોય છે. અને જો કોઈ વસ્તુ ન હોય તો તેને ખરીદી શકાય છે. કારણ કે આ વસ્તુઓ મોંઘા પ્રોટીન પાવડર કરતાં તો પરવળે તેવી જ હોય છે. આ વસ્તુઓને રોજના આહારમાં સામેલ કરવી પણ સરળ છે.

    (Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

     

    Add Zee News as a Preferred Source
    TAGS:
    Health News