• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /લાઇફસ્ટાઇલ
  • /Liver Cancer: ફેટી લીવર કેન્સરનું કારણ બની શકે ? ફેટી લીવરની શરૂઆતનાં આ લક્ષણોને ઈગ્નોર કરતાં નહીં

Liver Cancer: ફેટી લીવર કેન્સરનું કારણ બની શકે ? ફેટી લીવરની શરૂઆતનાં આ લક્ષણોને ઈગ્નોર કરતાં નહીં

Liver Cancer: લીવર સંબંધિત સમસ્યાના મામલા દિવસેને દિવસે વધતા જાય છે. જેમાં સૌથી વધારે ફેટી લીવરના કેસ હોય છે. ફેટી લીવર પર શરુઆતી સ્ટેજમાં ધ્યાન આપવામાં ન આવે તો આ સમસ્યા લીવર કેન્સરનું કારણ પણ બની શકે છે.

Written ByKrupa Shah
Published: Oct 11, 2026, 02:18 PM IST|Updated: Oct 11, 2026, 02:21 PM IST
joinshare
Liver Cancer: ફેટી લીવર કેન્સરનું કારણ બની શકે ? ફેટી લીવરની શરૂઆતનાં આ લક્ષણોને ઈગ્નોર કરતાં નહીં

About the Author

    Krupa Shah

    Krupa Shah

    Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.
    Read More

    Trending

    • News
    • Photos
    • Videos
    ઇન્દોરમાં ભારતનો દબદબો! રોમાંચક મેચમાં વેસ્ટ ઇન્ડીઝને 14 રનથી હરાવીને સિરીઝમાં 2-1ની મેળવી લીડ

    ઇન્દોરમાં ભારતનો દબદબો! રોમાંચક મેચમાં વેસ્ટ ઇન્ડીઝને 14 રનથી હરાવીને સિરીઝમાં 2-1ની મેળવી લીડ

    2

    દીપકેએ કહ્યું: દાદીના મૃત્યુ પછી, તેમને તેમના પરિવાર સાથે વાત કરવા દેવામાં આવી નહીં, દિલ્હી પોલીસે વીડિયો જાહેર કરીને કર્યો પર્દાફાશ

    3

    નાયરા બાદ વધુ એક કંપનીએ વધાર્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ, લોકોને તહેવારમાં વધુ એક મોંઘવારીનો માર !

    4

    અભિષેક શર્માનો વધુ એક વર્લ્ડ રેકોર્ડ, સૂર્યાને પછાડી T20માં સૌથી ઝડપી 2000 રન પૂરા કરનાર બેટ્સમેન બન્યો

    5

    સમુદ્રમાં લક્ઝરીનું નવું ડેસ્ટિનેશન! કોર્ડેલિયા સ્કાયનું ભવ્ય લોન્ચિંગ, 1500 ડ્રોન્સ દ્વારા કરાયું સ્વાગત

    logo
    • contact us
    • privacy policy
    • legal
    • investor info
    • advertise with us
    • careers
    © 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

    Liver Cancer: બેઠાડું જીવન શૈલી, ખરાબ ખાનપાન અને વ્યસનના કારણે ફેટી લીવરની સમસ્યા વધતી જાય છે. ફેટી લીવરને સામાન્ય ભાષામાં સમજીએ તો આ એક એવી સમસ્યા છે જેમાં લીવરની આસપાસ ફેટ વધારે જામી જાય છે. ફેટી લીવર એટલા માટે પણ ખતરનાક છે કે તેના કોઈ સ્પષ્ટ લક્ષણો દેખાતા નથી પરંતુ જો આ સમસ્યાને સમયસર કાબુમાં લેવામાં ન આવે તો તે આગળ જઈને લીવર કેન્સરનું કારણ પણ બની શકે છે. અને લીવર કેન્સર જોખમી કેન્સરમાંથી એક છે.

    ફેટી લીવર અને કેન્સર વચ્ચેના કનેક્શનની વાત કરીએ તો ડોક્ટરોનું જણાવવું છે કે ફેટી લીવર થાય તેને કેન્સર થઈ જ જાય એવું નથી. પરંતુ ફેટી લીવર ની સ્થિતિ પર ધ્યાન આપવામાં ન આવે તો તેના કારણે લીવરમાં સોજો અને લીવર પર સ્કારિંગ થવા લાગે છે. જો આવું થાય તો ફેટી લીવર કેન્સરનું કારણ બની શકે છે.

    આ પણ વાંચો: ગોળી ખાતી વખતે કેટલું પાણી પીવું ? આજે ડોક્ટરે જણાવેલી દવા ખાવાની સાચી રીતે જાણી જ લો

    હેલ્થ એક્સપર્ટ અનુસાર લીવરમાં જામેલું ફેટ લીવરમાં સોજો વધારે છે. ફેટી લીવરની સ્થિતિ લાંબા સમય સુધી રહે તો તેના કારણે લીવરને નુકસાન થવા લાગે છે.. ફેટી લીવરના કારણે લીવરના ટીસ્યુને નુકસાન થાય કે લીવર પર નિશાન બનવા લાગે તો તેના કારણે લીવર સરોસિસની સ્થિતિ સર્જાઈ શકે છે. ફેટી લીવર કરતા પણ ગંભીર લીવર સિરોસિસ હોય છે. લીવર સિરોસિસ જ્યારે લીવરના ટીશ્યુ વધારે ખરાબ થઈ જાય છે તો તે કેન્સર બની શકે છે.

    લીવર સંબંધિત કયા લક્ષણોને ઇગ્નોર ન કરવા ?

    ફેટી લીવર અને લીવર કેન્સર બંનેમાં શરૂઆતના સ્ટેજમાં સ્પષ્ટ લક્ષણો જોવા મળતા નથી. પરંતુ તેમ છતાં શરીરમાં કેટલાક ફેરફારો થાય છે જેના પરથી એ સમજી શકાય છે કે શરીરમાં કોઈ સમસ્યા છે. આ પ્રકારના લક્ષણો કે ફેરફાર દેખાતા હોય તો તુરંત જ ડોક્ટરની સલાહ લેવી. અહીં દર્શાવેલા એક પણ લક્ષણને લાંબા સમય સુધી ઇગ્નોર કરવાની ભૂલ કરવી નહીં.

    1. જો તમારી દિનચર્યામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થયો હોય તેમ છતાં તમારું વજન નોંધપાત્ર રીતે ઘટતું હોય તો આ લક્ષણને ઇગ્નોર ન કરો.

    2. તમારી ભૂખ અચાનક ઘટી જાય અને કલાકો સુધી કંઈ પણ ખાવા કે પીવાનું મન ન થાય અને પેટ સતત ભારી લાગતું હોય તો આ લક્ષણને પણ ગંભીરતાથી લેવું.

    આ પણ વાંચો: શું તમે પણ સૂતી વખતે ઓશિકા નીચે મોબાઈલ રાખો છો ? તો તમને થઈ શકે છે આવી તકલીફો

    3. પેટમાં લીવરની આસપાસ દુખાવો સોજો કે ભારેપણાનો અનુભવ થતો હોય તો તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરવો. લીવરમાં સમસ્યા હોય તો પેટમાં ઉપરના ભાગે જમણી તરફ દુખાવો રહે છે.

    4. જો પેટનો આકાર અચાનક વધવા લાગે કે પછી પેટમાં પાણી ભરાયું હોય તેવો અનુભવ થાય તો સમય બગાડ્યા વિના ડોક્ટર પાસે પહોંચી જવું.

    5. લીવર સંબંધિત સમસ્યાઓ શરીરમાં વધતી હોય તો તેનું લક્ષણ આંખ અને સ્કીન પર પણ જોવા મળે છે. આંખો સફેદ ભાગ પીળો દેખાવા લાગે કે પછી ત્વચા પીળી દેખાતી હોય તો તે પણ લીવર સંબંધિત ગંભીર સમસ્યાનું લક્ષણ હોઈ શકે છે.

    આ સિવાય શરીરમાં થાક અને નબળાઈનો અનુભવ પણ થાય છે. જોકે અહીં દર્શાવેલા લક્ષણો જણાવતા હોય તેનો મતલબ એવો નથી કે લીવરની કોઈ ગંભીર બીમારી કે પછી કેન્સર થઈ ગયું છે. આ લક્ષણો એ દર્શાવે છે કે તમારે તમારા લીવરની સ્થિતિ પર ધ્યાન આપવાની જરૂર છે. અહીં દર્શાવેલા કોઈપણ લક્ષણ જણાય તો તેને ઇગ્નોર કરવાને બદલે તુરંત જ ચેકઅપ કરાવી લેવું.

     

    (Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
     

    Add Zee News as a Preferred Source
    TAGS:
    Health News