• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /અમદાવાદ
  • /અમદાવાદ: છડેચોક નિયમોની ઐસી કી તૈસી! NOC મળી નથી તો પણ પહેલાં નોરતે જીગરદાન ગઢવીના ગરબા કઈ રીતે થયા?

અમદાવાદ: છડેચોક નિયમોની ઐસી કી તૈસી! NOC મળી નથી તો પણ પહેલાં નોરતે જીગરદાન ગઢવીના ગરબા કઈ રીતે થયા?

11 ઓક્ટોબરના રોજ રવિવારથી અંબામાતાના નવલા નોરતાની શરૂઆત થઈ ગઈ છે. પરંતુ પહેલા જ નોરતે જીગરદાન ગઢવીના ગરબા અંગે વિવાદ ઊભો થયો છે. ફાયર વિભાગની મંજૂરી મળી જ નહતી તો કઈ રીતે યોજાયા ગરબા? જાણો શું છે મામલો.

Written ByViral Raval
Published: Oct 12, 2026, 11:33 AM IST|Updated: Oct 12, 2026, 12:00 PM IST
joinshare
અમદાવાદ: છડેચોક નિયમોની ઐસી કી તૈસી! NOC મળી નથી તો પણ પહેલાં નોરતે જીગરદાન ગઢવીના ગરબા કઈ રીતે થયા?
Image Credit: AI Generated Image with Video Grabs

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
'દિલ્હી કેદમાં કેમ છે...': રાહુલ ગાંધીનો પ્રશ્ન, 'ઇન્ડિયા' ગઠબંધનના નેતાઓ આજે અરજી દાખલ કરવા સુપ્રીમ કોર્ટ જશે

'દિલ્હી કેદમાં કેમ છે...': રાહુલ ગાંધીનો પ્રશ્ન, 'ઇન્ડિયા' ગઠબંધનના નેતાઓ આજે અરજી દાખલ કરવા સુપ્રીમ કોર્ટ જશે

2

મોંઘા પ્રોટીન પાવડર લેવાની જરૂર નહીં પડે, આ 4 દેશી વસ્તુઓથી શરીરને મળશે ભરપુર પ્રોટીન અને એનર્જી

3

Skin Care Tips: ઋતુ બદલી રહી છે તો સ્કિન કેર રુટીન પણ બદલો, ડબલ ઋતુમાં આ રીતે કરો સ્કિનની દેખરેખ

4

લોકોમાં આ દેશી SUVનું ભારે આકર્ષણ, 30 દિવસમાં 17313 લોકોએ ખરીદી; જુઓ ટોપ-10 લિસ્ટ

5

અમદાવાદ: છડેચોક નિયમોની ઐસી કી તૈસી! NOC મળી નથી તો પણ પહેલાં નોરતે જીગરદાન ગઢવીના ગરબા કઈ રીતે થયા?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

ઈનપુટ અર્પણ કાયદાવાલા/ દર્શલ રાવલ, અમદાવાદ: ખ્યાતનમામ ગુજરાતી ગાયક જીગરદાન ગઢવીના ગરબાના આયોજનને લઈને વિવાદ સામે આવ્યો છે. જીગરદાન ગઢવીના આ વખતે અમદાવાદમાં ન્યૂ સાયન્સ સિટી રોડ પર સાચી ગરબા ઈવેન્ટના નામે આયોજન કરાયેલું છે. પરંતુ આ મામલે છડે ચોક નિયમોનો ભંગ થયો હોવાનું સામે આવતા ખળભળાટ મચ્યો છે.

વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની મુશ્કેલીઓમાં વધારો! વધુ એક FIR દાખલ, લાગ્યા છે ગંભીર આરોપ

NOC ન હોવા છતાં યોજાયા ગરબા!
વાત જાણે એમ છે કે જીગરદાન ગઢવીના ગરબાના આયોજકો પર એનઓસી વગર જ ગરબા યોજવાનો આરોપ લાગ્યો છે. જે એસીડોમમાં ગરબા થવાના હતા તેમાં યોગ્ય નિયમોનું પાલન થવાના કારણે ફાયર વિભાગે એનઓસી આપી નહતીં તેવું સામે આવ્યું છે. ફાયર બ્રિગેડ દ્વારા સ્થળ પર મુલાકાત લેવાઈ હતી અને ત્યારબાદ કેટલાક સૂચનો અપાયા હતા જેનો અમલ ન થતા મંજૂરી મળી નહતી એવું કહેવું છે. ફાયર વિભાગની મંજૂરી મળી ન હોવા છતાં જીગરદાન ગઢવીના પહેલે નોરતે ગરબા થયા હોવાનું સામે આવતા ખેલૈયાઓના જીવ સાથે આ કેવી રમત? એનઓસી ન મળી હોવા છતાં કેવી રીતે થયા ગરબા એ મોટો સવાલ બન્યો છે.

પોલીસે આપી મંજૂરી?
ફાયર વિભાગ જ્યારે એનઓસી આપે ત્યારબાદ જ પોલીસ ગરબા માટે મંજૂરી આપે છે. હવે આ મામલે એ પણ તપાસનો વિષય બન્યો છે કે ફાયરની NOC નથી મળી તો શું પોલીસે મંજૂરી આપી દીધી? અને જો પોલીસે પણ મંજૂરી નથી આપી તો કઈ રીતે આ ગરબા થયા એ તપાસનો વિષય છે.

ગાંધીનગરના કાવાદાવા : GMC ચૂંટણીમાં RSS-BJP પાસ થશે કે ફેલ? IAS અને IPS ની દિવાળી સુધરશે કે બગડશ

ફાયર વિભાગને કોણ કરી રહ્યું છે દબાણ?
સૂત્ર પાસેથી મળેલી માહિતી મુજબ એક બાજુ એનઓસી વગર ગરબા થયા અને બીજી બાજુ ફાયર બ્રિગેડને હવે ઉચ્ચ અધિકારીઓ  તરફથી એનઓસી આપવા માટે પણ દબાણ થઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે. આ બધા વચ્ચે આજે પણ ફાયર બ્રિગેડ તરફથી ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર તપાસ કરવા માટે જવાના છે.

અત્રે જણાવવાનું કે જીગરદાન ગઢવીના ગરબાના આયોજક સાચી ઈવેન્ટ્સ છે. ફાયર વિભાગનું સ્પષ્ટપણે કહ્યું છે કે તેમણે ચાર ચાર વાર વિઝિટ કરી અને કાર્યક્રમના સ્થળને લઈને વિવિધ સૂચનો સૂચવ્યા હતા જેને ધ્યાનમાં ન લેવાતા કાર્યક્રમ અંગે મંજૂરી મળી નથી. ત્યારે અહીં સૌથી મોટો સવાલ એ ઊભો થાય કે ફાયર એનઓસી વગર ગરબા કઈ રીતે યોજાઈ ગયા. ફાયરની મંજૂરી મળે ત્યારબાદ પોલીસની મંજૂરી મળતી હોય છે. ત્યારે ફાયરે મંજૂરી ન આપી અને પોલીસે મંજૂરી આપી દીધી?

કિર્તીદાનના ગરબા રદ તો આ કઈ રીતે થયા
એકબાજુ જ્યાં એસી ડોમ પડી જતા કિર્તીદાન ગઢવીના ગરબાને NOC ન મળી અને ન થયા તો ફાયર એનઓસી વગર જીગરદાન ગઢવીના ગરબા કઈ રીતે થઈ ગયા? એક આયોજક રોકાયા તો બીજાને આવી છૂટ કઈ રીતે મળી એ મોટો સવાલ છે. એનઓસી વગર ગરબા  થયાનો આક્ષેપ ગંભીર છે અને તે તપાસનો વિષય બને છે. 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News