જો તમે પણ મોબાઈલ નંબર બદલ્યો છે અને હજુ સુધી ગાડીની IRC એટલે કે રજીસ્ટ્રેશન સર્ટિફિકેશમડાં જૂનો નંદર છે તો અપડેટ કરવામાં વિલંબ ન કરો. મોબાઈલ નંબર બદલ્યા બાદ આરસીમાં નવી જાણકારી નોંધાવી જરૂરી છે, કારણ કે વાહન સાથે જોડાયેલી ઓનલાઈન સેવાઓમાં OTPની જરૂર પડી શકે છે. જૂનો નંબર બંધ થવા પર તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. સારી વાત છે કે તે માટે તમારે ROTના ચક્કર લગાવવાની જરૂર નથી. તમે ઘરે બેઠા પરિવહન વિભાગના VAHAN પોર્ટલ દ્વારા મોબાઈલ નંબર અપડેટ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો.
VAHAN પોર્ટલ પર જઈ કરો શરૂઆત
વાહનની આરસીમાં મોબાઈલ નંબર બદલવા માટે સૌથી પહેલા પરિવહન વિભાગની સત્તાવાર VAHAN વેબસાઈટ પર જાવો. અહીં જરૂર પ્રમાણે લોગિન કે રજીસ્ટ્રેશન કરો. ત્યારબાદ મોબાઈલ નંબર અપડેટ કરવાનો વિકલ્પ શોધો. પોર્ટલના અલગ-અલગ વર્ઝનમાં આ વિકલ્પ My Profile કે Other Services માં જોવા મળી શકે છે. વિકલ્પ શોધ્યા બાદ સ્ક્રીન પર આપવામાં આવેલા નિર્દેશો પ્રમાણે આગળ વધો.
મોબાઈલ નંબર અપડેટ કરવા માટે રાખો આ જાણકારીઓ
ઓનલાઈન પ્રક્રિયા શરૂ કરતા પહેલા વાહનના કેટલાક જરૂરી દસ્તાવેજ અને જાણકારી તમારી પાસે રાખો. તેમાં વાહનનો રજીસ્ટ્રેશન નંબર એટલે કે RC નંબર સામેલ છે. આ સિવાય ચેસિસ નંબર, એન્જિન નંબર અને પહેલાથી રજીસ્ટ્રેશન મોબાઈલ નંબરની જાણકારી માગવામાં આવી શકે છે. કેટલાક રાજ્યોમાં મોબાઈલ નંબર બદલવા માટે વધારાની જાણકારી કે ઓળખની ખાતરીની જરૂર પડી શકે છે. તેવામાં અરજી શરૂ કરતા પહેલા જરૂરી જાણકારી સાથે રાખવી જોઈએ.
નવા મોબાઈલ નંબર પર OTPથી વેરિફિકેશન થશે
પોર્ટલ પર વાહનની જાણકારી ભર્યા બાદ તેની વિગતો તપાસો. ત્યારબાદ નવો નંબર દાખલ કરી અને Generate OTP પર ક્લિક કરો. નવા નંબર પર આવેલા ઓટીપીને દાખલ કરો. કેટલાક મામલામાં જૂના નંબર પર પણ ઓટીપી મોકલવામાં આવી શકે છે. તેથી પોર્ટલ પર દેખાતા નિર્દેશોનું પાલન કરો. પ્રક્રિયા સફળ થવા પર સ્ક્રીન પર અપડેટ પૂર્ણ થવાનો મેસેજ જોવા મળી શકે છે.
ઓનલાઈન નંબર અપડેટ ન થાય તો શું કરવું?
જો વાહન પોર્ટલ પર મોબાઈલ નંબર અપડેટ થઈ રહ્યો નથી, જૂનો નંબર બંધ થઈ ગયો છે કે ઓટીપી મેળવવામાં મુશ્કેલી આવી રહી છે. તો પોતાના વાહન રજીસ્ટ્રેશનવાળા આરટીઓનો સંપર્ક કરો. રાજ્યના નિયમો અનુસાર તમારે કેટલાક દસ્તાવેજ જમા કરવાની જરૂર પડી શકે છે. તેવામાં આરટીઓ પાસેથી તમામ માહિતી મેળવી લેવી જોઈએ.
નકલી વેબસાઈટથી રહો સાવધાન
મોબાઈલ નંબર અપડેટ કરવા સમયે માત્ર પરિવહન વિભાગની સત્તાવાર વેબસાઈટનો ઉપયોગ કરો. કોઈ અજાણી વ્યક્તિ કે વેબસાઈટ સાથે તમારો ઓટીપી પાસવર્ડ કે બીજી જાણકારી શેર ન કરો.