• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /સુરતમાં કરોડોની 21 વીંઘા જમીન પચાવી પાડવાનું કૌભાંડ: નિવૃત્ત ASI સહિત 3ની ધરપકડ, બોગસ સહીઓનો પર્દાફાશ!

સુરતમાં કરોડોની 21 વીંઘા જમીન પચાવી પાડવાનું કૌભાંડ: નિવૃત્ત ASI સહિત 3ની ધરપકડ, બોગસ સહીઓનો પર્દાફાશ!

Surat News: સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના ખરવાસા ગામમાં આવેલી આશરે 21 વીંઘા વડીલોપાર્જિત જમીનના રેવન્યુ રેકોર્ડમાં બનાવટી સહીઓ અને બોગસ દસ્તાવેજો બનાવી જમીન પચાવી પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. FSL રિપોર્ટમાં સહીઓ બોગસ હોવાનું સાબિત થતાં, ગિરીશકુમાર સોલંકીની ફરિયાદના આધારે સચિન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.

Written ByKinjal Patel
Published: Oct 14, 2026, 03:18 PM IST|Updated: Oct 14, 2026, 04:22 PM IST
joinshare
સુરતમાં કરોડોની  21 વીંઘા જમીન પચાવી પાડવાનું કૌભાંડ: નિવૃત્ત ASI સહિત 3ની ધરપકડ, બોગસ સહીઓનો પર્દાફાશ!

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
મેરઠના બ્લૂ ડ્રમ કાંડમાં કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, પત્ની મુસ્કાન અને પ્રેમી સાહિલને ફાંસીની સજા

મેરઠના બ્લૂ ડ્રમ કાંડમાં કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, પત્ની મુસ્કાન અને પ્રેમી સાહિલને ફાંસીની સજા

2

દિવાળી પહેલા રેલવે કર્મચારીઓ માટે ખુશખબર, મોદી સરકારે આપી મોટી ભેટ!

3

IND vs WI : વૈભવની પોસ્ટે મચાવી હલચલ... ચોથી T20માં પણ સૂર્યવંશીને નહીં મળે તક?

4

શેરબજારમાં સ્માર્ટ ઇન્વેસ્ટર બનવું છે? Kwala Intel AI ને પૂછો દરેક સવાલ, સમજો શેરની વેલ્યુએશન અને ફન્ડામેન્ટલ

5

નવરાત્રીમાં પ્રસાદ માટે ફટાફટ બની જશે આ કાજુ-મિલ્ક પેંડા, બનાવવાની રીત ખાસ જાણો

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Surat News: સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના ખરવાસા ગામમાં આવેલી આશરે 21 વીંઘા વડીલોપાર્જિત કિંમતી જમીન પચાવી પાડવાના કથિત કૌભાંડમાં મોટો ખુલાસો થયો છે. જમીનના રેવન્યુ રેકોર્ડમાં ખોટા દસ્તાવેજો અને બનાવટી સહીઓના આધારે ફેરફાર કરવાનો પ્રયાસ કરાયો હોવાના આક્ષેપ સાથે સચિન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ ઇકો સેલને સોંપવામાં આવી છે. આ કેસમાં નિવૃત્ત પોલીસ કર્મચારી અને એએસઆઈ સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે

વર્ષો જૂનો વિવાદ હવે પોલીસ તપાસ સુધી પહોંચ્યો
ફરિયાદી ગિરીશકુમાર નરેન્દ્રસિંહ સોલંકીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના નાના ગણપતસિંહ ગોહિલની ખરવાસા ગામની સર્વે નંબર 178 (વાસુદેવવાળું), સર્વે નંબર ૧૬૮ (ડોસીવાળું) અને સર્વે નંબર 144 (ગોરાટ કાબો)ની કુલ 21 વીંઘા જમીનમાં તેમની માતા ધનુબેન અને માસી ભાવનાબેન કાયદેસરના સહમાલિક છે. આ જમીનના માલિકી હક અને હિસ્સાને લઈને વર્ષો જૂનો વિવાદ હવે પોલીસ તપાસ સુધી પહોંચ્યો છે.

તલાટી કમ મંત્રી સમક્ષ રજૂ કરાયેલી અરજી
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, વર્ષ ૧૯૯૬-૯૭ દરમિયાન જમીનના રેવન્યુ રેકોર્ડમાં ફેરફાર કરાવવા માટે તલાટી કમ મંત્રી સમક્ષ રજૂ કરાયેલી અરજી, પેઢીનામું, પંચક્યાસ, ૧૩૫-ડીની નોટિસ તેમજ વહેંચણી કરારમાં ધનુબેન અને ભાવનાબેનની જાણ બહાર તેમની બનાવટી સહીઓ કરવામાં આવી હોવાનો આક્ષેપ છે. આ દસ્તાવેજોના આધારે જમીનના કાયદેસરના હક અને હિસ્સાને અસર પહોંચાડવાનો પ્રયાસ કરાયો હોવાની ફરિયાદ કરવામાં આવી છે..કેસમાં સૌથી મહત્ત્વની બાબત એ છે કે ગાંધીનગર સ્થિત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) દ્વારા દસ્તાવેજો પરની સહીઓની તપાસ કરવામાં આવી હતી.

સુરત પોલીસ વિભાગમાં ફરજ બજાવી નિવૃત્ત થયા
ફરિયાદમાં રજૂ કરાયેલી વિગતો મુજબ, હસ્તાક્ષર તપાસના અહેવાલમાં સંબંધિત સહીઓ બોગસ હોવાનું સામે આવ્યું હતું. આ અહેવાલને પગલે જમીનના દસ્તાવેજોમાં કથિત ગેરરીતિના આક્ષેપોને લઈને તપાસ વધુ મહત્ત્વપૂર્ણ બની છે.આ પ્રકરણમાં વિક્રમસિંહ ચંદ્રસિંહ ધૂમ અને સુરેન્દ્રસિંહ ચંદ્રસિંહ ધૂમ સહિતના આરોપીઓનાં નામ સામે આવ્યાં છે. બંને સગા ભાઈઓ હોવાનું અને સુરત પોલીસ વિભાગમાં ફરજ બજાવી નિવૃત્ત થયા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

એએસઆઈ સહિત ત્રણ આરોપીઓની ધરપકડ
આ ઉપરાંત પ્રવિણસિંહ ગુમાનસિંહ ધૂમ, જશવંતસિંહ ગણપતસિંહ ગોહિલ તેમજ સંબંધિત તલાટી કમ મંત્રીની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવી રહી છે.જમીનના દસ્તાવેજોમાં કથિત છેતરપિંડી અને ગુનાહિત કાવતરાના આક્ષેપો હેઠળ સચિન પોલીસે ગુનો નોંધી તપાસ ઇકો સેલને સોંપી હતી. ત્યારબાદ ઇકો સેલે કાર્યવાહી કરીને નિવૃત્ત પોલીસ કર્મચારી અને એએસઆઈ સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

સમગ્ર કૌભાંડમાં દરેક આરોપીની ચોક્કસ ભૂમિકા
આશરે ૨૧ વીંઘા જેટલી કિંમતી વડીલોપાર્જિત જમીન સાથે સંકળાયેલા આ કેસમાં દસ્તાવેજો કેવી રીતે તૈયાર થયા, રેવન્યુ રેકોર્ડમાં ફેરફાર માટે કોની ભૂમિકા હતી અને અન્ય કોઈ વ્યક્તિઓ સંડોવાયેલા છે કે કેમ તે સહિતના મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જમીનના હક-હિસ્સા સંબંધિત દસ્તાવેજોની ચકાસણી સાથે આર્થિક હેરાફેરી અને અન્ય સંભવિત કડીઓ પણ તપાસના દાયરામાં આવી શકે છે.નિવૃત્ત પોલીસ કર્મચારીઓનાં નામ સામે આવતાં આ પ્રકરણ સુરતના જમીન વર્તુળમાં ચર્ચાનો વિષય બન્યું છે. જોકે, સમગ્ર કૌભાંડમાં દરેક આરોપીની ચોક્કસ ભૂમિકા અને જવાબદારી તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે. 
 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News