• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /વેપાર
  • /ઘરમાં કેટલું સોનું રાખી શકાય? ઇન્કમ ટેક્સના નિયમો જાણી લો નહીં તો મુશ્કેલી થશે

ઘરમાં કેટલું સોનું રાખી શકાય? ઇન્કમ ટેક્સના નિયમો જાણી લો નહીં તો મુશ્કેલી થશે

ભારતમાં સોનું દરેક ઘરમાં જોવા મળે છે. દરેક નાના-મોટા પ્રસંગે સોનાની ખરીદી કરવામાં આવે છે. લોકો રોકાણ કરવા માટે પણ સોનું ખરીદતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે ઘરમાં કેટલું સોનું રાખી શકાય, તેની લિમિટ કેટલી છે?

Written ByGokani Dhaval
Published: Oct 14, 2026, 02:01 PM IST|Updated: Oct 14, 2026, 02:04 PM IST
joinshare
ઘરમાં કેટલું સોનું રાખી શકાય? ઇન્કમ ટેક્સના નિયમો જાણી લો નહીં તો મુશ્કેલી થશે

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Farali Dosa: રાજગરાના થેપલા-પુરી ખાઈને કંટાળી ગયા છો ? તો ફરાળી સુકી ભાજી સાથે બનાવો ફરાળી ઢોસા, નોંધી લો રીત

Farali Dosa: રાજગરાના થેપલા-પુરી ખાઈને કંટાળી ગયા છો ? તો ફરાળી સુકી ભાજી સાથે બનાવો ફરાળી ઢોસા, નોંધી લો રીત

2

ઘરમાં કેટલું સોનું રાખી શકાય? ઇન્કમ ટેક્સના નિયમો જાણી લો નહીં તો મુશ્કેલી થશે

3

Koffee With Karan 9: કોફી વીથ કરનનો પહેલો એપિસોડ હશે ધમાકેદાર, સલમાન ખાન ખોલશે પર્સનલ લાઈફના સીક્રેટ્સ !

4

ગુજરાતના આ 7 ગામડામાં પ્રદૂષણનો તાંડવ: પાણી ઝેરી, વૃક્ષો સુકાયા અને માછીમારોની રોજીરોટી છીનવાઈ!

5

'ભારતમાં ચાલતા પ્રોટેસ્ટને અમારા દેશથી થઈ રહ્યું છે ફંડિંગ', અમેરિકી સિંગરનો CJP અંગે ચોંકાવનારો દાવો

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

ભારતમાં લોકો ઘરમાં સોના-ચાંદીના ઘરેણા રાખવાનું પસંદ કરે છે. લગ્નમાં મળેલા ઘરેણા, વારસામાં મળેલા અને વર્ષોથી ભેગી કરવામાં આવેલી જ્વેલરી હંમેશા ઘર કે બેંક લોકરમાં રાખવામાં આવતી હોય છે. પરંતુ શું તમે જાણો છો કો ઘરમાં કેટલું સોનું અને ચાંદી રાખવા પર આવકવેરા વિભાગ સવાલ નથી પૂછતું? હકીકતમાં પરિણીત મહિલા, કુંવારી મહિલા અને પુરૂષો માટે સોનાના ઘરેણાને લઈને CBDTએ કેટલાક માપદંડ નક્કી કર્યાં છે. તો ચાંદી માટે આવી કોઈ માત્રા નક્કી નથી. આવો જાણીએ નિયમ શું કહે છે અને કઈ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

ઘરમાં કેટલું સોનું રાખી શકો?
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સેઝ  (CBDT) ના ઈન્સ્ટ્રક્શન નંબર 1916 પ્રમાણે આવકવેરા વિભાગના સર્ચ દરમિયાન નક્કી માત્રા સુધી સોનાના ઘરેણા સામાન્ય રીતે જપ્ત કરવામાં આવતા નથી. તે માટે અલગ-અલગ કેટેગરીમાં માપદંડ જણાવવામાં આવ્યા છે.

પરિણીત મહિલાઃ 500 ગ્રામ સોનાના ઘરેણા
અપરિણીત મહિલાઃ 250 ગ્રામ સોનાના ઘરેણા
પુરૂષઃ 100 ગ્રામ સોનાના ઘરેણા

આ પણ વાંચો- 8th Pay Commission: લેવલ 10ના કર્મચારીઓને 10 વર્ષમાં મળશે એક્સ્ટ્રા 34 લાખ

મહત્વનું છે કે આ માત્રા સોનાના ઘરેણાના સર્ચ દરમિયાન જપ્ત કરવા સાથે જોડાયેલો માપદંડ છે. તેને સોનું રાખવાની કાયદાકીય મર્યાદા કે સંપૂર્ણ ટેક્સ-ફ્રી હોવાની ગેરંટી ન સમજવી જોઈએ. જો સોનાના સોર્સ પર સવાલ ઉઠે છે તો સંબંધિત વ્યક્તિ પાસે તેની જાણકારી માગવામાં આવી શકે છે.

શું ઘરમાં વધુ સોનું રાખવા પર લાગશે ટેક્સ?
ના, માત્ર નક્કી મર્યાદાથી વધુ સોનું રાખવાનો તે મતલબ નથી કે તમારા પર ટેક્સ લાગી જશે. ઘર કે બેંક લોકરમાં સોના-ચાંદી રાખવાની કોઈ નક્કી કાયદાકીય મર્યાદા નથી. જરૂરી છે કે તમે તેના ખરીદવા, મળવા કે વારસામાં આવવાનો યોગ્ય આધાર બનાવી શકો. લગ્નમાં મળેલા ઘરેણા, પરિવારમાંથી મળેલી ભેટ, વારસામાં મળેલી જ્વેલરી અને કમાણીથી ખરીદવામાં આવેલા ઘરેણાનો રેકોર્ડ કે બીજા પુરાવા ઉપયોગી સાબિત થઈ શકે છે.

ચાંદી રાખવાની કેટલી છે લિમિટ?
સોનાના ઘરેણાની ઉલટ CBDT ના આ નિર્દેશમાં ચાંદી માટે કોઈ નિશ્ચિત ગ્રામ કે કિલોની મર્યાદા નક્કી કરવામાં આવી નથી. તેનો મતલબ તે નથી કે ચાંદીના સોર્સ વિશે ક્યારેય સવાલ ન પૂછી શકાય. વધુ માત્રામાં ચાંદી હોવા પર પણ તેના સોર્સની જાણકારી માગી શકાય છે.

આ પણ વાંચોઃ દિવાળી પહેલાં સરકારી કર્મચારીઓને મળશે ખુશખબર! DA વધારા અંગે મોટું અપડેટ

ITAT ના આ નિર્ણયથી સમજો સમગ્ર મામલો
મુંબઈની આવકવેરા અપીલીય ટ્રિબ્યૂનલ (ITAT) માં એક મામલામાં મહિલાના ઘર અને બેંક કોલરથી 427.71 ગ્રામ સોનાના ઘરેણા, 258 ગ્રામ શુદ્ધ સોનું, હીરાના ઘરેણામાં 161.33 ગ્રામ સોનું અને 11.2 કિલો ચાંદી મળ્યું હતું. મહિલાએ જણાવ્યું કે આ સંપત્તિઓ લગ્નમાં મળેલી ભેટ, સ્ત્રીધન, વારસા અને ઘણા દાયકામાં થયેલા પારિવારિક સંગ્રહથી જોડાયેલી હતી. ટ્રિબ્યૂનલના મામલામાં તથ્યો પર વિચાર કરતા શુદ્ધ સોનાને માત્ર તેના રૂપના આધાર પર ગેરકાયદેસર સંપત્તિ માનવાને સ્વીકાર કરવામાં આવ્યું નહીં.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Business News