કેન્દ્ર સરકારે નવેમ્બરમાં 8મા પગાર પંચની રચનાને મંજૂરી આપી હતી. ત્યારબાદ સતત આ પંચની બેઠકો ચાલી રહી છે. જેમાં કર્મચારીઓની પગાર પંચ અને સરકાર પાસેથી અપેક્ષાઓને લઈને વાતો ચાલી રહી છે. આ સિવાય બેઠકોમાં પગાર વધારાને લઈને પણ સૂચન આપવામાં આવી રહ્યાં છે. આ વચ્ચે કર્મચારી સંગઠનોએ માગ કરી છે કે દર વર્ષે મળનાર ઈન્ક્રીમેન્ટનો દર 3 ટકાથી વધારી 5થી 7 ટકા કરવામાં આવે.
ધ ઇકોનોમિક ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે જો વાર્ષિક પગારમાં 7 ટકાના દરે વધારો થાય છે, તો કેટલાક લેવલ પર કામ કરનાર કર્મચારીઓને 10 વર્ષમાં વર્તમાન 3 ટકા વૃદ્ધિની તુલનામાં લાખો રૂપિયાનો વધુ બેઝિક પગાર મળી શકે છે.
10 વર્ષમાં મળશે 34 લાખ
હકીકતમાં અનુમાન લગાવીએ તો આટલા પગાર વધારા બાદ લેવલ-10ના કર્મચારીઓને 10 વર્ષમાં આશરે 34 લાખની એક્સ્ટ્રા બેઝિક સેલેરી મળી શકે છે. કર્મચારી સંગઠનોનું કહેવું છે કે દર વર્ષે મળનાર 3 ટકાનો પગાર વધારો મોંઘવારી અને વધતા ખર્ચના મુકાબલે ઓછો છે. તેથી તેઓ તેને વધારવાની માગ કરી રહ્યાં છે.
રિપોર્ટમાં 2.15 ફિટમેન્ટ ફેક્ટર માનીને તે અનુમાન લગાવવામાં આવ્યું છે કે જો વાર્ષિક ઇન્ક્રીમેન્ટ 3 ટકાથી વધારી 5 કે 7 ટકા કરવામાં આવે તો કર્મચારીના બેઝિક પગારમાં કેટલું અંતર આવી શકે છે.
માગના આધાર પર કેટલો વધશે પગાર
| પે લેવલ | 5% ઇન્ક્રીમેન્ટ | 7% ઇન્ક્રીમેન્ટ |
|---|---|---|
| લેવલ-8 | 13.68 લાખ રૂપિયા | 28.89 લાખ રૂપિયા |
| લેવલ-9 | 15.26 લાખ રૂપિયા | 32.23 લાખ રૂપિયા |
| લેવલ-10 | 16.12 લાખ રૂપિયા | 34.05 લાખ રૂપિયા |
કર્મચારી સંગઠનોની અલગ-અલગ માગ
આ રિપોર્ટમાં તે પણ જણાવવામાં આવ્યું છે કે અલગ-અલગ કર્મચારી સંગઠનોએ વાર્ષિક ઈન્ક્રીમેન્ટ વધારવાનું સૂચન કર્યું છે. જેમાં નેશનલ કાઉન્સિલ ઓફ જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી (NC-JCM), ઓલ ઈન્ડિયા ડિફેન્સ એમ્પ્લોઈઝ ફેડરેશન (AIDEF) અને ફેડરેશન ઓફ નેશનલ પોસ્ટલ ઓર્ગેનાઈઝેશન્સ (FNPO) એ 6 ટકા વધારવાનું સૂચન કર્યું છે. તો ઓલ ઈન્ડિયા ન્યૂ પેન્શન સ્કીમ એમ્પ્લોઇઝ ફેડરેશન (AINPSEF) એ 7 ટકા વાર્ષિક ઈન્ક્રીમેન્ટની માગ કરી છે.
પરંતુ હાલ આઠમાં પગાર પંચની ભલામણોની પ્રતીક્ષા કરવામાં આવી રહી છે. અંદાજ પ્રમાણે જૂન 2027 સુધી આ રિપોર્ટ આવી શકે છે. ત્યારબાદ કર્મચારીઓના પગારમાં વધારો થશે. હાલ પંચે ફિટમેન્ટ ફેક્ટર અને અન્ય ભથ્થા વિશે કોઈ જાણકારી આપી નથી.