• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /આંતરરાષ્ટ્રીય
  • /'યુદ્ધ, દેવું અને AIનો પરપોટો...' IMFએ વૈશ્વિક અર્થતંત્ર માટે જાહેર કર્યું રેડ એલર્ટ, આ 3 સંકટ મચાવશે તબાહી!

'યુદ્ધ, દેવું અને AIનો પરપોટો...' IMFએ વૈશ્વિક અર્થતંત્ર માટે જાહેર કર્યું રેડ એલર્ટ, આ 3 સંકટ મચાવશે તબાહી!

IMF Warning : વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક અહેવાલ અનુસાર, જો AI ક્ષેત્રના રોકાણમાં ઘટાડો થાય અથવા યુદ્ધને કારણે ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ 130 ડોલરથી ઉપર રહે, તો વૈશ્વિક વિકાસ દર અને વેપાર પર ગંભીર નકારાત્મક અસર પડશે.

Written ByDilip Chaudhary
Published: Oct 13, 2026, 09:52 PM IST|Updated: Oct 13, 2026, 09:57 PM IST
joinshare
'યુદ્ધ, દેવું અને AIનો પરપોટો...' IMFએ વૈશ્વિક અર્થતંત્ર માટે જાહેર કર્યું રેડ એલર્ટ, આ 3 સંકટ મચાવશે તબાહી!

About the Author

Dilip Chaudhary

Dilip Chaudhary

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
બિહારના હાજીપુરમાં મોટી દુર્ઘટના, ગંગા નદીમાં બોટ પલટતાં 11 લોકોનાં મોત

બિહારના હાજીપુરમાં મોટી દુર્ઘટના, ગંગા નદીમાં બોટ પલટતાં 11 લોકોનાં મોત

2

'યુદ્ધ, દેવું અને AIનો પરપોટો...' IMFએ વૈશ્વિક અર્થતંત્ર માટે જાહેર કર્યું રેડ એલર્ટ, આ 3 સંકટ મચાવશે તબાહી!

3

યુવરાજ સિંહની IPLમાં વાપસી, સિક્સર કિંગની એન્ટ્રીથી આ ટીમની બદલાશે કિસ્મત

4

8th Pay Commission: લેવલ 10ના કર્મચારીઓને 10 વર્ષમાં મળશે એક્સ્ટ્રા 34 લાખ

5

અમદાવાદના પોશ વિસ્તારના બંગલામાં રેડ: કાપડના થેલામાંથી નીકળ્યો રૂ. 4.5 લાખનો વિદેશી દારૂ, બુટલેગર ઝડપાયો

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

IMF Warning : IMFએ ચેતવણી આપી છે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI), મધ્ય પૂર્વમાં લાંબા સમયથી ચાલતું યુદ્ધ અને વધતું સરકારી દેવું વૈશ્વિક અર્થતંત્ર માટે નોંધપાત્ર જોખમો ઊભા કરી શકે છે. મંગળવારે બેંગકોકમાં જાહેર કરાયેલા તેના વર્લ્ડ ઈકોનોમિક આઉટલુક રિપોર્ટમાં, IMFએ અનુમાન લગાવ્યું છે કે 2026માં વૈશ્વિક આર્થિક વૃદ્ધિ દર 3.1% રહેશે. જે જુલાઈમાં કરવામાં આવેલા 3%ના અનુમાન કરતાં થોડો વધારે છે. મધ્ય પૂર્વના યુદ્ધને કારણે ઓઈલના ભાવમાં વધારો થયો હોવા છતાં AI ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં મજબૂત રોકાણને કારણે વૃદ્ધિને વેગ મળ્યો છે.

IMFને અપેક્ષા છે કે 2027 સુધીમાં વૈશ્વિક વૃદ્ધિ દર 3.4% સુધી પહોંચશે. જોકે, આ અનુમાનનો આધાર માર્ચ સુધીમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફરીથી ખુલવા અને ઓક્ટોબર 2027 સુધીમાં શિપિંગની સ્થિતિ યુદ્ધ-પૂર્વેના સ્તરે પાછી આવવા પર રહેલો છે.

AI રોકાણમાં તેજી વધારી શકે છે જોખમ

IMFએ ચેતવણી આપી છે કે જો AI ટેક્નોલોજી ઉત્પાદકતા અને નફાકારકતામાં અપેક્ષિત લાભ આપવામાં નિષ્ફળ જાય, તો AI રોકાણમાં અચાનક ઘટાડો નાણાકીય બજારોને નુકસાન પહોંચાડી શકે છે અને આર્થિક વૃદ્ધિને ધીમી કરી શકે છે. ડાઉનસાઇડ સિનારિયો હેઠળ, AI રોકાણમાં તીવ્ર ઘટાડો 2028 સુધીમાં વૈશ્વિક GDPમાં 1.1%નો ઘટાડો લાવી શકે છે. આ સ્થિતિમાં, યુએસના આર્થિક ઉત્પાદનમાં 1.8%નો ઘટાડો થઈ શકે છે.

સાઉદી પર હુથીઓનું તોફાન, બંકરમાં ક્રાઉન પ્રિન્સ સલમાન, રિયાધ એરપોર્ટ પર ફરી બેલિસ્ટિક મિસાઇલથી હુમલો

IMFએ તેના ગ્લોબલ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટમાં પણ આ જોખમો પર પ્રકાશ પાડ્યો છે અને નીતિ-નિર્ધારકોને AI રોકાણો અને સ્ટોક વેલ્યુએશનમાં ઘટાડાની સંભાવના અંગે બેદરકાર ન રહેવાની ચેતવણી આપી છે. IMFના ગ્લોબલ માર્કેટ્સ એનાલિસિસ ડિવિઝનના આસિસ્ટન્ટ ડાયરેક્ટર જેસન વુએ જણાવ્યું હતું કે AI કંપનીઓની આવક પેદા કરવાની ક્ષમતા અંગેની શંકા ઇક્વિટી રોકાણોના મૂલ્યને ઘટાડી શકે છે. આનાથી દેવાની ચુકવણી મુશ્કેલ બની શકે છે અને કંપનીઓ માટે ભવિષ્યની આવકની પ્રતિબદ્ધતાઓને પૂરી કરવામાં અવરોધ ઊભો થઈ શકે છે.

IMFના મોનેટરી એન્ડ કેપિટલ માર્કેટ્સ વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર એથનાસિયોસ વામવાકીડિસના જણાવ્યા અનુસાર, AI માર્કેટમાં આવતું કરેક્શન વ્યાપક અર્થતંત્રને અસર કરી શકે છે. આનાથી સંપત્તિના ભાવમાં ઘટાડો થઈ શકે છે અને ગ્રાહકોની માંગ ઘટી શકે છે, કારણ કે પરિવારો તેમની નાણાકીય સ્થિતિ નબળી હોવાનું અનુભવી શકે છે.

AI ક્ષેત્રે ધીમી ગતિ વૈશ્વિક વેપારને અસર કરી શકે છે

IMFએ એવી ચેતવણી પણ આપી છે કે AI-સંબંધિત રોકાણોમાં ધીમી ગતિ વૈશ્વિક વેપારને અસર કરી શકે છે. વર્ષ 2023 અને 2025ની વચ્ચે AI સંબંધિત ચીજવસ્તુઓના વેપારમાં 29%નો વધારો થયો છે. જે આ જ સમયગાળા દરમિયાન વૈશ્વિક વેપારમાં નોંધાયેલા 8.3%ના વૃદ્ધિદર કરતાં ત્રણ ગણો વધારે છે. IMFને એવી અપેક્ષા નથી કે આર્થિક ઉત્પાદનમાં થતો તીવ્ર ઘટાડો પ્રતિકૂળ સંજોગોમાં પણ વૈશ્વિક વિકાસને મંદી તરફ ધકેલશે. IMFના ડેપ્યુટી રિસર્ચ ડિરેક્ટર પેટ્યા કોએવા બ્રૂક્સે જણાવ્યું હતું કે, અંદાજિત ઘટાડાને કારણે વિકાસદર વૈશ્વિક મંદીના સ્તર સુધી ઘટી જવાની શક્યતા ઓછી છે.

મધ્ય પૂર્વમાં લાંબા સમય ચાલી રહેલો સંઘર્ષ વિકાસને ધીમો કરી શકે છે

મધ્ય પૂર્વમાં ચાલી રહેલો સંઘર્ષ વૈશ્વિક અર્થતંત્ર માટે એક મોટું જોખમ છે, ખાસ કરીને ઓઈલના ભાવ અને શિપિંગ પર તેની અસરને કારણે. 2027 માટેના IMFના વિકાસના અનુમાનમાં એવી ધારણા રાખવામાં આવી છે કે હોર્મુઝ માર્ચ સુધીમાં ફરી ખુલી જશે અને ઓક્ટોબર 2027 સુધીમાં શિપિંગની સ્થિતિ યુદ્ધ-પૂર્વેના સ્તરે પાછી આવી જશે.

જોકે, IMFએ ચેતવણી આપી છે કે જો સંઘર્ષ વધુ વકરશે અને 2027ના પ્રથમ ત્રિમાસિકગાળા દરમિયાન ઓઈલના ભાવ પ્રતિ બેરલ 130 ડોલરથી ઉપર રહેશે, તો આવતા વર્ષે વૈશ્વિક આર્થિક વિકાસદરમાં 0.5 ટકાનો ઘટાડો થઈ શકે છે. ઓઈલના ઊંચા ભાવ ફુગાવાના દબાણને વધુ તીવ્ર બનાવી શકે છે.

સાયબર સુરક્ષા જોખમો અંગે પણ આપી ચેતવણી

IMFએ AI સાથે સંકળાયેલા વધતા સાયબર સુરક્ષા જોખમો પર ભાર મુક્યો છે. આ ચેતવણી એવા સમયે આવી છે જ્યારે બેંકિંગ નિયમનકારો નાણાકીય સંસ્થાઓ દ્વારા અદ્યતન AI મોડલ્સના ઉપયોગ અને સંભવિત જોખમો સામેની તેમની તૈયારીઓની તપાસ સઘન બનાવી રહ્યા છે.

જાહેર દેવું અને બોન્ડ યીલ્ડ પણ અર્થતંત્ર પર લાવી રહ્યા છે દબાણ

IMFના જણાવ્યા અનુસાર, જાહેર દેવું અને બોન્ડ યીલ્ડમાં થતો વધારો વૈશ્વિક અર્થતંત્ર પર દબાણ લાવી રહ્યા છે. ધિરાણનો ઊંચો ખર્ચ અને ફુગાવો સરકારો પર દેવાની ચુકવણીનો બોજ વધારી શકે છે, જેનાથી વિકાસને ટેકો આપવા માટે તેમની પાસે નાણાકીય અવકાશ ઓછો બચે છે. નાઈજીરિયાના નાણામંત્રી અને ગ્રુપ ઓફ 24ના અધ્યક્ષ તાઈવો ઓયડેલે જણાવ્યું હતું કે દેવા સંબંધિત પડકારો સર્વસમાવેશક વિકાસ માટે મોટો અવરોધ બની રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે અંદાજો સૂચવે છે કે વિકસિત અર્થતંત્રોની તુલનામાં વિકાસશીલ દેશો દેવા પાછળ 500 અબજ ડોલર વધુ ખર્ચ કરી રહ્યા છે, અને તે પણ એવા સમયે જ્યારે તેઓ બજેટ ખાધમાં થઈ રહેલા વધારાનો સામનો કરી રહ્યા છે.

ઘણી સરકારોએ દેવું ઘટાડવાની અપીલ પર હજુ સુધી કોઈ પગલાં લીધાં નથી. એટલાન્ટિક કાઉન્સિલમાં આંતરરાષ્ટ્રીય અર્થતંત્ર બાબતોના વાઇસ પ્રેસિડેન્ટ જોશ લિપ્સ્કીએ જણાવ્યું હતું કે ફ્રાન્સ, જર્મની અને યુનાઇટેડ સ્ટેટ્સ જેવી મુખ્ય અર્થવ્યવસ્થાઓએ તેમની નાણાકીય સ્થિતિને નિયંત્રણમાં લાવવાની જરૂર છે, પરંતુ તેના બદલે તેઓ વિપરીત દિશામાં આગળ વધી રહ્યા છે.

Add Zee News as a Preferred Source
TAGS:
World News