• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /સ્પોર્ટ્સ
  • /અભિષેક શર્મા બન્યો વર્લ્ડ નંબર-1, દુનિયામાં સૌથી વધુ સિક્સ ફટકારનાર બેટર બન્યો

અભિષેક શર્મા બન્યો વર્લ્ડ નંબર-1, દુનિયામાં સૌથી વધુ સિક્સ ફટકારનાર બેટર બન્યો

Abhishek Sharma Most T20I Sixes: અભિષેક શર્માએ ટી20મા સૂર્યકુમાર યાદવને પછાડી એક વર્ષમાં સૌથી વધુ સિક્સ ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો છે.

Written ByGokani Dhaval
Published: Oct 15, 2026, 10:50 AM IST|Updated: Oct 15, 2026, 10:53 AM IST
joinshare
અભિષેક શર્મા બન્યો વર્લ્ડ નંબર-1, દુનિયામાં સૌથી વધુ સિક્સ ફટકારનાર બેટર બન્યો

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
હિન્દુ ધર્મ છોડી ઇસ્લામ અપનાવનારને નહીં મળે અનામતનો લાભ: સુપ્રીમ કોર્ટનો મોટો ફેંસલો

હિન્દુ ધર્મ છોડી ઇસ્લામ અપનાવનારને નહીં મળે અનામતનો લાભ: સુપ્રીમ કોર્ટનો મોટો ફેંસલો

2

હવે અજાણ્યા નંબરથી છેતરાવાનું બંધ: 1 નવેમ્બરથી મોટો ફેરફાર: મોબાઈલ સ્ક્રીન પર દેખાશે કોલરનું નામ!

3

અગ્નિ સાથે ગરબાની રમઝટ: જામનગરના કડિયાવાડમાં 52 વર્ષથી અકબંધ છે અગ્નિ સાથિયા રાસની અદ્ભુત પરંપરા

4

રાજકોટ ચકચારી લૂંટ અને હત્યા કેસમાં ગણતરીના કલાકોમાં ક્રાઈમ બ્રાન્ચે ભેદ ઉકેલ્યો, રાજસ્થાનથી 9 આરોપીઓની ધરપકડ

5

અભિષેક શર્મા બન્યો વર્લ્ડ નંબર-1, દુનિયામાં સૌથી વધુ સિક્સ ફટકારનાર બેટર બન્યો

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

અભિષેક શર્મા ટી20 ક્રિકેટની દુનિયામાં સિક્સનો નવો બાદશાહ બની ગયો છે. તેણે એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ સિક્સ ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો છે. વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ચોથી ટી20 મેચમાં તેણે 29 રનની ઈનિંગ દરમિયાન 1 સિક્સ ફટકારી હતી. તેણે સૂર્યકુમાર યાદવના 68 સિક્સનો રેકોર્ડ તોડી દીધો છે.

હકીકતમાં ચોથી ટી20 મેચ શરૂ થતાં પહેલા અભિષેક શર્મા અને સૂર્યકુમાર યાદવ 68 સિક્સની સાથે બરોબરી પર હતા. અભિષેક આ વર્ષે 68 સિક્સ ફટકારી ચૂક્યો હતો, જ્યારે સૂર્યકુમારે વર્ષ 2022મા આટલા સિક્સ ફટકારી હતી. પરંતુ હૈદરાબાદમાં એક હિટ લગાવતા આ ભારતીય ઓપનર આ લિસ્ટમાં સૌથી આગળ નીકળી ગયો. દુનિયામાં ભારત સિવાય કોઈ બીજા દેશના બેટરે એક વર્ષમાં પચાસ કે તેનાથી વધુ સિક્સ ફટકારી નથી.

અભિષેક શર્મા બન્યો નંબર-1
ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક વર્ષની અંતર સૌથી વધુ સિક્સ ફટકારવાનો રેકોર્ડ હવે અભિષેક શર્માના નામે છે. તે વર્ષ 2026મા 69 સિક્સ ફટકારી ચૂક્યો છે અને આ સંખ્યા હજુ વધી શકે છે. 68 સિક્સની સાથે સૂર્યકુમાર યાદવ બીજા સ્થાન પર છે. પાછલા વર્ષે પ અભિષેકે 54 વખત બોલ બાઉન્ડ્રીને પાર મોકલ્યો હતો.

ચોથા સ્થાને પણ ભારતીય બેટર છે, કારણ કે ઈશાન કિશન પણ આ વર્ષે 52 સિક્સ ફટકારી ચૂક્યો છે. પાંચમાં નંબર પર પાકિસ્તાની બેટર સાહિબઝાદા ફરહાન છે, જેણે પાછલા વર્ષે કુલ 45 સિક્સ ફટકારી હતી.

આ પણ વાંચોઃ યોર્કર કિંગ નટરાજનની SRHમાં વાપસી... પણ કરોડોનું નુકસાન, દિલ્હીની ટીમમાં કોની થઈ એન્ટ્રી?

એક વર્ષમાં સૌથી વધુ સિક્સ (T20I)
69 સિક્સ - અભિષેક શર્મા (2026)
68 સિક્સ - સૂર્યકુમાર યાદવ (2022)
54 સિક્સ - અભિષેક શર્મા (2025)
52 સિક્સ - ઈશાન કિશન (2026)
45 સિક્સ - સાહિબઝાદા ફરહાન (2025)

વધુ એક વર્લ્ડ રેકોર્ડની નજીક અભિષેક
અભિષેક શર્મા અત્યાર સુધી પોતાના ટી20 કરિયરમાં 65 ઈનિંગમાં 142 સિક્સ ફટકારી ચૂક્યો છે. 8 સિક્સ ફટકારવાની સાથે તે 150 સિક્સની ક્લબમાં સામેલ થઈ જશે. હવે તેની પાસે ટી20મા સૌથી ઝડપી 150 સિક્સ ફટકારવાનો રેકોર્ડ બનાવવાની શાનદાર તક છે. ફુલ મેમ્બર દેશોમાં અત્યારે આ રેકોર્ડ સૂર્યકુમાર યાદવની નામે છે, જેણે 86 ઈનિંગમાં આટલી સિક્સ ફટકારી હતી. જ્યારે અભિષેકે માત્ર 65 ઈનિંગ રમી છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Sports News