વડોદરાની ગોત્રી GMERS મેડિકલ કોલેજમાં સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા ત્રણ જુનિયર વિદ્યાર્થીઓને ત્રાસ આપી રેગિંગ કરવામાં આવતું હોવાની ગંભીર ફરિયાદ ડીન સમક્ષ કરવામાં આવી છે. ભયના કારણે એક પીડિત વિદ્યાર્થી ઘરે પરત ફર્યો હોવાની અને કોલેજ જવા તૈયાર ન હોવાની વાલીઓની રજૂઆતથી ચિંતા પ્રસરી છે, જેને પગલે UGCના એન્ટી-રેગિંગ નિયમો મુજબ નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવા તથા વિદ્યાર્થીની સુરક્ષા અને અભ્યાસ અંગે લેખિત ખાતરી આપવાની માંગ કરાઈ છે. હાલ આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ તપાસ કમિટીની