• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /સ્પોર્ટ્સ
  • /ક્રિકેટમાં અનોખી પહેલ! એક જ ટીમમાં રમશે મહિલા અને પુરુષ ખેલાડીઓ, પૂર્વ ભારતીય ક્રિકેટર લોન્ચ કરશે T20 લીગ!

ક્રિકેટમાં અનોખી પહેલ! એક જ ટીમમાં રમશે મહિલા અને પુરુષ ખેલાડીઓ, પૂર્વ ભારતીય ક્રિકેટર લોન્ચ કરશે T20 લીગ!

Equal T20 Tournament : પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર ઝહીર ખાનની સહ-માલિકી ધરાવતી કંપની એન્કર સ્પોર્ટ્સ એબી અને જર્મન ક્રિકેટ ફેડરેશન સાથે મળીને Equal નામની એક પુરુષ અને મહિલા ખેલાડીઓ સાથેની T20 લીગ શરૂ કરવા જઈ રહ્યા છે. આવતા વર્ષે ઓગસ્ટમાં યોજાનારી આ ટુર્નામેન્ટમાં પાંચ ટીમો ભાગ લેશે. દરેક ટીમમાં 18 ખેલાડીઓ હશે.

Written ByDilip Chaudhary
Published: Nov 25, 2026, 17:39 IST|Updated: Nov 25, 2026, 17:42 IST
joinshare
ક્રિકેટમાં અનોખી પહેલ! એક જ ટીમમાં રમશે મહિલા અને પુરુષ ખેલાડીઓ, પૂર્વ ભારતીય ક્રિકેટર લોન્ચ કરશે T20 લીગ!

About the Author

Dilip Chaudhary

Dilip Chaudhary

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
ક્રિકેટમાં અનોખી પહેલ! એક જ ટીમમાં રમશે મહિલા અને પુરુષ ખેલાડીઓ, પૂર્વ ભારતીય ક્રિકેટર લોન્ચ કરશે T20 લીગ!

ક્રિકેટમાં અનોખી પહેલ! એક જ ટીમમાં રમશે મહિલા અને પુરુષ ખેલાડીઓ, પૂર્વ ભારતીય ક્રિકેટર લોન્ચ કરશે T20 લીગ!

2

લેઉઆ, કડવા અને આંજણા સમાજને એક થવાનું આહ્વાન: સાબરકાંઠાના મંચ પરથી પાટીદાર પાવરની ચર્ચા તેજ

3

વડોદરા મનપામાં મળતિયા કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવ્યાનો આક્ષેપ, 250થી વધુ દરખાસ્તો મંજૂર થયાનો દાવો

4

ફાઈનલમાં ફરી એકવાર ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાન, વૈભવ સૂર્યવંશી લેશે અપમાનનો બદલો!

5

8th Pay Commission: 8મા પગાર પંચમાં એક ફેરફારથી મિનિમમ બેઝિક સેલેરી થશે ₹69,000! ₹51,000 સુધી વધી શકે પગાર!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Equal T20 Tournament : ભારતના પૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાન જર્મનીમાં Equal નામની એક નવી મિક્સ પુરુષ-મહિલા T20 ક્રિકેટ લીગ શરૂ કરવા જઈ રહ્યા છે. આ T20 ટુર્નામેન્ટનો ઉદ્દેશ્ય પુરુષ અને મહિલા ક્રિકેટરોને એક જ પ્લેઈંગ ઇલેવનમાં સામેલ કરીને ક્રિકેટના પરંપરાગત સ્વરૂપને એક નવી દિશા આપવાનો છે. આ પહેલની કલ્પના 'એન્કર સ્પોર્ટ્સ' દ્વારા કરવામાં આવી છે, જેના સહ-માલિકો ઝહીર ખાન અને IT ઉદ્યોગસાહસિક નાગેન્દ્ર સિદ્ધૌતમ છે.

ફાઈનલમાં ફરી એકવાર ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાન, વૈભવ સૂર્યવંશી લેશે અપમાનનો બદલો!

એક જ ટીમમાં જોવા મળશે મહિલા અને પુરુષ ક્રિકેટર્સ

આ પ્રોજેક્ટ જર્મન ક્રિકેટ ફેડરેશન સાથેની ભાગીદારીમાં વિકસાવવામાં આવી રહ્યો છે. Equal એક સંપૂર્ણપણે નવી ફ્રેન્ચાઇઝી-આધારિત ક્રિકેટ લીગ હશે, જેમાં વ્યાવસાયિક પુરુષ અને મહિલા ક્રિકેટરો એક જ મેદાન પર સાથે રમતા જોવા મળશે. આનાથી T20 ક્રિકેટને એક નવું અને સર્વસમાવેશી પરિમાણ મળશે. પુરુષો અને મહિલાઓ માટે અલગ-અલગ ટુર્નામેન્ટ યોજવાની પરંપરાથી આગળ વધીને, તમામ ખેલાડીઓ એક જ મેચમાં ભાગ લેશે, એક જ સ્કોરબોર્ડ શેર કરશે અને એક જ વિજેતા ખિતાબ માટે મુકાબલો કરશે.

પ્લેઈંગ ઇલેવનમાં પુરુષો કરતાં મહિલા ક્રિકેટરોની સંખ્યા વધુ

આ લીગની પ્રથમ સીઝનમાં 5 ટીમો 12 T20 મેચો રમશે. દરેક ટીમમાં 18 ખેલાડીઓ હશે, જેમાં પ્લેઈંગ ઇલેવનમાં છ મહિલા અને પાંચ પુરુષ ક્રિકેટરો હશે. T20 ક્રિકેટના હાલના નિયમો અને માળખાને જાળવી રાખીને, આ ફોર્મેટમાં કેટલાક વિશિષ્ટ નિયમો, ખેલાડીઓની સુરક્ષા માટેના પગલાં અને સબસ્ટિટ્યુટ પ્લેયર્સ માટેની જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવશે, જેથી મેચો સુવ્યવસ્થિત અને સ્પર્ધાત્મક રહે.

ઝહીર ખાને શું કહ્યું?

એન્કર સ્પોર્ટ્સના સહ-માલિક ઝહીર ખાને જણાવ્યું હતું કે, ક્રિકેટમાં લોકોને એકસાથે લાવવાની શક્તિ છે. આ રમતનો ભાવિ વિકાસ, ખાસ કરીને યુરોપ જેવા ઉભરતા બજારોમાં તે વાત પર નિર્ભર રહેશે કે આપણે તેને કેટલા વધુ લોકો સુધી સરળતાથી પહોંચાડી શકીએ છીએ. Equal જેવી પહેલ આ દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. તે તમામ લિંગના લોકોને આ રમતમાં ભાગ લેવાની, તેમાં યોગદાન આપવાની અને તેની વિકાસ યાત્રાનો ભાગ બનવાની તક પૂરી પાડે છે.

2028માં ઓલિમ્પિક ગેમ્સમાં ક્રિકેટની વાપસી થવા જઈ રહી છે, ત્યારે આ રમતને નવા સમુદાયો સુધી પહોંચાડવા અને વૈશ્વિક સ્તરે તેનો વ્યાપ વધારવા માટે આ એક ઉત્તમ તક છે. Equalની ખાસિયત એ છે કે તેમાં પુરુષ અને મહિલા ક્રિકેટરો એક જ મેદાન પર એકબીજા સામે સ્પર્ધા કરે છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Cricket News