• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /વેપાર
  • /8th Pay Commission: 8મા પગાર પંચમાં એક ફેરફારથી મિનિમમ બેઝિક સેલેરી થશે ₹69,000! ₹51,000 સુધી વધી શકે પગાર!

8th Pay Commission: 8મા પગાર પંચમાં એક ફેરફારથી મિનિમમ બેઝિક સેલેરી થશે ₹69,000! ₹51,000 સુધી વધી શકે પગાર!

Pay Commission Impact Salary Hike: કેન્દ્રીય કર્મચારીઓ માટે પ્રથમ પગાર પંચ દેશમાં આઝાદી પહેલા લાગૂ થયું હતું અને અત્યાર સુધી સાત પગાર પંચ આવી ચૂક્યા છે, જ્યારે આઠમું લાગૂ થવાનું છે. દરેક પગાર પંચમાં ફેરફારની સાથે પગારમાં બમ્પર વધારો થયો છે.

Written ByGokani Dhaval
Published: Nov 25, 2026, 16:30 IST|Updated: Nov 25, 2026, 16:31 IST
joinshare
8th Pay Commission: 8મા પગાર પંચમાં એક ફેરફારથી મિનિમમ બેઝિક સેલેરી થશે ₹69,000! ₹51,000 સુધી વધી શકે પગાર!
Image Credit: AI Image

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
વડોદરા મનપામાં મળતિયા કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવ્યાનો આક્ષેપ, 250થી વધુ દરખાસ્તો મંજૂર થયાનો દાવો

વડોદરા મનપામાં મળતિયા કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવ્યાનો આક્ષેપ, 250થી વધુ દરખાસ્તો મંજૂર થયાનો દાવો

2

ફાઈનલમાં ફરી એકવાર ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાન, વૈભવ સૂર્યવંશી લેશે અપમાનનો બદલો!

3

8th Pay Commission: 8મા પગાર પંચમાં એક ફેરફારથી મિનિમમ બેઝિક સેલેરી થશે ₹69,000! ₹51,000 સુધી વધી શકે પગાર!

4

IPL 2027 મિની ઓક્શનમાં 17 દેશોના ખેલાડીઓ લેશે ભાગ, ઓસ્ટ્રેલિયાએ મોકલ્યા સૌથી વધુ નામ; જુઓ સંપૂર્ણ યાદી

5

મેરઠ હોટલ કાંડ: જીવ બચાવીને ભાગતી યુવતી સાથે બર્બરતા આચરનારા સલમાનનું પોલીસે કર્યું હાફ એન્કાઉન્ટર

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

કેન્દ્રીય કર્મચારીઓ આઠમું પગાર પંચ લાગૂ થવાની આતૂરતાપૂર્વક પ્રતીક્ષા કરી રહ્યાં છે. તેને લઈને ઘણી બેઠકો યોજાઈ ચુકી છે અને કમીશનને પોતાનો રિપોર્ટ રજૂ કરવામાં આવેલા 18 મહિનામાંથી હવે 6 મહિના બાકી છે. એટલે કે નવું પગાર પંચ લાગૂ થવાનો સમય નજીક આવી રહ્યો છે. પરંતુ તેને લાગૂ કરવાની સત્તાવાર તારીખ હજુ જાહેર થઈ નથી.

આઠમાં પગાર પંચ પાસેથી કરવામાં આવેલી સૌથી મોટી ડિમાન્ડ ફિટમેન્ટ ફેક્ટર હાઈક છે. તેને વધારી 3.83 કરવાની માગ કરવામાં આવી રહી છે. જો સરકાર આ માગ સ્વીકારે તો કર્મચારીઓના બેઝિક પગારમાં મોટો વધારો થશે અને તે એક ઝટકામાં આશરે 51000 રૂપિયા વધી જશે. ફિટમેન્ટ ફેક્ટર તે કમાલ કરશે, જે પગાર વધારામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આવો જાણીએ પહેલાથી લઈને સાતમાં પગાર પંચના આ આંકડાને જેણે કર્મચારીઓની બલ્લે-બલ્લે કરાવી હતી.

8મા પગાર પંચ પાસે સૌથી મોટી ડિમાન્ડ

8th Pay Commission ને લઈને પંચ દેશના તમામ શહેરોમાં કર્મચારી યુનિયનો સાથે બેઠક કરી ચૂક્યું છે અને સૂચન લઈ ચૂક્યું છે. સંગઠનો તરફથી વેતન, પેન્શન, ભથ્થામાં સંશોધનની માગ રાખવામાં આવી છે. તેમાંથી એક મુખ્ય માગ ફિટમેન્ટ ફેક્ટરને વધારી 3.83 કરવાની છે, જેની સીધી અસર પગાર વધારાના રૂપમાં જોવા મળશે. હકીકતમાં ફિટમેન્ટ ફેક્ટર તે આંકડો છે, જેનો ઉપયોગ કેન્દ્રીય પગાર પંચ કર્મચારીના પૂર્વ-સંશોધિત મૂળ વેતન (કે પેન્શન) ને નવા, સંશોધિત મૂળ વેતનમાં ફેરફાર માટે કરે છે. તેમાં ફેરફાર બેઝિક પગાર, પેન્શનમાં મોટો ઉતાર-ચઢાવ લાવે છે.

માગ પૂરી થશે તો 51000 વધશે પગાર

Fitment Factor ની ફોર્મ્યુલા સરળ છે. નવું મૂળ વેતનઃ વર્તમાન મૂળ વેતન x FF'. 7th Pay Commission હેઠળ કેન્દ્રીય કર્મચારીઓ માટે ફિટમેન્ટ ફેક્ટર 2.57 લાગૂ છે અને તેના કારણે કર્મચારીઓનો મિનિમમ બેઝિક પગાર છઠ્ઠા પગાર પંચના 7000 રૂપિયાથી વધી 18000 રૂપિયા થયો હતો. જો તેને વધારી 3.83 કરવામાં આવે તો તે 18000 રૂપિયાનો બેઝિક-પે (₹18000 x 3.83 = ₹68,940) થઈ જશે, એટલે કે એક ઝટકામાં 51000 રૂપિયાનો વધારો મળશે. પ્રથમ પગાર પંચ લાગૂ થવાથી લઈને સાતમાં પગાર પંચ સુધી ફિટમેન્ટ ફેક્ટર અને પગાર વધારાનો ડેટા જુઓ તો....

1st Pay Commission: આઝાદી પહેલા 1946મા પ્રથમ પગાર પંચ લાગૂ થયું હતું. સરકારી સૂત્રોથી પ્રાપ્ત જાણકારીના આધાર પર તેણે સરકારી કર્મચારીઓ માટે મિનિમમ મૂળ વેતન 55 રૂપિયા પ્રતિ માસ અને મહત્તમ મૂળ વેતન 2000 રૂપિયા નક્કી કર્યું હતું.

2nd Pay Commission: બીજું પગાર પંચ 1959થી લાગૂ થયું અને તેણે 55 રૂપિયાના બેઝિક પેને વધારી 80 રૂપિયા પ્રતિ માસ કર્યો હતો. મેક્સિમમ બેઝિક પગારની વાત કરીએ તો 1000 રૂપિયાના વધારા સાથે વધી 3000 રૂપિયા થયું હતું.

3rd Pay Commission: ત્રીજું પગાર પંચ 1973મા આવ્યું હતું અને કર્મચારીઓ માટે જ્યારે તેને લાગૂ કરવામાં આવ્યું તો તેનું મિનિમમ મૂળ વેતન વધી 96 રૂપિયા પ્રતિ માસ થઈ ગયું હતું, જ્યારે મહત્તમ મૂળ વેતનમાં ફરીથી વધારો થયો અને તે 3500 રૂપિયા કરી દેવામાં આવ્યું હતું.

4th Pay Commission: 1986 લાગૂ થનાર ચોથા પગાર પંચમાં કર્મચારીઓનો મિનિમમ બેઝિક પગાર વધારી 750 રૂપિયા કરી દેવામાં આવ્યો હતો. આ સિવાય સરકારે મહત્તમ બેઝિક પગાર 8000 રૂપિયા કર્યો હતો.

5th Pay Commission: દેશમાં પાંચમું પગાર પંચ વર્ષ 1996મા આવ્યું અને તે સમયે ફિટમેન્ટ ફેક્ટર 1.74 લાગૂ થયું હતું. કર્મચારીઓનો મિનિમમ બેઝિક પગાર સીધો 1800 રૂપિયાથી વધી 2550 રૂપિયા મહિને થઈ ગયો હતો. તો મહત્તમ બેઝિક પે 26000 રૂપિયા પર પહોંચ્યો હતો.

6th Pay Commission: છઠ્ઠું પગાર પંચ 2006મા લાગૂ થયું. તેમાં સરકારે ફિટમેન્ટ ફેક્ટર વધારી 1.86 કર્યું અને તેમાં મિનિમમ બેઝિક પગાર 7000 રૂપિયા થઈ ગયો હતો. તો કેન્દ્રીય કર્મચારીઓનો મેક્સિમમ બેઝિક પગાર 80,000 રૂપિયા થયો હતો.

7th Pay Commission: 2016 માં લાગૂ થયેલા સાતમાં પગાર પંચમાં કર્મચારીઓ પર પૈસાનો વરસાદ થયો, કારણ કે સરકારે ફિટમેન્ટ ફેક્ટર વધારી 2.57 કર્યું હતું. તેના કારણે કર્મચારીઓનો મિનિમમ બેઝિક પગાર 7000 રૂપિયાથી વધી સીધો 18000 રૂપિયા થઈ ગયો હતો. જ્યારે મહત્તમ બેઝિક પગાર 2.5 લાખ થયો હતો.

GOVT_EMP

ક્યારે લાગૂ થશે આઠમું પગાર પંચ

મહત્વનું છે કે પાછલા વર્ષે 3 નવેમ્બર 2025ના આઠમાં પગાર પંચની રચના કરવામાં આવી હતી અને તેને પોતાની ભલામણો સોંપવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે, એટલે કે આશરે 12 મહિના પસાર થઈ ગયા છે. ડેડલાઈન પ્રમાણે લગભગ મે-જૂન 2027મા પંચે પોતાનો રિપોર્ટ રજૂ કરવાનો છે. ત્યારબાદ સરકારના નિર્ણયના આધારે તેને લાગૂ કરવામાં આવશે.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
8th Pay Commission