• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /રાષ્ટ્રીય
  • /મેરઠ હોટલ કાંડ: જીવ બચાવીને ભાગતી યુવતી સાથે બર્બરતા આચરનારા સલમાનનું પોલીસે કર્યું હાફ એન્કાઉન્ટર

મેરઠ હોટલ કાંડ: જીવ બચાવીને ભાગતી યુવતી સાથે બર્બરતા આચરનારા સલમાનનું પોલીસે કર્યું હાફ એન્કાઉન્ટર

ઉત્તર પ્રદેશના મેરઠમાં એક હોટલની અંદર હિન્દુ યુવતીને બંધક બનાવીને તેની મારપીટ કરનારા આરોપી સલમાનનું પોલીસે હાફ એન્કાઉન્ટર કર્યું છે. પોલીસે આરોપીની ધરપકડ કરી છે. બીજી બાજુ જે હોટલમાં યુવતી સાથે બર્બરતા કરવામાં આવી તે પણ સીલ કરી દેવાઈ છે.

Written ByViral Raval
Published: Nov 25, 2026, 15:23 IST|Updated: Nov 25, 2026, 15:31 IST
joinshare
મેરઠ હોટલ કાંડ: જીવ બચાવીને ભાગતી યુવતી સાથે બર્બરતા આચરનારા સલમાનનું પોલીસે કર્યું હાફ એન્કાઉન્ટર

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
મેરઠ હોટલ કાંડ: જીવ બચાવીને ભાગતી યુવતી સાથે બર્બરતા આચરનારા સલમાનનું પોલીસે કર્યું હાફ એન્કાઉન્ટર

મેરઠ હોટલ કાંડ: જીવ બચાવીને ભાગતી યુવતી સાથે બર્બરતા આચરનારા સલમાનનું પોલીસે કર્યું હાફ એન્કાઉન્ટર

2

EPFOએ બદલી નાખ્યા PFના નિયમો! 90% પૈસા ઉપાડવાથી લઈને રિટાયરમેન્ટ બાદ પણ થતો રહેશે ફાયદો!

3

રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, HCનો CBI અને ED તપાસનો આદેશ રદ

4

દિલજીત દોસાંજના બેંગ્લોરના કોન્સર્ટમાં બ્લાસ્ટની ધમકી મળી, ધમકીમાં આઈફોનનો ઉલ્લેખ

5

ફ્લાવરની ટેસ્ટી ટિક્કી બનાવવાની રીત, ફ્લાવરનું શાક ન ખાતા લોકો પણ હોંશે હોંશે આ ટિક્કી ખાશે

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

યુપીના ચર્ચિત હોટલ કાંડમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ફરાર આરોપી સલમાનનું હાફ એન્કાઉન્ટર કરીને તેની ધરપકડ કરી લેવાઈ છે. એન્કાઉન્ટર દરમિયાન સલમાન ઘાયલ થયો હતો. સલમાન પર હોટલમાં હિન્દુ યુવતીને બંધક  બનાવીને દુષ્કર્મ કરવાનો અને લગ્ન માટે દબાણ કરવાનો આરોપ છે. યુવતી  તેની ચુંગલમાંથી ભાગી ગઈ હતી અને ત્યારબાદ આરોપીએ તેની પકડીને રસ્તા પર મારપીટ કરી તેને ઉઠાવી ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.

યુવતીનો વાયરલ થયો હતો વીડિયો

આ ઘટના ઉત્તર પ્રદેશના મેરઠની આબુલેન સ્થિત એક હોટલની છે. ગાઝિયાબાદની યુવતીએ કંકરખેડાના રહીશ સલમાન પર હોટલમાં તેને બંધક બનાવવાનો, મારપીટ કરવાનો અને હેરાનગતિ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ ઘટનાનો સીસીટીવી વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ મામલો ચર્ચામાં આવ્યો. વીડિયોમાં યુવતી ભાગતી જોવા મળે છે પરંતુ આરોપી તેનો પીછો કરીને તેને રસ્તા પર પટકતો જોવા મળે છે.

પંજાબમાં ફરી ભેગા થયા અકાલી દળ અને ભાજપ, અમિત શાહનો હુંકાર- 2029 સુધીમાં પંજાબને સંપૂર્ણ રીતે નશામુક્ત કરીશું

એવું કહેવાય છે કે આ ઘટના 24 નવેમ્બરે બપોરે દોઢ વાગ્યાની આસપાસ ઘટી હતી. યુવતીએ આરોપ લગાવ્યો હતો  કે તેને ગત રાતથી હોટલમાં બંધક બનાવીને રાખવામાં આવી હતી તથા તેની સાથે મારપીટ કરાઈ હતી. સવારે યેનકેન પ્રકારે તેણે હોટલમાંથી ભાગવાની કોશિશ કરી પરંતુ સલમાને પીછો કરીને તેને પકડી લીધો. ઘટનાસ્થળે હાજર લોકોએ વચ્ચે પડીને યુવતીને આરોપીના ચુંગલમાંથી છોડાવી.

રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, HCનો CBI અને ED તપાસનો આદેશ રદ

ગુનો નોંધીને તપાસ શરૂ

ઘટના બાદ સ્થાનિક લોકોમાં આક્રોશ ફેલાયો હતો અને આરોપી પર કડક કાર્યવાહી કરવાની માંગણી કરાઈ હતી. પોલીસે યુવતીને સુરક્ષિત પોલીસ મથક પહોંચાડી અને તેની ફરિયાદ પર કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી. હોટલના મેનેજર અને કર્મચારીઓ પર આરોપીને ભાગવામાં મદદ કરવાના આરોપ પણ લાગ્યા હતા. જે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

હવે આ મામલે પોલીસે કાર્યવાહી કરતા સલમાનનું હાફ એન્કાઉન્ટર કરીને તેની  ધરપકડ કરી છે. આ સાથે જ ઘટનાસ્થળની હોટલને સીલ કરી છે. પોલીસ આ મામલે અન્ય આરોપીઓ અને હોટલ કર્મચારીઓની ભૂમિકા અંગે પણ તપાસ કરી રહી છે. 

 

Add Zee News as a Preferred Source
TAGS:
India News