દિલજીત દોસાંજ જ્યારથી ઓરા ઇન્ડિયા ટુર 2026 શરૂ કર્યું છે ત્યારથી જ તેને ધમકીઓ મળી રહી છે જ્યાં પણ તેનો કોન્સર્ટ થવાનો હોય ત્યાં કોન્સર્ટ થાય તેના થોડા દિવસ પહેલા બ્લાસ્ટની ધમકીઓ આપવામાં આવે છે. આવી જ ધમકી હવે બેંગ્લોરમાં મળી છે. બેંગ્લોરમાં 29 નવેમ્બરે સાંજે દિલજીત દોસાંજનો કોન્સર્ટ થવાનો છે. તે પહેલા ફરી એક વખત બ્લાસ્ટની ધમકી મળી છે.
દિલજીત દોસાંજ ભારતમાં અલગ અલગ શહેરોમાં લાઈવ પરફોર્મ કરી રહ્યો છે. અત્યાર સુધીમાં દિલ્હી, મુંબઈ, અમદાવાદમાં શો થયા છે અને હવે 29 નવેમ્બરે બેંગ્લોરના Nice ગ્રાઉન્ડમાં દિલજીત દોસાંજનો કોન્સર્ટ થવાનો છે. તે પહેલા દિલજીત દોસાંજના કાર્યક્રમમાં બ્લાસ્ટની ધમકી આપતો ઇમેલ મળ્યો છે. જે ઈમેલ પછી પોલીસે અજાણ્યા લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી દીધી છે.
ધમકી ભક્યા ઈમેલમાં કહેવામાં આવ્યું છે કે 29 નવેમ્બરે ied બોમ્બ બ્લાસ્ટ દિલજીત દોસાંજના કોન્સર્ટમાં થશે. ધમકી આપનારે ઇમેલમાં એવું પણ લખ્યું છે કે આ કોન્સર્ટમાં બાળકોને લઈ જવાનું ટાળવું. સાથે જેવો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે કે જો કોઈને બિનવારસી iphone મળે તો તેને લેવાનું ટાળજો અને મેટ્રો ટ્રેનમાં મુસાફરી આ દિવસે ન કરતા. આ ધમકીઓ સાથે ઇમેલમાં નીચે ખાલી સ્થાન ઝિંદાબાદ લખેલું છે. તેમ જાણવા મળે છે.
આ ઈમેલ મળ્યા પછી પોલીસે અલગ અલગ કલમ હેઠળ ફરિયાદ નોંધી છે અને જે આઈપી એડ્રેસથી ઈમેલ આવ્યો હતો તેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ મામલે પોલીસે ઈમેલ સહિતની વિગતો પર તપાસ શરૂ કરી દીધી છે. જોકે આ પહેલી વખત નથી જ્યારે દિલજીત દોસાંજને ધમકી મળી હોય. અત્યાર સુધીમાં ઘણી વખત દિલજીત દોસાંજને મારવાની ધમકી મળી ચૂકી છે.
જોકે આ પ્રકારની ધમકીઓ પછી દિલજીત દોસાંજના કાર્યક્રમ દેશભરમાં સફળતાપૂર્વક થઈ રહ્યા છે અને પોતાના કોન્સર્ટમાં દિલજીત દોસાંજ પણ તેના વિરોધીઓને જડબાતોડ જવાબ આપતો જોવા મળે છે.