• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /બોલીવુડ
  • /આ ફિલ્મ દરેકને રડાવશે, કોરોનાની બીજી લહેરમાં ટપોટપ મરતાં લોકો અને ડોક્ટરોની લાચારી દર્શાવતી ફિલ્મ OTT પર રિલીઝ

આ ફિલ્મ દરેકને રડાવશે, કોરોનાની બીજી લહેરમાં ટપોટપ મરતાં લોકો અને ડોક્ટરોની લાચારી દર્શાવતી ફિલ્મ OTT પર રિલીઝ

ઝી5 પર ઋચા ચઢ્ઢાની ફિલ્મ દિલ્હી 2021 રિલીઝ થઈ છે. આ ફિલ્મ કોરોનાની બીજી લહેર સમયે દેશમાં હોસ્પિટલોની જે હાલત હતી જે દર્શાવે છે. આ ફિલ્મ ફરી એકવાર કોરોનાની ભયાનક યાદોને તાજી કરી દેશે.

Written ByKrupa Shah
Published: Nov 25, 2026, 12:37 IST|Updated: Nov 25, 2026, 12:41 IST
joinshare
આ ફિલ્મ દરેકને રડાવશે, કોરોનાની બીજી લહેરમાં ટપોટપ મરતાં લોકો અને ડોક્ટરોની લાચારી દર્શાવતી ફિલ્મ OTT પર રિલીઝ

About the Author

Krupa Shah

Krupa Shah

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
દિલજીત દોસાંજના બેંગ્લોરના કોન્સર્ટમાં બ્લાસ્ટની ધમકી મળી, ધમકીમાં આઈફોનનો ઉલ્લેખ

દિલજીત દોસાંજના બેંગ્લોરના કોન્સર્ટમાં બ્લાસ્ટની ધમકી મળી, ધમકીમાં આઈફોનનો ઉલ્લેખ

2

ફ્લાવરની ટેસ્ટી ટિક્કી બનાવવાની રીત, ફ્લાવરનું શાક ન ખાતા લોકો પણ હોંશે હોંશે આ ટિક્કી ખાશે

3

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટનો ફરી વિસ્તાર વધશે: ફેઝ-3નું કામ શરૂ, જાણો ફેઝ-2માં કઈ કામગીરી કયા તબક્કામાં પહોંચી?

4

Gold Rate Today: વળી પાછો સોનાના ભાવમાં જબરદસ્ત મોટો કડાકો, ચાંદી પણ 9000 રૂપિયા તૂટી, શું ખરેખર 1 લાખ નીચે જશે સોનું? જાણો આજનો ભાવ

5

આ ફિલ્મ દરેકને રડાવશે, કોરોનાની બીજી લહેરમાં ટપોટપ મરતાં લોકો અને ડોક્ટરોની લાચારી દર્શાવતી ફિલ્મ OTT પર રિલીઝ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

કોરોના વાયરસ ફેલાયો ત્યારનો lockdown નો સમય અને પછી કોરોનાની બીજી લહેર સમયે દેશમાં જે હાલત સર્જાઈ હતી તેને દરેક વ્યક્તિ ભૂલી જવા માંગે છે. તેમાં પણ કોરોનાની બીજી લહેરમાં જ્યારે ઓક્સિજન અને દવાના અભાવથી ટપોટપ લોકો મરી રહ્યા હતા અને હોસ્પિટલ તેમજ ડોક્ટરો લાચારીની સ્થિતિમાં હતા તે સમયે સૌથી ખરાબ સમય હતો. આ સમયને ઉજાગર કરતી ફિલ્મ દિલ્હી 2021 zee5 પર રિલીઝ થઈ ગઈ છે.

આ પણ વાંચો: 418 Movie: હોરર ફિલ્મ 418 ઓટીટી પર રિલીઝ, અઢી કલાકની ફિલ્મ રાતની ઊંઘ ઉડાડી દેશે

દિલ્હી 2021 ફિલ્મ

ઓટીટી પ્લેટફોર્મ zee5 ઉપર રુચા ચઢ્ઢા અભિનીત ફિલ્મ દિલ્હી 2021 રિલીઝ થઈ છે. આ ફિલ્મનું ટ્રેલર પણ થોડા દિવસો પહેલા રિલીઝ કરવામાં આવ્યું હતું. ફિલ્મનું ટ્રેલર જોઈને પણ રુંવાડા ઊભા થઈ જાય તેવું છે. ટ્રેલરમાં દર્શાવવામાં આવ્યું છે કે કોરોના વાયરસની બીજી લહેર દરમિયાન ઓક્સિજનની ભયંકર શોર્ટેજ સર્જાઇ હતી અને ઓક્સિજનના અભાવના કારણે અનેક લોકોના મોત થયા હતા. આ સમયે ડોક્ટરોની હાલત અને લાચારી કેવી હતી તે ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે. ફિલ્મનું ટ્રેલર જોઈને જ લાગતું હતું કે આ ફિલ્મ ફરી એક વખત કોરોનાના ભયંકર સમયની યાદ અપાવી દેશે. જે લોકો આ કપરા સમયમાંથી પસાર થયા છે તેમની આંખો આ ફિલ્મ જોઈને ચોક્કસથી ભીની થઈ જશે.

 

દિલ્હી 2021 ફિલ્મની સ્ટોરી

વર્ષ 2021 માં કોરોના મહામારીએ અનેક લોકોના જીવ લીધા હતા. તેમાં પણ જ્યારે કોરોનાની બીજી લહેર ફેલાઈ ત્યારે હોસ્પિટલોમાં બેડ, ઓક્સિજન અને દવાઓનો ભયંકર અભાવ સર્જાયો હતો. આવા સમયે કેટલાક લોકોએ કાળા બજારી શરૂ કરી દીધી હતી અને એક એક ઓક્સિજન સિલિન્ડરના ભાવ 2,00,000 સુધી પહોંચી ગયા હતા. કોરોનાથી બચાવ માટેના ઇન્જેક્શન અને દવાઓની પણ કાળા બજારી શરૂ થઈ ગઈ હતી. આ સ્થિતિમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. કોરોનાની બીજી લહેર દરમિયાન જે તારાજી સર્જાઇ હતી તેના પર આધારિત દિલ્હી 2021 ફિલ્મ છે. લોકો કોરોનાના કારણે મરી રહ્યા હતા અને કેટલાક લોકો જીવન જરૂરી ઓક્સિજનની કાળા બજારી કરવામાં વ્યસ્ત હતા. આ બધું જ દિલ્હી 2021 ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો: 3 વર્ષ સુધી ફક્ત રામાયણ ફિલ્મના સંગીત પર કામ કર્યું, 12 ફિલ્મો ઠુકરાવી, એ આર રહેમાને શેર કર્યા અનુભવ

Zee5 પર જુઓ દિલ્હી 2021 ફિલ્મ

દિલ્હી 2021 ફિલ્મ હોસ્પિટલોમાં ડોક્ટરની સ્થિતિ કેવી હતી તે પણ ઉજાગર કરે છે. દિલ્હી 2021 ફિલ્મનું ડાયરેક્શન અભિષેક આચાર્યએ કર્યું છે. ફિલ્મના મુખ્ય કલાકારોમાં રુચા ચઢ્ઢા, સોનાલી કુરકર્ણી, ગુલશન ગ્રોવર, સુમિત વ્યાસ સહિતના કલાકારો મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં જોવા મળે છે. આ ફિલ્મ ઝી5 પર 25 નવેમ્બર થી સ્ટ્રીમ કરી દેવામાં આવી છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:
bollywood news