• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /વેપાર
  • /Gold Rate Today: વળી પાછો સોનાના ભાવમાં જબરદસ્ત મોટો કડાકો, ચાંદી પણ 9000 રૂપિયા તૂટી, શું ખરેખર 1 લાખ નીચે જશે સોનું? જાણો આજનો ભાવ

Gold Rate Today: વળી પાછો સોનાના ભાવમાં જબરદસ્ત મોટો કડાકો, ચાંદી પણ 9000 રૂપિયા તૂટી, શું ખરેખર 1 લાખ નીચે જશે સોનું? જાણો આજનો ભાવ

Gold-Silver Price Today: સોના અને ચાંદીના ભાવમાં ફરીથી મસમોટો કડાકો જોવા મળ્યો છે. IBJA પર ચાંદી ખુલતાની સાથે જ ગગડીને 1.21 લાખ પર પહોંચી ગઈ અને ચાંદી 1.43 લાખના સ્તરે ખુલી. જ્યારે વાયદા બજારમાં પણ સોનું અને ચાંદી ભારે ઘટાડા સાથે લાલ નિશાનમાં જોવા મળી રહ્યા છે.

Written ByViral Raval
Published: Nov 25, 2026, 12:55 IST|Updated: Nov 25, 2026, 13:37 IST
joinshare
Gold Rate Today: વળી પાછો સોનાના ભાવમાં જબરદસ્ત મોટો કડાકો, ચાંદી પણ 9000 રૂપિયા તૂટી, શું ખરેખર 1 લાખ નીચે જશે સોનું? જાણો આજનો ભાવ
Image Credit: AI Generated Image

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
દિલજીત દોસાંજના બેંગ્લોરના કોન્સર્ટમાં બ્લાસ્ટની ધમકી મળી, ધમકીમાં આઈફોનનો ઉલ્લેખ

દિલજીત દોસાંજના બેંગ્લોરના કોન્સર્ટમાં બ્લાસ્ટની ધમકી મળી, ધમકીમાં આઈફોનનો ઉલ્લેખ

2

ફ્લાવરની ટેસ્ટી ટિક્કી બનાવવાની રીત, ફ્લાવરનું શાક ન ખાતા લોકો પણ હોંશે હોંશે આ ટિક્કી ખાશે

3

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટનો ફરી વિસ્તાર વધશે: ફેઝ-3નું કામ શરૂ, જાણો ફેઝ-2માં કઈ કામગીરી કયા તબક્કામાં પહોંચી?

4

Gold Rate Today: વળી પાછો સોનાના ભાવમાં જબરદસ્ત મોટો કડાકો, ચાંદી પણ 9000 રૂપિયા તૂટી, શું ખરેખર 1 લાખ નીચે જશે સોનું? જાણો આજનો ભાવ

5

આ ફિલ્મ દરેકને રડાવશે, કોરોનાની બીજી લહેરમાં ટપોટપ મરતાં લોકો અને ડોક્ટરોની લાચારી દર્શાવતી ફિલ્મ OTT પર રિલીઝ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Gold Rate Today: સોના અને ચાંદીના ભાવમાં ફરીથી મસમોટો કડાકો જોવા મળ્યો છે. IBJA પર ચાંદી ખુલતાની સાથે જ ગગડીને 1.21 લાખ પર પહોંચી ગઈ અને ચાંદી 1.43 લાખના સ્તરે ખુલી. જ્યારે વાયદા બજારમાં પણ સોનું અને ચાંદી ભારે ઘટાડા સાથે લાલ નિશાનમાં જોવા મળી રહ્યા છે.

દેવઉઠી એકાદશી જતા જ હવે લગ્નગાળો પૂરજોશમાં ખીલ્યો છે. ત્યારે સોના અને ચાંદીના દાગીના કે લગડી, વસ્તુઓની ખરીદી કરવા માંગતા લોકો માટે ખુશખબર છે. કિંમતી ધાતુઓના ભાવમાં આજે જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. વૈશ્વિક બજારમાં પણ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. આજનો લેટેસ્ટ રેટ ખાસ જાણો.

આજનો સોના અને ચાંદીનો ભાવ

IBJA પર આજે 10 ગ્રામ 24 કેરેટ સોનું 3635 રૂપિયા તૂટીને 121310 રૂપિયાના સ્તરે ખુલ્યું છે જે કાલે 124945 રૂપિયાના સ્તરે બંધ થયું હતું. ગઈ કાલે સોનું 125123 રૂપિયાના સ્તરે ખુલ્યું હતું. એજ રીતે ચાંદીની વાત કરીએ તો એક કિલો ચાંદીના ભાવમાં આજે 9103 રૂપિયાનો કડાકો નોંધાયો છે અને ભાવ 143522 રૂપિયા પર ખુલ્યો છે. જે કાલે 152625 રૂપિયા પર બંધ થયો હતો.

24 કલાકમાં સોનાના ભાવમાં જોઈએ તો 3813 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. કાલે ચાંદી 152941 રૂપિયા પર ખુલી હતી. એટલે 24 કલાકમાં 9419 રૂપિયાનો ચાંદીમાં ઘટાડો જોવા મળ્યો છે.

અત્રે જણાવવાનું કે આ ભાવમાં મેકિંગ ચાર્જ અને જીએસટી સામેલ નથી હોતા. IBJAના ભાવ દિવસમાં બેવાર જાહેર થાય છે. શનિવારે અને રવિવારે તથા જાહેર રજાઓના દિવસે નવા  ભાવ જાહેર કરવામાં આવતા નથી.

સોનાના કેરેટ પ્રમાણે ભાવ

વાયદા બજારમાં ભાવ

MCX પર આજના ભાવ જોઈએ તો બપોરે 12.35 કલાકની આસપાસ 4 ડિેસેમ્બરના વાયદાવાળું 10 ગ્રામ સોનું 1.46 ટકા ગગડીને 120540 રૂપિયા પર ટ્રેડ થતું જોવા મળ્યું. જ્યારે 4 ડિસેમ્બરના વાયદાવાળી એક કિલો ચાંદી 1.60 ટકા તૂટીને 143117 રૂપિયાની સપાટીએ જોવા મળી.

એક લાખથી નીચે જશે સોનું?

સોના અને ચાંદીના  ભાવમાં જે રીતે સતત ઘટાડો થઈ રહ્યો છે તે જોતા એ વિષય સતત ચર્ચાઈ રહ્યો છે કે શું સોનું એક લાખના સ્તરે પહોંચી જશે? જો કે હજુ પણ સોનાએ સ્તરે પહોંચવા માટે 21000 રૂપિયા ઘટાડો વેઠવો પડે. પરંતુ હજુ સુધી કોઈ પણ વિશેષજ્ઞએ એ અનુમાન જાહેર નથી કર્યું કે સોનું એક લાખ રૂપિયા સુધી પહોંચી જશે. સોનામાં સતત ઉતાર ચડાવનો માહોલ છે. ભાવ પર અનેક પરિબળો અસર કરે છે. સોના પર માંગનું પરિબળ પણ અસર કરે છે અને એ જોઈએ તો ભારતમાં હવે લગ્નગાળો ચાલુ છે ત્યારે સોના અને ચાંદીની માંગ પણ વધે છે. 

આરબીઆઈની ટોપ અધિકારીઓ સાથે બેઠક

છેલ્લા લગભગ એક મહિનાથી સોનાના ભાવમાં  ભારે ઘટાડો જોવા મળ્યો છે. જે પોતાના હાઈથી જબરદસ્ત તૂટ્યું છે. સોનાના ભાવમાં ઘટાડા બાદ હવે કેન્દ્રીય બેંક રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ નોન  બેંકિંગ ફાઈનાન્સ કંપનીઓ (NBFCs)ના ટોપના અધિકારીઓ સાથે બેઠક કરી. બેઠકમાં આરબીઆઈએ અધિકારીઓને ગોલ્ડ લોન વિશે વધુ સતર્ક રહેવા જણાવ્યું. બેંકે કહ્યું કે તેમણે પોતાની ગોલ્ડ લોન એટલે કે આ કરજને પહેલા કરતા વધુ સારી રીતે તપાસ કરવું પડશે કરાણ કે સોનાના ભાવમાં ઘટાડાથી કરજ આપનારા લોન ટુ વેલ્યુ (LTV) રેશ્યોનું સંતુલન બગડે છે.

આરબીઆઈએ શું આપી ચેતવણી

NBTના રિપોર્ટ મુજબ સોનાના ભાવમાં ભારે કડાકા બાદ આરબીઆઈએ ગોલ્ડ લોન અને કરજને લઈને એનબીએફસીને કડક ચેતવણી આપી છે. કેન્દ્રીય  બેંકે સ્પષ્ટ રીતે કહ્યું છે કે જો એનબીએફસી માર્ચ 2027 સુધીમાં 10 કરોડ રૂપિયાનો નેટ ઓન્ડ ફંડ (NOF)ના ટાર્ગેટને હાંસલ નહીં કરી શકે તો તેમને હવે આગળ કોઈ વધુ સમયમર્યાદા નહીં અપાય.

આરબીઆઈના જણાવ્યાં મુજબ NOF એ દર્શાવે છે કે  કંપની પાસે પોતાના દમ પર કારોબાર ચલાવવા અને નુકસાન સહન કરવા માટે કેટલી મૂડી છે. દેશની એનબીએફસી માટે ન્યૂનતમ NOF 10 કરોડ રૂપિયા છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News