પંજાબમાં આગામી વિધાનસભા ચૂંટણી ભાજપ અને અકાલી દળ ભેગા થઈને લડશે. બંને પક્ષો વચ્ચે ફરીથી એકવાર ગઠબંધન થયું છે. શિરોમણી અકાલી દળના નેતાઓ ભાજપ કાર્યાલય પહોંચ્યા જ્યાં યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં ગૃહમંત્રી અમિત શાહે આ ગઠબંધન અંગે જાહેરાત કરી. શિરોમણી અકાલી દળના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન પણ આ અવસરે હાજર રહ્યા. અમિત શાહે મોટું નિવેદન આપતા કહ્યું કે આમ આદમી પાર્ટીની સરકાર નશાની સમસ્યા ખતમ કરવામાં નિષ્ફળ રહી છે. પરંતુ ચૂંટણી બાદ ભાજપ અને અકાલી દળની ગઠબંધન સરકાર આ સમસ્યાનો ઉકેલ લાવશે.
#WATCH | Delhi: Union Home Minister Amit Shah says, "It is a matter of immense joy that the National Democratic Alliance's (NDA) oldest ally, the Shiromani Akali Dal (SAD), is returning to the NDA once again today. I heartily welcome all colleagues of the Akali Dal and Sardar Sukhbir Singh Badal ji into the NDA... Yesterday, when I spoke with the Prime Minister about the expansion of the NDA, the Prime Minister also called Sukhbir ji and our President and expressed the sentiment that the NDA is now complete, that the NDA becomes complete only with Badal Sahab's party. I believe that in Punjab, across the entire country, and in the world, this alliance will become a symbol of Hindu-Sikh brotherhood, and both parties will move forward together in this direction."
— ANI (@ANI) November 24, 2026
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આજે જ્યારે આખો દેશ ગુરુપર્વ મનાવી રહ્યો છે ત્યારે એનડીએના તમામ પક્ષો માટે આ ખુબ આનંદનો વિષય છે કે એનડીએના સૌથી જૂના સાથે અકાલી દળની ફરીથી એનડીએમાં વાપસી થઈ છે. અકાલી દળ આજથી એનડીના અધિકૃત સાથી તરીકે કામ કરશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના નેતૃત્વમાં આજે એક બેઠક થઈ. જેમાં અકાલી દળ અને ભાજપના મુખ્ય નેતાઓએ નિર્ણય લીધો કે પંજાબમાં આગામી વિધાનસભા ચૂંટણી ભાજપ અને અકાલી દળ મળીને લડશે.
અમિત શાહે વધુમાં કહ્યું કે, કાલે જ્યારે પીએમ મોદી સાથે વાત થઈ કે એનડીએનો વિસ્તાર થઈ રહ્યો છે તો તેમણે ખુબ આનંદ સાથે સુખબીર સિંહ બાદલને ફોન કર્યો અને ભાજપ અધ્યક્ષને પણ ફોન કરીને ભાવના વ્યક્ત કરી કે હવે એનડીએ પૂર્ણ થઈ ગયું છે. બાદલજીની પાર્ટી સાથે જ એનડીએ પૂર્ણ થાય છે. પ્રધાનમંત્રી અને બાદલજીનો અટલજી, અડવાણીજી અને બાદલજીનો વર્ષો જૂનો ગાઢ સંબંધ રહ્યો છે. ભાજપ અને અકાલી દળનો પણ ખુબ ગાઢ સંબંધ રહ્યો છે. પંજાબ અને સમગ્ર દેશમાં આ ગઠબંધન હિન્દુ-શિખ ભાઈચારાનું પ્રતિક બનશે.
આ સાથે તેમણે કહ્યું કે ભાજપ અને અકાલી દળ પંજાબમાં અનેક પ્રમુખ વિષયો પર ચૂંટણી ઢંઢેરો બહાર પાડશે. પરંતુ પંજાબમાં નશાની સમસ્યાને જડમૂળમાંથી નાબૂદ કરવી એ અમારો મુખ્ય લક્ષ્ય હશે. પંજાબમાં ભ્રષ્ટાચારની નાબૂદી અને રાષ્ટ્રવાદી શક્તિઓને સશક્ત કરવી એ પણ અમારો મુખ્ય લક્ષ્ય હશે. કેજરીવાલ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, પંજાબમાં કેજરીવાલ ત્રણ મહિનામાં નશાને સમાપ્ત કરવાના વાયદા સાથે આવ્યા હતા પરંતુ નશો સમાપ્ત થયો નહીં ઉલ્ટો વધ્યો. 2017માં રાહુલ ગાંધીએ તે કાર્યકાળમાં નશાને સમાપ્ત કરવાનું વચન આપ્યું હતું પરંતુ તેમની પાર્ટીએ નશાને સમાપ્ત કરવા માટે કશું કર્યું નહીં.
#WATCH | Delhi: Union Home Minister Amit Shah says, "Under the leadership of Badal Sahab, the Akali Dal has been our oldest ally. We have contested many elections together—experiencing both victories and defeats—yet our bond has remained unbreakable. Today, this partnership is being renewed, and it brings us great joy. As the Bharatiya Janata Party and the Akali Dal—as part of the NDA—prepare for the elections, we will unveil a manifesto for Punjab that addresses several key issues..."
— ANI (@ANI) November 24, 2026
પંજાબમાં ભાજપ અને શિરોમણી અકાલી દળ વચ્ચે ગઠબંધન આ કોઈ પહેલીવાર થયું નથી. આ અગાઉ 1996માં ગઠબંધન થયું હતું જે સપ્ટેમ્બર 2020માં કૃષિ કાયદાને કારણે થયેલા મતભેદોને લીધે તૂટ્યું હતું. પંજાબમાં 117 વિધાનસભા સીટો છે. બંને પક્ષો વચ્ચે સીટોની ફાળવણીનો જૂનો ફોર્મ્યૂલો શિરોમણી અકાલી દળ 94 અને ભાજપ 23 સીટો પર ચૂંટણી લડે એવો હતો. પરંતુ 2026માં સીટ શેરિંગ અંગે ચર્ચા હજુ ચાલુ છે.