• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /રાષ્ટ્રીય
  • /રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, HCનો CBI અને ED તપાસનો આદેશ રદ

રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, HCનો CBI અને ED તપાસનો આદેશ રદ

કોંગ્રેસ નેતા અને લોકસભામાં નેતા વિપક્ષ રાહુલ ગાંધીને કથિત આવકથી વધુ સંપત્તિના મામલામાં સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે.

Written ByGokani Dhaval
Published: Nov 25, 2026, 14:44 IST|Updated: Nov 25, 2026, 14:45 IST
joinshare
રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, HCનો CBI અને ED તપાસનો આદેશ રદ

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
EPFOએ બદલી નાખ્યા PFના નિયમો! 90% પૈસા ઉપાડવાથી લઈને રિટાયરમેન્ટ બાદ પણ થતો રહેશે ફાયદો!

EPFOએ બદલી નાખ્યા PFના નિયમો! 90% પૈસા ઉપાડવાથી લઈને રિટાયરમેન્ટ બાદ પણ થતો રહેશે ફાયદો!

2

રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, HCનો CBI અને ED તપાસનો આદેશ રદ

3

દિલજીત દોસાંજના બેંગ્લોરના કોન્સર્ટમાં બ્લાસ્ટની ધમકી મળી, ધમકીમાં આઈફોનનો ઉલ્લેખ

4

ફ્લાવરની ટેસ્ટી ટિક્કી બનાવવાની રીત, ફ્લાવરનું શાક ન ખાતા લોકો પણ હોંશે હોંશે આ ટિક્કી ખાશે

5

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટનો ફરી વિસ્તાર વધશે: ફેઝ-3નું કામ શરૂ, જાણો ફેઝ-2માં કઈ કામગીરી કયા તબક્કામાં પહોંચી?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની કથિત આવકથી વધુ સંપત્તિના મામલામાં CBI અને ઈડીની તપાસને રદ્દ કરી દીધી છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેચએ અલ્હાબાદ હાઈકોર્ટને કહ્યું કે તેઓ આ મુદ્દે નવેસરથી વિચાર કરે. સુપ્રીમ કોર્ટે તે પણ કહ્યું કે રાહુલ ગાંધીને મામલામાં પક્ષકાર બનાવવામાં આવે, જેથી તેમનો પક્ષ પણ સાંભળી શકાય.

અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેચએ ભાજપ કાર્યકર્તા વિગ્નેશ શિશિરની અરજી પર રાહુલ ગાંધી વિરુદ્ધ લાગેલા આરોપોની સીબીઆઈ અને ઈડી પાસે તપાસ કરાવવાનો આદેશ આપ્યો હતો. અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે રાહુલ ગાંધી પોતાની વિદેશ યાત્રા પર અત્યાર સુધી આશરે 60 કરોડ રૂપિયા ખર્ચ કરી ચૂક્યા છે. આ રકમ તેમના દ્વારા જાહેર કરવામાં આવેલી આવકથી વધુ છે.

રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો આદેશ

હાઈકોર્ટના આદેશને રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. 17 ઓગસ્ટે સુનાવણી દરમિયાન તેમના વકીલ કપિલ સિબ્બલે કહ્યુ હતુ કે હાઈકોર્ટે એકતરફી આદેશ આપ્યો. ફરિયાદીનો આ મામલામાં સીધો સંબંધ નથી, છતાં તેની અરજી પર બંધ ચેમ્બરમાં સુનાવણી થઈ. તેમણે તે પણ આરોપ લગાવ્યો કે સીલબંધ કવરમાં આપેલી જાણકારીઓ મીડિયામાં લીક થઈ રહી છે. સિબ્લલે તેને પ્રાકૃતિક ન્યાયના સિદ્ધાંતોનું ઉલ્લંઘન ગણાવ્યું હતું.

આ પણ વાંચોઃ ભારતીય સેનાની દરેક હિલચાલ પર હતી ચીનની નજર, ૩ જાસૂસી ઉપગ્રહોએ 'ઓપરેશન સિંદૂર' દરમિયાન 

અરજીકર્તા વિગ્નેશ શિશિરે કર્યો હતો વિરોધ

તો અરજીકર્તા વિગ્નેશ શિશિરે રાહુલની અરજીનો વિરોધ કરતા કહ્યુ હતું કે શરૂઆતી તપાસ દરમિયાન પ્રસ્તાવિત આરોપીને સાંભળવાની કોઈ કાયદાકીય જોગવાઈ નથી. સીબીઆઈ તરફથી રજૂ ASG એસ વી રાજુએ પણ કહ્યુ કે એજન્સી હજુ પ્રાથમિક તપાસ કરી રહી છે અને FIR નોંધવાનો નિર્ણય તપાસ બાદ લેવામાં આવશે. તેના પર જસ્ટિસ જોયમાલ્યા બાગચીએ સવાલ ઉઠાવ્યો કે આરોપ આટલા ગંભીર હતા તો CBIએ સુઓમોટો લઈ કાર્યવાહી કેમ ન કરી. સુપ્રીમ કોર્ટે હવે હાઈકોર્ટને તમામ પક્ષોને સાંભળી નિર્ણય લેવાનું કહ્યું છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:
India News