• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /ભારતીય સેનાની દરેક હિલચાલ પર હતી ચીનની નજર, ૩ જાસૂસી ઉપગ્રહોએ 'ઓપરેશન સિંદૂર' દરમિયાન ગુજરાતને બનાવ્યું હતું નિશાન!

ભારતીય સેનાની દરેક હિલચાલ પર હતી ચીનની નજર, ૩ જાસૂસી ઉપગ્રહોએ 'ઓપરેશન સિંદૂર' દરમિયાન ગુજરાતને બનાવ્યું હતું નિશાન!

Operation Sindoor Chinese spy satellites: કચ્છ સહિત ગુજરાતના સંવેદનશીલ દરિયાકાંઠાના વિસ્તારો પર ઓપરેશન સિંદૂર દરમિયાન ચીનના ત્રણ જાસૂસી ઉપરગહો નજર રાખી રહ્યા હોવાના અહેવાલ બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો છે. બેંગલુરુ સ્થિત અંતરિક્ષ દેખરેખ ક્ષેત્રની કંપની ડિગંતારાના અહેવાલ રજૂ કર્યો છે. અહેવાલમાં વધુ એક ખુલાસો કરવામાં આવ્યો છે કે 22 એપ્રિલ, 2025ના પહચગામ આતંકી હુમલાના 6 દિવસ પહેલાં એક ચીની ઉપગ્રાહે વિસ્તાર પરથી પ્રસાર થવાની પ્રવૃત્તિ બમણી કરી હતી.

Written ByKinjal Patel
Published: Nov 25, 2026, 11:30 IST|Updated: Nov 25, 2026, 11:40 IST
joinshare
ભારતીય સેનાની દરેક હિલચાલ પર હતી ચીનની નજર, ૩ જાસૂસી ઉપગ્રહોએ 'ઓપરેશન સિંદૂર' દરમિયાન ગુજરાતને બનાવ્યું હતું નિશાન!

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
આ 7 રાશિના લોકો માટે અષ્ટધાતુનું કડું અનુકૂળ નથી ગણાતું, પહેરે તો નુકસાન થવાની શક્યતા વધે

આ 7 રાશિના લોકો માટે અષ્ટધાતુનું કડું અનુકૂળ નથી ગણાતું, પહેરે તો નુકસાન થવાની શક્યતા વધે

2

રન ન બનતાં પરેશાન હતો વૈભવ, આ ખેલાડીની 30 મિનિટની શિખામણનો જાદુ! પછી 204 રન ફટકારી રચ્યો ઇતિહાસ

3

ભારતીય સેનાની દરેક હિલચાલ પર હતી ચીનની નજર, ૩ જાસૂસી ઉપગ્રહોએ 'ઓપરેશન સિંદૂર' દરમિયાન ગુજરાતને બનાવ્યું હતું નિશાન!

4

જેનિફર બૈરેટો બની મિસ યુનિવર્સ 2026, ભારતની કાજિયા લિજને ટોપ-12માં પણ સ્થાન ન મળ્યું

5

ઘરની ચાર દિવાલોમાં જ મહિલાઓ અસુરક્ષિત! ગુજરાતમાં દર 3 મિનિટે ઘરેલુ હિંસાનો એક કેસ, ‘અભયમ્’નો ચોંકાવનારો ખુલાસો

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Operation Sindoor Chinese spy satellites: 'ઓપરેશન સિંદૂર'ને લઈને ફરી એકવાર મોટો ખુલાસો થયો છે. 'ઓપરેશન સિંદૂર' દરમિયાન કચ્છ સહિત ગુજરાતના સંવેદનશીલ દરિયાકાંઠા અને સરહદી વિસ્તારો પર ચીનના ત્રણ અત્યાધુનિક જાસૂસી ઉપગ્રહો દ્વારા દેખરેખ રાખવામાં આવી હોવાના અહેવાલો સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

બેંગલુરુ સ્થિત અંતરિક્ષ દેખરેખ કંપની 'ડિગંતારા' (Digantara) ના અહેવાલને ટાંકીને 'ધ પ્રિન્ટ'માં પ્રકાશિત માહિતી મુજબ ચીનના નિન્શિયા-14, ગાઓફેન-11 અને યાઓગાન-30 ઉપગ્રહોએ ખાસ કરીને ભુજ, નલિયા અને જામનગર પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું હોવાનો ખુલાસો કર્યો છે. અહેવાલમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા પહેલગામ આતંકી હુમલાના 6 દિવસ અગાઉ એક ચીની ઉપગ્રહે પહેલગામ વિસ્તાર પરથી પસાર થવાની પોતાની ગતિવિધિ બમણી કરી દીધી હતી.

ઘરની ચાર દિવાલોમાં જ મહિલાઓ અસુરક્ષિત! ગુજરાતમાં દર 3 મિનિટે ઘરેલુ હિંસાનો એક કેસ, ‘અભયમ્’નો ચોંકાવનારો ખુલાસો

10 અને 11 મે દરમિયાન આ ઉપગ્રહોની ગુજરાતના દરિયાકાંઠા પર વિશેષ સક્રિયતા

અહેવાલ અનુસાર, 10 અને 11 મે દરમિયાન આ ઉપગ્રહોની ગુજરાતના દરિયાકાંઠા પર વિશેષ સક્રિયતા જોવા મળી હતી. આ ઉપગ્રહો હિંદ મહાસાગરથી લઈને ભારતના આંતરિક ભાગો સુધી આર્મી, એરફોર્સ અને નેવીની હિલચાલ તેમજ મહત્ત્વપૂર્ણ માળખાગત સુવિધાઓનું નિરીક્ષણ કરવાની ક્ષમતા ધરાવે છે.

આ ઉપગ્રહો પાસે ઉચ્ચ ગુણવત્તાવાળા ફોટા પાડવાની સાથે રેડિયો ફ્રીક્વન્સી અને ઇલેક્ટ્રોનિક સિગ્નલોનું નિરીક્ષણ કરવાની ટેકનોલોજી પણ છે. તેના માધ્યમથી લશ્કરી મથકો, એરબેઝ, બંદરો, જહાજોની અવરજવર અને મહત્ત્વપૂર્ણ ઔદ્યોગિક એકમોની ગતિવિધિઓ પર નજર રાખી શકાય છે. પાકિસ્તાનની સરહદને અડીને આવેલા કચ્છના ભુજ અને નલિયામાં ભારતીય વાયુસેનાના મહત્ત્વપૂર્ણ મથકો આવેલા હોવાથી તેનું વ્યૂહાત્મક મહત્ત્વ ખૂબ જ વધારે છે. ઓપરેશન સિંદૂર દરમિયાન ભુજ, નલિયા અને કચ્છના સરહદી વિસ્તારોમાં હવાઈ હુમલાની ચેતવણીઓ, સાવચેતીના ભાગરૂપે બ્લેકઆઉટ તેમજ હવાઈ અને બંદર સેવાઓ પર અસર જોવા મળી હતી.

ગુજરાતના 2 કરોડથી વધુ વીજ ગ્રાહકોને મોંઘવારીનો ઝટકો: વીજ બિલ અને ફ્યુઅલ સરચાર્જમાં વધારો, PGVCL અને ટોરેન્ટ પાવરના ગ્રાહકો પર બોજ

વિઝ્યુઅલ ઇમેજિંગ સેટેલાઇટ શું કામ કરે છે?

ઉચ્ચ-રિઝોલ્યુશન વિઝ્યુઅલ ઇમેજિંગ ઉપગ્રહો અવકાશમાંથી પૃથ્વીની સપાટીની અત્યંત સ્પષ્ટ અને વિગતવાર તસવીરો લઈ શકે છે. કેટલાક અદ્યતન ઉપગ્રહોની છબીઓનું રિઝોલ્યુશન એક મીટર કે તેથી પણ ઓછા સ્તર સુધી પહોંચી શકે છે. આવી ક્ષમતા દ્વારા લશ્કરી પ્રવૃત્તિઓ અને શસ્ત્રોની જમાવટ પર નજર રાખી શકાય છે. ત્યારબાદ લશ્કરી સ્થાપનો અને માળખાગત સુવિધાઓનો ચોક્કસ નકશો તૈયાર કરી શકાય છે. મળતી વિગતોના આધારે લક્ષ્યોની ઓળખ અને ચોકસાઈભરી કામગીરીમાં મદદ મળી શકે છે.

ઇલેક્ટ્રોનિક ઇન્ટેલિજન્સ ઉપગ્રહો શું છે?

ઇલેક્ટ્રોનિક ઇન્ટેલિજન્સ ઉપગ્રહો અવકાશમાંથી ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ અને વિવિધ ઇલેક્ટ્રોનિક સિગ્નલો મેળવીને તેનું વિશ્લેષણ કરે છે. તેમનું મુખ્ય કાર્ય ચોક્કસ વિસ્તારમાં કાર્યરત રડાર તેમજ અન્ય લશ્કરી અને નાગરિક ઇલેક્ટ્રોનિક ઉપકરણોની પ્રવૃત્તિઓ પર નજર રાખવાનું છે. આ ઉપગ્રહો વિવિધ ફ્રીક્વન્સી રેન્જમાંથી આવતા સિગ્નલો પકડીને રડારના પ્રકાર અને સ્થાનની ઓળખ કરવામાં મદદ કરે છે, જેના આધારે પ્રતિકારક રણનીતિ ઘડી શકાય છે.

Gujarat News Live: મોંઘવારીનો વધુ એક ઝટકો, ગુજરાતમાં હજુ આકરી ઠંડી માટે જોવી પડશે રાહ, ભારતમાલા હાઈ-વે પર એરક્રાફ્ટનું સફળ લેન્ડિંગ

દરેક ઉપગ્રહની ભૂમિકા અલગ-અલગ રીતે સંવેદનશીલ

અહેવાલ મુજબ, દરેક ઉપગ્રહની ભૂમિકા અલગ-અલગ રીતે સંવેદનશીલ છે. નિન્શિયા-14ની વાત કરીએ તો તે રેડિયો અને ઇલેક્ટ્રોમેગ્નેટિક સિગ્નલ્સનું નિરીક્ષણ કરવાની ક્ષમતા ધરાવે છે. ગાઓફેન-11 ઉચ્ચ ગુણવત્તાની તસવીરો દ્વારા હવાઈ મથકો, વિમાનો, જહાજો અને બંદરોની ગતિવિધિઓ પર નજર રાખે છે અને યાઓગાન-30 રડાર સિગ્નલ્સ સહિતની ઇલેક્ટ્રોનિક ગતિવિધિઓનું નિરીક્ષણ કરી શકે છે.

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News