• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /અમદાવાદ
  • /ગુજરાતના 2 કરોડથી વધુ વીજ ગ્રાહકોને મોંઘવારીનો ઝટકો: વીજ બિલ અને ફ્યુઅલ સરચાર્જમાં વધારો, PGVCL અને ટોરેન્ટ પાવરના ગ્રાહકો પર બોજ

ગુજરાતના 2 કરોડથી વધુ વીજ ગ્રાહકોને મોંઘવારીનો ઝટકો: વીજ બિલ અને ફ્યુઅલ સરચાર્જમાં વધારો, PGVCL અને ટોરેન્ટ પાવરના ગ્રાહકો પર બોજ

Gujarat Electricity Bill: ગુજરાતના 2 કરોડથી વધુ વીજ ગ્રાહકો પર મોંઘવારીનો વધુ એક બોજ આવ્યો છે, જેની સીધી અસર લાખો પરિવારો પર પડશે. ટોરેન્ટ પાવરે અમદાવાદ અને સુરતના ગ્રાહકો માટે ફ્યુઅલ સરચાર્જમાં વધારો કર્યો છે, તો બીજી તરફ PGVCLના ગ્રાહકોના વીજ બિલમાં યુનિટ દીઠ 15 પૈસાનો વધારો ઝીંકાયો છે, જેનાથી સૌરાષ્ટ્ર-કચ્છના 62 લાખ ગ્રાહકોને અસર થશે. આ ઉપરાંત, 5 પ્રકારના ચાર્જ પર 3.99 ટકા એરિયર્સની વસૂલાત પણ શરૂ કરવામાં આવી છે, જેના કારણે રાજ્યના 1.76 કરોડથી વધુ વીજ ગ્રાહકોના માસિક બજેટ પર વધારાનો ભાર વધ્યો છે.

Written ByKinjal Patel
Published: Nov 25, 2026, 09:31 IST|Updated: Nov 25, 2026, 09:53 IST
joinshare
ગુજરાતના 2 કરોડથી વધુ વીજ ગ્રાહકોને મોંઘવારીનો ઝટકો: વીજ બિલ અને ફ્યુઅલ સરચાર્જમાં વધારો, PGVCL અને ટોરેન્ટ પાવરના ગ્રાહકો પર બોજ

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
ટ્રેડ ડીલની વાતો વચ્ચે ભારત સહિત 16 દેશો પર વળી પાછો ટેરિફનો હથોડો તોળાઈ રહ્યો છે, ગુજરાત માટે શું ચિંતા જેવું તે જાણો

ટ્રેડ ડીલની વાતો વચ્ચે ભારત સહિત 16 દેશો પર વળી પાછો ટેરિફનો હથોડો તોળાઈ રહ્યો છે, ગુજરાત માટે શું ચિંતા જેવું તે જાણો

2

ગુજરાતના 2 કરોડથી વધુ વીજ ગ્રાહકોને મોંઘવારીનો ઝટકો: વીજ બિલ અને ફ્યુઅલ સરચાર્જમાં વધારો, PGVCL અને ટોરેન્ટ પાવરના ગ્રાહકો પર બોજ

3

દહીંને સામાન્ય ન સમજો, રોજ 1 વાટકી દહીં ખાવાનું શરુ કરશો તો 10 દિવસમાં દેખાવા લાગશે આ ફાયદા

4

મિડલ ઈસ્ટમાં ટેન્શન વધ્યું, હુથીઓના હુમલાને લઈ અમેરિકાએ પોતાના નાગરિકોને એલર્ટ કર્યા

5

દિલ્હી ફરી શર્મસાર, પહેલા કેફેમાં દારુની પાર્ટી કરી પછી ગૃપની મેમ્બર પર આચરી ક્રૂરતા, 2 મહિલા સહિત 3 લોકો પકડાયા

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Gujarat Electricity Bill: ગુજરાતમાં આજનો દિવસ વીજ ગ્રાહકો માટે મોંઘવારીનો વધુ એક આંચકો લઈને આવ્યો છે. મોંઘવારીથી પીડાતી પ્રજા હવે વીજ બિલોમાં થયેલા વિવિધ વધારા અને વસૂલાતને કારણે રાજ્યના 1.76 કરોડ કરોડથી વધુ વીજ ગ્રાહકો અને પરોક્ષ રીતે 2 કરોડથી વધારે લોકો પર આર્થિક બોજ પડવાની શક્યતા છે. એક તરફ અમદાવાદમાં ટોરેન્ટ પાવર દ્વારા અમદાવાદ, ગાંધીનગર અને સુરતમાં ફ્યુઅલ સરચાર્જ (FPPPA) વધારો ઝીંકવામાં આવ્યો છે, તો બીજી તરફ PGVCLના બિલોમાં યુનિટ દીઠ વધારા અને એરિયર્સ વસૂલાતને લઈને વિવાદ શરૂ થયો છે.

અમદાવાદ-ગાંધીનગર અને સુરતમાં ફ્યુઅલ સરચાર્જમાં પણ વધારો

મેગાસિટી અમદાવાદ, ગાંધીનગર અને ટેક્સ્ટાઈલ સિટી સુરતમાં વીજળી પૂરી પાડતી ટોરેન્ટ પાવર લિમિટેડ દ્વારા વર્ષ 2026ના ત્રીજા ક્વાર્ટર (ઓક્ટોબર-નવેમ્બર-ડિસેમ્બર) દરમિયાન વીજ બિલમાં ફ્યુઅલ એન્ડ પાવર પરચેઝ પ્રાઇઝ એડજસ્ટમેન્ટ (FPPPA) એટલે કે ફ્યુઅલ સરચાર્જમાં વધારો લાગુ કરવામાં આવ્યો છે. આ નિર્ણયની અસર અમદાવાદ-ગાંધીનગર અને સુરતના અંદાજે 43 લાખ વીજ ગ્રાહકો પર પડશે.

તમને જણાવી દઈએ કે અમદાવાદ-ગાંધીનગરમાં અગાઉ ફ્યુઅલ સરચાર્જ રૂ. 3.72 વસૂલાતો હતો, જેમાં 8 ટકા (29 પૈસા)નો વધારો થતાં હવે નવો સરચાર્જ રૂ. 4.01 થઈ ગયો છે. તેવી જ રીતે, સુરતમાં અગાઉ ફ્યુઅલ સરચાર્જ રૂ. 2.44 વસૂલાતો હતો, જેમાં 14 ટકા (34 પૈસા)નો વધારો થતાં હવે નવો સરચાર્જ રૂ. 2.78 થઈ ગયો છે.

સૌરાષ્ટ્ર-રાજકોટમાં PGVCLએ વધારો ઝીંક્યો સાથે એરિયર્સની પણ વસૂલાત

સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારના 62 લાખ વીજ ગ્રાહકો પર પણ વધારાનો આર્થિક બોજ આવ્યો હોવાની વિગતો સામે આવી છે. આ વિશે મળતી માહિતી પ્રમાણે PGVCLના વીજ બિલમાં યુનિટ દીઠ 15 પૈસાનો વધારો ઝીંકાયો છે. જ્યારે 5 પ્રકારના ચાર્જ પર 3.99 ટકાનો એરિયર્સ વસૂલવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

PGVCLના ભાવ વધારા સામે રાજકોટ કોંગ્રેસનો વિરોધ

PGVCLના વીજ બિલમાં થયેલા આ વધારા અને એરિયર્સ વસૂલાત સામે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા તીવ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ભાજપ સરકાર વીજ ગ્રાહકોના ખિસ્સામાંથી નાણાં ખંખેરી રહી છે. આ મામલે કોંગ્રેસ દ્વારા PGVCLના મેનેજિંગ ડિરેક્ટર (MD)ને આવેદનપત્ર પાઠવીને વિરોધ નોંધાવવાની રણનીતિ ઘડવામાં આવી છે. સાથે જ, કોંગ્રેસે વીજ ગ્રાહકોને પોતાના બિલની ઝીણવટભરી ચકાસણી કરવા માટે અપીલ કરી છે.

નિયમનકારી નિયમો અને સરકારી વીજ કંપનીઓની સ્થિતિ

‘જર્ક’ (GERC)ના સૂત્રોના જણાવ્યા અનુસાર, ટોરેન્ટ પાવરે કેન્દ્રીય ઇલેક્ટ્રિસિટી કાયદાના નિયમ મુજબ જર્કને જાણ કરીને ગ્રાહકો પાસેથી ફ્યુઅલ સરચાર્જ વસૂલવાનું શરૂ કરી દીધું છે. ગુજરાત સરકાર અને GUVNL હેઠળની ચારેય વીજ વિતરણ કંપનીઓએ હજુ સુધી ત્રીજા ક્વાર્ટરના સરચાર્જ અંગે જર્ક સમક્ષ પ્રપોઝલ સબમિટ કરી નથી. આગામી અઠવાડિયા-દસ દિવસમાં ચારેય કંપનીઓ દ્વારા જર્કને જાણ કરવામાં આવે ત્યારબાદ ગ્રાહકો પર ભાવવધારો લાગુ થશે.

કેન્દ્રીય વીજ કાયદામાં થયેલા સુધારા મુજબ, ફ્યુઅલ સરચાર્જ વધારવા માટે હવે વીજ કંપનીઓને જર્ક જેવા નિયમનકારી પંચની પૂર્વમંજૂરીની જરૂર રહેતી નથી. રાજ્ય નિયમન પંચ માત્ર વર્ષના અંતે ત્રિમાસિક રીતે વસૂલ થયેલા ભાવવધારાની ખરાઈ કરે છે.

વીજ કંપનીઓએ વીજબિલમાં શા માટે ભાવ વધારો ઝીંક્યો, શું છે ભાવવધારા પાછળના મુખ્ય કારણો?

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ફ્યુઅલ સરચાર્જમાં થયેલા વધારા પાછળ બે મુખ્ય પરિબળો જવાબદાર છે. અલ નીનોની અસરને કારણે ચાલુ વર્ષે ખાસ કરીને કૃષિક્ષેત્રમાં વીજળીની માગમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. ગેસ, ડીઝલ અને કોલસા જેવા બળતણના ભાવમાં થયેલા વધારાની સીધી અસર ફ્યુઅલ સરચાર્જ પર પડી છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News