મિડલ ઈસ્ટ છેલ્લા ઘણા સમયથી સળગી રહ્યું છે. તેવામાં અમેરિકાનું ટેન્શન વધ્યું છે. કારણ કે અમેરિકાનું માનવું છે કે મિડલ ઈસ્ટમાં અમેરિકી સરકારી અધિકારીઓ અને તેમના ઠેકાણા ઈરાન સમર્થિચ હુથી વિદ્રોહિઓના નિશાન પર છે. આ જોખમને ધ્યાનમાં રાખી અમેરિકાએ તેના અધિકારીઓ અને નાગરિકો માટે ચેતવણી જાહેર કરી છે.
અમેરિકાના વિદેશ વિભાગએ તેના દૂતાવાસના માધ્યમથી અમેરિકાના નાગરિકો અને અધિકારીઓ માટે ચેતવણી જાહેર કરી છે અને તેમને વધારે સતર્ક રહેવા અપીલ કરી છે. અમેરિકી વિદેશ વિભાગએ નાગરિકોને ફ્લાઈટ કેન્સલ થવી, હવાઈ માર્ગ બંધ થવો અને અન્ય સુરક્ષા સંબંધિત સમસ્યાને લઈને એલર્ટ કર્યા છે.
વિદેશ વિભાગે ચેતવણીમાં જણાવ્યું છે કે ઈરાન એ બહેરીન અને કુવૈતમાં અમેરિકી ઠેકાણાઓ પર હુમલા કર્યા છે. ઈરાન સમર્થિત હુથી વિદ્રોહીઓ સાઉદી અરબમાં પણ હુમલા કરી રહ્યું છે. જેમાં એરપોર્ટ અને અન્ય મહત્વપૂર્ણ જગ્યાઓને નિશાન બનાવવામાં આવી છે. જેના કારણે નાગરિકો પણ પ્રભાવિત થયા છે. જેને ધ્યાનમાં લઈ અમેરિકાએ મિડલ ઈસ્ટના પોતાના નાગરિકોને એલર્ટ રહેવા ચેતવણી આપી છે.
જણાવી દઈએ કે સાઉદી અરબમાં રાજધાની રિયાદમાં ફાઈનાન્શિયલ સેન્ટરના એક ટાવરને નિશાન બનાવવ્યાની ઘટના પણ પ્રકાશમાં આવી છે. સાઉદી સિવિલ ડિફેન્સ અનુસાર આ હુમલામાં 11 લોકો ઘાયલ થયા છે. ઘાયલ લોકોમાં 2 ભારતીય નાગરિકોનો સમાવેશ થાય છે.
સાઉદી સિવિલ ડિફેન્સના જનરલ ડાયરેક્ટરે આ હુમલાની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે આ ઘટનામાં 2 સાઉદી, 2 ભારતીય, 3 નેપાળી અને 4 મિસ્ત્રના નાગરિક ઘાયલ થયા છે. સાઉદી તરફથી આ ઘટના માટે યમનના હુથી વિદ્રોહીઓને જવાબદાર ગણાવ્યા છે.