• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /આંતરરાષ્ટ્રીય
  • /ફરી એકવાર પાકિસ્તાનની ફજેતી થઈ, પાકના આંતરિક વિવાદોને લઈને ઈરાન એ વિશ્વસનીય મધ્યસ્થ માનવાનો ઈન્કાર કર્યો

ફરી એકવાર પાકિસ્તાનની ફજેતી થઈ, પાકના આંતરિક વિવાદોને લઈને ઈરાન એ વિશ્વસનીય મધ્યસ્થ માનવાનો ઈન્કાર કર્યો

ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થીની વાત કરી દુનિયાભરમાં જશ લેવાનો પ્રયત્ન કરતાં પાકિસ્તાનની પોલ ખુલી છે. જાણવા મળતી માહિતી અનુસાર ઈરાન એ પાકિસ્તાનને મધ્યસ્થ માનવાનો જ ઈન્કાર કરી દીધો છે.

Written ByKrupa Shah
Published: Nov 22, 2026, 08:37 IST|Updated: Nov 22, 2026, 08:40 IST
joinshare
ફરી એકવાર પાકિસ્તાનની ફજેતી થઈ, પાકના આંતરિક વિવાદોને લઈને ઈરાન એ વિશ્વસનીય મધ્યસ્થ માનવાનો ઈન્કાર કર્યો

About the Author

Krupa Shah

Krupa Shah

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
એલિસ હુઆંગ અને તેના પતિના એક નજીકના સહયોગીએ Nvidia ચિપ્સ મોકલી હતી ચીન, રિપોર્ટમાં ખુલાસો

એલિસ હુઆંગ અને તેના પતિના એક નજીકના સહયોગીએ Nvidia ચિપ્સ મોકલી હતી ચીન, રિપોર્ટમાં ખુલાસો

2

જામનગરમાં ACBનું સફળ છટકું, રૂપિયા 8 લાખની લાંચ લેતા ક્લાસ-2 અધિકારી રંગેહાથ ઝડપાયા

3

નવસારીમાં હાઈબ્રિડ ગાંજાના હાઈપ્રોફાઈલ નેટવર્કનો પર્દાફાશ, બેંગકોક સુધી ફેલાયેલા છે તાર!

4

હવે અગ્નિવીરો પણ કરી શકશે લગ્ન, સરકારે નિયમોમાં કર્યા ફેરફાર! જાણો શું છે શરતો

5

ASRB ભરતી 2026: કૃષિ, IT અને એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ્સ માટે મોટી તક, ICAR માં 1393 જગ્યાઓ પર ભરતી જાહેર

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

ફરી એક વખત દુનિયાભરમાં પાકિસ્તાનની ફજેતી થઈ ગઈ છે. ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થ બનીને શાંતિ સ્થાપિત કરવાનો પ્રયત્ન કરવાનું કહીને પાકિસ્તાન દુનિયાભરમાં જશ લેવાનો પ્રયત્ન કરી રહ્યો છે. પરંતુ હવે ઈરાન તરફથી કહી દેવામાં આવ્યું છે કે તે પાકિસ્તાનને મધ્યસ્થ તરીકે સ્વીકારવા તૈયાર નથી. બીજી તરફ અમેરિકા પણ કતાર જેવા અન્ય દેશો સાથે વધારે સક્રિય કૂટનૈતિક સંપર્ક કરી રહ્યો છે. જેના પરથી સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાનનું મહત્વ ફરી એક વખત ઘટી ગયું છે.

પાકિસ્તાનની સ્થિતિ નબળી

થોડા દિવસો પહેલા રાહુલ ગાંધીએ પણ ઇરાન અને અમેરિકા વચ્ચે પાકિસ્તાન મધ્યસ્થી કરાવી રહ્યું છે તે વાતનો ઉલ્લેખ કર્યો હતો. આ વાતમાં કેટલું સત્ય છે તે હવે સામે આવી ગયો છે. શ્રીલંકાના અખબાર ડેલી મિરરમાં એક રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો છે. તે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન આ સમયે આંતરરાષ્ટ્રીય સ્તરે કૂટનૈતિક અસજતાનો સામનો કરી રહ્યું છે. એક સમયે ઈરાન અને અમેરિકા વચ્ચે સંઘર્ષ ઓછો કરાવવા મધ્યસ્થની ભૂમિકા નિભાવવાનો દાવો કરનાર પાકિસ્તાન નબળું પડી ગયું છે. આ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે અમેરિકા કતાર સહિતના અન્ય દેશો સાથે સક્રિય કૂટનૈતિક સંપર્ક કરી રહ્યું છે. જે દર્શાવે છે કે આ પ્રક્રિયામાં પાકિસ્તાનની સ્થિતિ નબળી છે.

ઈરાન એ પાકિસ્તાનની નિષ્પક્ષતા અને વિશ્વસનીયતા પર પ્રશ્ન કર્યા

રિપોર્ટ અનુસાર પાકિસ્તાન માટે સૌથી ખરાબ સ્થિતિ તો એ છે કે ઈરાન એ પાકિસ્તાનની નિષ્પક્ષતા અને વિશ્વસનીયતા પર પ્રશ્ન કર્યા છે. ઈરાન અને અમેરિકા વચ્ચે શાંતિ સ્થાપિત કરવા નીકળેલા પાકિસ્તાનને ઈરાન તરફથી કહેવામાં આવ્યું છે કે, તે પહેલા અફઘાનિસ્તાન સાથે પોતાનો વિવાદ ખતમ કરે. તહેરાન તરફથી પાકિસ્તાનને એવો પ્રસ્તાવ પણ કરવામાં આવ્યો છે કે અફઘાનિસ્તાન સાથેનો વિવાદ ખતમ કરવામાં તેઓ મદદ કરી શકે છે !

પાકિસ્તાનને મોટો ઝટકો

આ વાત સામે આવ્યા પછી પાકિસ્તાનને મોટો ઝટકો લાગ્યો છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી પાકિસ્તાન પોતાને આંતરરાષ્ટ્રીય વિવાદોનું સમાધાન કરનાર દેશ તરીકે રજૂ કરી રહ્યો હતો. આ રિપોર્ટમાં કહેવાયું છે કે ઈરાનના રાજનેતાઓ, નિષ્ણાંતો અને સરકારી અધિકારીઓ તરફથી કહેવામાં આવ્યું કે પાકિસ્તાનના પોતાના સંબંધ અફઘાનિસ્તાન સાથે સારા નથી તેવામાં તે ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થ બને તે વાત મોટો પ્રશ્નાર્થ છે.

આ રિપોર્ટમાં એવું પણ કહેવાયું છે કે પાકિસ્તાન પોતાને સક્રિય મધ્યસ્થ તરીકે રજૂ કરી રહ્યું છે પરંતુ અમેરિકા અને ઈરાનના વિવાદમાં હજુ સુધી કોઈ નક્કર પ્રગતિ થઈ નથી, તે વાત જ દર્શાવે છે કે પાકિસ્તાનની સ્થિતિ મધ્યસ્થી તરીકે કેટલી નબળી છે. લેખમાં એવું પણ લખવામાં આવ્યું છે કે જો મધ્યસ્થ પ્રભાવી હોય તો બંને પક્ષને તેના પર વિશ્વાસ હોય છે અને મધ્યસ્થી બે દેશો વચ્ચે સફળ સમજૂતી કરાવી શકે છે. પરંતુ આવી કોઈ જ પ્રગતિ ઈરાન અને અમેરિકા વચ્ચે જોવા મળતી નથી. એટલું જ નહીં રિપોર્ટમાં એવો કટાક્ષ પણ કરવામાં આવ્યો છે કે પાકિસ્તાન પોતાની આંતરિક સમસ્યાઓ અને અફઘાનિસ્તાન સાથે ચાલતા વિવાદનું સમાધાન પણ લાવવામાં સફળ રહ્યું નથી. તેવામાં તે અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્યસ્થી બની સમાધાન કરાવવા નીકળા છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:
World News