દર વર્ષે ભારતમાંથી મોટી સંખ્યામાં લોકો મલેશિયા ફરવા જતા હોય છે. મલેશિયામાં ભારતીયોને વિઝા વિના પ્રવેશ મળતો હતો. પરંતુ હવે આ સુવિધા બંધ થઈ જવાની છે. મલેશિયા દ્વારા ભારતીય નાગરિકોને મળતી વિઝા ફ્રી એન્ટ્રીની સુવિધા 1 જાન્યુઆરી 2027 થી પૂરી કરી દેવામાં આવશે. એટલે કે 2027માં મલેશિયા ફરવા જનાર લોકોએ વિઝા લેવા અનિવાર્ય હશે.
મલેશિયામાં ભારતના નાગરિકો માટે વિઝા સંબંધિત નિયમોમાં ફેરફાર થવા જોઈ રહ્યો છે. વિઝાના નિયમોમાં ફેરફાર 1 જાન્યુઆરી 2027 થી લાગુ થઈ જશે. અત્યાર સુધી મલેશિયામાં ભારતીય નાગરિકોને વિઝા વિના એન્ટ્રી મળતી હતી. ભારતના નાગરિકો મલેશિયામાં વિઝા વિના 30 દિવસ સુધી રહી શકતા હતા. પરંતુ હવે આ સુવિધા બંધ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે અન્ય દેશોની જેમ મલેશિયામાં પણ પ્રવેશ પહેલા ભારતીય નાગરિકોએ વિઝા લેવા ફરજિયાત હશે. મલેશિયા દ્વારા લેવાયેલા આ નિર્ણયના કારણે ભારતના પ્રવાસીઓને અસર થશે.
મલેશિયા દ્વારા બીજાના નિયમમાં થયેલા ફેરફારની સૂચના નવેમ્બર મહિનામાં જાહેર કરી દેવામાં આવી છે. સુચનામાં જણાવવામાં આવ્યું છે કે 1 જાન્યુઆરી 2027 થી મલેશિયામાં પ્રવેશ કરવા માટે ભારતીય નાગરિકોએ યાત્રા પહેલા જ વિઝા લેવા પડશે. જે લોકોને વર્ષ 2027 માં મલેશિયાની યાત્રા કરવાની છે. તેમના માટે 1 ડિસેમ્બર 2026 થી માય વિઝા પોર્ટલ ખુલી જશે જેમાં તેઓ વિઝા માટે અપ્લાય કરી શકશે.
મહત્વનું છે કે મલેશિયાએ ભારતીય નાગરિકો માટે 30 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી ની સુવિધા 1 ડિસેમ્બર 2023 થી શરૂ કરી હતી. જેના કારણે ભારતમાંથી મલેશિયા જતા પ્રવાસીઓને 30 દિવસ સુધી વિઝા વિના મલેશિયામાં રહેવાની પરવાનગી મળી હતી. આ સુવિધા ના કારણે ભારતમાંથી મલેશિયા ફરવા જતા લોકોને વિઝાની ચિંતા કરવાની જરૂર પડતી નહીં. પરંતુ હવે મલેશિયા જવા માટે યાત્રા પહેલા જ વિઝા લઈ લેવા પડશે. કારણકે 1 જાન્યુઆરી 2027 થી વિઝામાં મળતી છૂટ બંધ કરી દેવામાં આવશે.
ભારતીય નાગરિકોએ મલેશિયાની યાત્રા પહેલા વિઝા લેવા પડશે તે વાતની જાહેરાત સાથે વિઝા ફી સંબંધિત સ્પષ્ટતા પણ કરવામાં આવી છે. મલેશિયા તરફથી આપવામાં આવેલી સૂચના અનુસાર વિઝા માટે અપ્લાય કરવામાં આવે ત્યારે જે ફી ભરવામાં આવે છે તેથી કોઈ પણ સંજોગોમાં પરત કરવામાં નહીં આવે. એટલે કે વિઝા એપ્લિકેશન કેન્સલ થાય, નિયમોમાં ફેરફાર થાય કે પછી યાત્રામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય તો વિઝા પ્રોસેસિંગ ફીનું રિફંડ નહીં મળે.
જો તમે પણ વર્ષ 2027 માં મલેશિયા ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો વિઝા સંબંધિત પ્રક્રિયા 1 ડિસેમ્બર 2026 થી ઓનલાઇન કરાવી શકો છો. યાત્રા પહેલા જ વિઝા માટેની પ્રક્રિયા કરાવી લેવી જરૂરી હશે.