• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /આંતરરાષ્ટ્રીય
  • /ટ્રેડ ડીલની વાતો વચ્ચે ભારત સહિત 16 દેશો પર વળી પાછો ટેરિફનો હથોડો તોળાઈ રહ્યો છે, ગુજરાત માટે શું ચિંતા જેવું તે જાણો

ટ્રેડ ડીલની વાતો વચ્ચે ભારત સહિત 16 દેશો પર વળી પાછો ટેરિફનો હથોડો તોળાઈ રહ્યો છે, ગુજરાત માટે શું ચિંતા જેવું તે જાણો

ભારત પર ફરી ટેરિફનો હથોડો તોળાઈ રહ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે વળી પાછા ટેરિફગેમ તરફ વળ્યા હોય તેવું લાગે છે. ટ્રમ્પ પ્રશાસન એકવાર ફરીથી ભારત અને ચીન સહિત 16 જેટલા દેશો પર નવેસરથી ભારેભરખમ ટેરિફ લગાવવાની તૈયારી કરી રહ્યું છે. અમેરિકાનો આરોપ છે કે આ દેશો પોતાના દેશની કંપનીઓને સરકારી સબસિડી અને આર્થિક મદદ આપીને વૈશ્વિક બજારમાં સસ્તા સામાનનું વેચાણ કરે છે જેના કારણે અમેરિકી કંપનીઓને નુકસાન થાય છે.

Written ByViral Raval
Published: Nov 25, 2026, 09:46 IST|Updated: Nov 25, 2026, 10:01 IST
joinshare
ટ્રેડ ડીલની વાતો વચ્ચે ભારત સહિત 16 દેશો પર વળી પાછો ટેરિફનો હથોડો તોળાઈ રહ્યો છે, ગુજરાત માટે શું ચિંતા જેવું તે જાણો
Image Credit: AI Generated Image

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
ટ્રેડ ડીલની વાતો વચ્ચે ભારત સહિત 16 દેશો પર વળી પાછો ટેરિફનો હથોડો તોળાઈ રહ્યો છે, ગુજરાત માટે શું ચિંતા જેવું તે જાણો

ટ્રેડ ડીલની વાતો વચ્ચે ભારત સહિત 16 દેશો પર વળી પાછો ટેરિફનો હથોડો તોળાઈ રહ્યો છે, ગુજરાત માટે શું ચિંતા જેવું તે જાણો

2

ગુજરાતના 2 કરોડથી વધુ વીજ ગ્રાહકોને મોંઘવારીનો ઝટકો: વીજ બિલ અને ફ્યુઅલ સરચાર્જમાં વધારો, PGVCL અને ટોરેન્ટ પાવરના ગ્રાહકો પર બોજ

3

દહીંને સામાન્ય ન સમજો, રોજ 1 વાટકી દહીં ખાવાનું શરુ કરશો તો 10 દિવસમાં દેખાવા લાગશે આ ફાયદા

4

મિડલ ઈસ્ટમાં ટેન્શન વધ્યું, હુથીઓના હુમલાને લઈ અમેરિકાએ પોતાના નાગરિકોને એલર્ટ કર્યા

5

દિલ્હી ફરી શર્મસાર, પહેલા કેફેમાં દારુની પાર્ટી કરી પછી ગૃપની મેમ્બર પર આચરી ક્રૂરતા, 2 મહિલા સહિત 3 લોકો પકડાયા

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

એકબાજુ ભારત અને અમેરિકા ટ્રેડ ડીલને અંતિમ સ્વરૂપ આપવાની કોશિશમાં છે ત્યાં બીજી બાજુ એવા સમાચાર આવી રહ્યા છે કે  બંને દેશો વચ્ચે થઈ રહેલી ટ્રેડ ડીલ અદ્ધર તાલે લટકી શકે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એકવાર ફરીથી અનેક દેશો પર ટેરિફનો હથોડો વિંઝવાની તૈયારીમાં છે. આ વખતે  ભારત, ચીન અને યુરોપીય સંઘ (ઈયુ) સહિત 16 દેશો પર અમેરિકાની નવી ઈમ્પોર્ટ ફીની તલવાર  લટકી રહી છે. આ તપાસમાં ચીન પર સૌથી વધુ ટેરિફ લાગે તેવી આશંકા છે.

અમેરિકાનો આરોપ

અમેરિકાનો એવો  આરોપ છે કે આ દેશોની સરકારો પોતાના ઘરેલુ ઉદ્યોગોને ભારે સબસિડી આપે છે અને તેનાથી ત્યાંની  કંપનીઓ ઓછા ભાવ સામાન બનાવીને અમેરિકી બજારમાં વેચી શકે છે. જેના કારણે અમેરિકી કંપનીઓને વધુ નુકસાન ઉઠાવવું પડે છે. વોલસ્ટ્રીટ જર્નલના રિપોર્ટ મુજબ અમેરિકી પ્રશાસન છેલ્લા અનેક મહિનાથી દુનિયાના મુખ્ય દેશો તરફથી પોતાની કંપનીઓને અપાનારી ઈન્ડસ્ટ્રિયલ સબસિડીની તપાસ કરી રહ્યું હતું. માર્ચ 2026માં 16 દેશોની ઔદ્યોગિક સબસિડી વિશે તપાસ શરૂ થઈ હતી. આ તપાસ 1974ના ટ્રેડ એક્ટની કલમ 301 હેઠળ થઈ રહી હતી. આ કાયદા હેઠળ અમેરિકા એવા દેશો પર ટેરિફ કે દંડાત્મક પગલું ભરી શકે છે જેમની વેપાર નીતિઓને તે અયોગ્ય ગણે છે.

બારૂદના ઢગલે બેઠેલા બાંગ્લાદેશમાં 16 ડિસેમ્બરે જ કેમ પાછા ફરવા માંગે છે શેખ હસીના? ખાસ જાણો કારણ

અમેરિકાની તપાસનો મુખ્ય હેતુ

શું બીજા દેશ સરકારી મદદ દ્વારા જરૂર કરતા વધુ પ્રોડક્શન કરે છે અને પોતાનો સામાન ઓછા ભાવે અમેરિકાના બજારોમાં વેચે છે...બસ આજ અમેરિકાની  તપાસનો મુદ્દો હતો. અમેરિકાનું માનવું છે કે તેનાથી તેમના ઘરેલુ વિનિર્મણ ઉદ્યોગ અને કંપનીઓને નુકસાન પહોંચે છે.

ભારત સહિત આ દેશો પર તોળાઈ રહ્યું છે જોખમ

આ તપાસના દાયરામાં ભારત, ચીન, યુરોપીયન સંઘ, જાપાન, દક્ષિણ કોરિયા, અને મેક્સિકો જેવા મોટા વેપારી ભાગીદારો સામેલ છે. આ ઉપરાંત તાઈવાન, વિયેતનામ, થાઈલેન્ડ, મલેશિયા, કંબોડિયા, સિંગાપુર, ઈન્ડોનેશિયા, બાંગ્લાદેશ, સ્વિટ્ઝરલેન્ડ અને નોર્વે પણ તપાસના દાયરામાં સામેલ છે. અમેરિકી વેપાર પ્રતિનિધિ જેમીસન ગ્રીયર પહેલેથી જ સંકેત આપી ચૂક્યા છે કે તપાસના આધારે આ દેશો પર નવા ટેરિફ લગાવવામાં આવી શકે છે. ખાસ વાત એ છે કે ચીન પર સૌથી વધુ ટેક્સ લાગે તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.

કયા સામાન પર પડશે અસર

  • વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ મુજબ પ્રોપોઝ્ડ ટેરિફની અસર ભારત અને ચીન સહિત 16 દેશોથી અમેરિકાને નિકાસ કરાતા લગભગ તમામ સામાન પર પડશે. 
  • એવી પણ સંભાવના વ્યક્ત કરાઈ રહી છે કે સ્ટીલ, એલ્યુમિનિયમ, અને ઓટોમોબાઈલ જેવા કેટલાક ખાસ સેક્ટરોને બાકાત રાખવામાં આવી શકે. કારણ કે અમેરિકાએ રાષ્ટ્રીય સુરક્ષાનો હવાલો આપતા આ સેક્ટરો પર પહેલેથી જ અલગથી ટેરિફ લગાવેલો છે. 
  • આમ છતાં ટેક્સટાઈલ, કેમિકલ, એન્જિનિયરિંગ ગુડ્સ અને ફાર્મા સેક્ટર સંબંધિત ઈન્ડિયન એક્સપોર્ટ માટે આ નિર્ણય ચિંતાનું કારણ  બની શકે છે. આ વાત ગુજરાત માટે ચિંતાનું કારણ બની શકે છે. કારણ કે ટેક્સટાઈલ, કેમિકલ, ફાર્મા સહિત અનેક ઈન્ડસ્ટ્રી માટે ગુજરાત આગળ પડતું છે. 

ભારત પર કેટલો લાગી શકે ટેરિફ

  • ટેરિફ અંગે જો કે હજુ કોઈ નિર્ણય લેવાયો નથી પરંતુ અમેરિકી અધિકારીઓ તરફથી સ્પષ્ટ સંકેત  અપાયો કે નવા દરો 2025માં લગાવવામાં આવેલા ટેરિફની આસપાસ હોઈ શકે છે. 
  • તમામ દેશો પર એક જેવો ટેરિફ લગાવવામાં નહીં આવે. જાપાન, દક્ષિણ કોરિયા અને યુરોપિયન યુનિયને ટ્રમ્પ પ્રશાસન સાથે પહેલેથી કેટલીક વાતચીત કરેલી છે અને આવામાં તેમના પર 15 ટકા કે તેનાથી પણ ઓછો ટેરિફ લાગે તેવી ધારણા છે. 
  • ચીન પર સૌથી વધુ ટેરિફ લાગી શકે છે કારણ કે અમેરિકા એવું માને છે કે ચીન સૌથી વધુ સબસિડી  આપે છે. 
  • ભારત અને વિયેતનામની વાત કરીએ તો અમેરિકાની સાથે અલગ અલગ વેપારી શરતોને કારણે બંને દેશો પર વધુ ટેરિફ લાગી શકે છે. 
  • ટ્રમ્પ પ્રશાસન એવા નિયમો બનાવવા અંગે પણ વિચારી રહ્યું છે કે જે હેઠળ જો કોઈ દેશ આવનારા સમયમાં પોતાની પોલીસીમાં ફેરફાર કરે તો તેના પર ટેરિફ વધારી શકાય.

ઈરાનની મહિલા સિંગરને મારવામાં આવ્યા 74 કોડા, હિજાબ વગર પરફોર્મ કરવા બદલ મળી સજા

ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલનું શું?

  • અમેરિકા તરફથી જે પગલું ઉઠાવવાની સૌથી વધુ ધારણા છે તે છે બંને દેશો વચ્ચે ટ્રેડ ડીલ અંગે ચાલતી વાતચીત લટકી શકે છે. 
  • બંને દેશો તરફથી 7 ફેબ્રુઆરી 2026ના રોજ એક વચગાળાનું બિઝનેસ ફ્રેમવર્કનું એલાન કરાયું હતું. આ સમજૂતિ હેઠળ અમેરિકા  ભારતીય પ્રોડક્ટ પર લાગનારા રેસિપ્રોકલ ટેરિફને 25 ટકાથી ઘટાડીને 18 ટકા કરવા પર રાજી થયું હતું. 
  • આ સાથે જ રશિયાથી  ક્રૂડ ઓઈલ ખરીદવાના કારણે ભારત પર લગાવવામાં આવેલો 25 ટકા વધારાનો પેનલ્ટી ટેરિફ પણ પાછા ખેંચવાની વાત થઈ હતી. 
  • પરંતુ ફેબ્રુઆરીના અંતમાં અમેરિકી સુપ્રીમ કોર્ટે જૂના ટેરિફને રદ કર્યો હતો. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ અમેરિકાએ પોતાની ટેરિફ પોલીસી બદલવી પડી. 
  • કોમર્સ સેક્રેટરી રાજેશ અગ્રવાલે ફિક્કીના કાર્યક્રમમાં દરમિયાન વિલંબ થવાનું કારણ દર્શાવ્યું હતું.

વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ બાદ દુનિયાભરની નજર હવે અમેરિકી વેપાર પ્રતિનિધિ દ્વારા સત્તવાર રીતે જે જાહેરાત થાય તેના પર ટકેલી છે. જો અમેરિકા ભારત પર ભારે ટેરિફ લગાવશે તો તેની સીધી અસર ભારતીય નિકાસકારોના પ્રોફિટ અને બંને દેશો વચ્ચેના વેપાર સંબંધો પર પડશે. આવનારા દિવસોમાં એ જોવાનું રહેશે કે ભારત સરકાર નવા ટેરિફ સંકટને પહોંચી વળવા માટે અમેરિકા સાથે કયા પ્રકારની કૂટનીતિક અને વેપારી રણનીતિને અપનાવે છે.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
World News