• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /વડોદરા મનપામાં મળતિયા કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવ્યાનો આક્ષેપ, 250થી વધુ દરખાસ્તો મંજૂર થયાનો દાવો

વડોદરા મનપામાં મળતિયા કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવ્યાનો આક્ષેપ, 250થી વધુ દરખાસ્તો મંજૂર થયાનો દાવો

વડોદરા મહાનગર પાલિકા સતત વિવાદોમાં રહે છે. હવે નવો વિવાદ કોન્ટ્રાક્ટ મુદ્દે સામે આવ્યો છે. મળતિયા કોન્ટ્રાક્ટરોને ફાયદો પહોંચાડવાનો આરોપ મનપા પર લાગ્યો છે. આશરે 250થી વધુ દરખાસ્તો મંજૂર થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે, તમે પણ જાણો વડોદરા મનપાનો શું છે વિવાદ...

Written ByGokani Dhaval
Published: Nov 25, 2026, 17:05 IST|Updated: Nov 25, 2026, 17:07 IST
joinshare
વડોદરા મનપામાં મળતિયા કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવ્યાનો આક્ષેપ, 250થી વધુ દરખાસ્તો મંજૂર થયાનો દાવો

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
લેઉઆ, કડવા અને આંજણા સમાજને એક થવાનું આહ્વાન: સાબરકાંઠાના મંચ પરથી પાટીદાર પાવરની ચર્ચા તેજ

લેઉઆ, કડવા અને આંજણા સમાજને એક થવાનું આહ્વાન: સાબરકાંઠાના મંચ પરથી પાટીદાર પાવરની ચર્ચા તેજ

2

વડોદરા મનપામાં મળતિયા કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવ્યાનો આક્ષેપ, 250થી વધુ દરખાસ્તો મંજૂર થયાનો દાવો

3

ફાઈનલમાં ફરી એકવાર ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાન, વૈભવ સૂર્યવંશી લેશે અપમાનનો બદલો!

4

8th Pay Commission: 8મા પગાર પંચમાં એક ફેરફારથી મિનિમમ બેઝિક સેલેરી થશે ₹69,000! ₹51,000 સુધી વધી શકે પગાર!

5

IPL 2027 મિની ઓક્શનમાં 17 દેશોના ખેલાડીઓ લેશે ભાગ, ઓસ્ટ્રેલિયાએ મોકલ્યા સૌથી વધુ નામ; જુઓ સંપૂર્ણ યાદી

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

સંસ્કાર નગરી તરીકે ઓળખાતું વડોદરા...જ્યાંના લોકો શહેરના સત્તાધીશો અને અધિકારીઓ પાસેથી અપેક્ષા રાખે છે વિકાસની, જનતાની સુવિધાના કામો થાય એવી..પરંતુ આ લોકોને જાણે ભ્રષ્ટાચાર અને વહીવટમાં જ રસ હોય તેવા આક્ષેપો લાગી રહ્યા છે. સત્તાધીશો અને અધિકારીઓની મિલિભગતથી ચાલતા કાળા ખેલાનો મોટો પર્દાફાશ થયો છે. આ માટે એક કે બે નહીં પરંતુ 250થી વધુ દરખાસ્તોને મંજૂરી અપાઈ હોવાનો દાવો છે. આખરે કોના ઈશારે ચાલતો હતો આ ખેલ? શું સત્તાધીશો અને અધિકારીઓની મિલીભગતથી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવામાં આવ્યું?

વડોદરા મનપામાં ફરી વિવાદ

વિવાદ અને વડોદરા મહાનગરપાલિકા...આ બંને જાણે એકબીજાના પર્યાય બની ગયા હોય એવું લાગે છે. પહેલા વિકાસના કામો પર ઉઠેલા સવાલ અને ટેન્ડર પ્રક્રિયા સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે. મહાનગરપાલિકામાં ટેન્ડર પ્રક્રિયાના નામે ગોઠવણ ચાલતી હોવાનો સીધો આક્ષેપ કોંગ્રેસના સીનિયર કોર્પોરેટરે કર્યો છે.

ચંદ્રાકાંત શ્રીવાસ્તવના આક્ષેપ પ્રમાણે

અનેક કિસ્સાઓમાં સમયમર્યાદા પૂર્ણ થઈ જવા છતાં સ્ટેન્ડિંગ કમિટીમાં ટેન્ડરની મુદ્દત વધારી અને નાણાંકીય વધારો અપાયો. મળતિયાઓના કોન્ટ્રાક્ટ વર્ષો સુધી લંબાવવામાં આવતા નવા કોન્ટ્રાક્ટરને લાભ નથી મળતો. વર્ષ 2024થી અત્યાર સુધીમાં આવી 250થી વધુ દરખાસ્તો સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કરી. કરોડો રૂપિયાના કામમાં નાણાંકીય વધારો આપ્યો, કેટલાક કિસ્સામાં મર્યાદા 10-10 વર્ષ સુધી લંબાવાઈ.

સામાન્ય સભામાં મામલો ગરમાયા બાદ સ્થાયી સમિતિના ચેરમેન વર્ષાબેન વ્યાસે હવે આ પ્રકારની પ્રક્રિયા પર રોક લગાવવાની જાહેરાત કરી છે. તેમના કહેવા મુજબ, અધિકારીઓને સમયમર્યાદામાં જ નવેસરથી ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરવા કડક સૂચના આપવામાં આવી છે. હવે ટેન્ડરની મુદત કે નાણાકીય વધારો કરી આપવામાં નહીં આવે. જો કોઈ અધિકારી સૂચનાનું પાલન નહીં કરે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે સ્થાયી સમિતિમાં ઠરાવ પણ કરવામાં આવ્યો છે. જોકે, કેટલાક અપવાદરૂપ કિસ્સાઓમાં જ આવી પ્રક્રિયાને મંજૂરી મળી શકે તેવી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ વસ્તી વધારવા પાટીદારો અનોખી પહેલ! ત્રીજા બાળકના જન્મ પર 51,000 ની FDની ભેટ

હવે સવાલ એ છે કે

શું કાયદા વિરુદ્ધ જઈને મ્યુનિસિપલ કમિશનર આવી દરખાસ્તો સ્થાયી સમિતિમાં મોકલે છે?

શું ખરેખર સ્થાયી સમિતિ કે સામાન્ય સભાને આવી દરખાસ્તો મંજૂર કરવાની સત્તા છે?

જો ટેન્ડર પૂર્ણ થવાનું જ હોય તો અધિકારીઓ સમયસર નવેસરથી ટેન્ડર પ્રક્રિયા કેમ નથી કરતા? શું અધિકારીઓ અને નેતાઓ મળીને કટકીનો ખેલ ચલાવી રહ્યા છે?

પાલિકાના વહીવટ પર અનેક સવાલો

વડોદરા મહાનગરપાલિકામાં ટેન્ડરની મુદત અને રકમ વધારવાના આક્ષેપોએ વહીવટી પારદર્શિતા સામે મોટો પ્રશ્નાર્થ ઊભો કર્યો છે. એક તરફ મળતિયા કોન્ટ્રાક્ટરોને ફાયદો પહોંચાડવાના આરોપો છે, તો બીજી તરફ હવે નવેસરથી ટેન્ડર પ્રક્રિયાની ખાતરી આપવામાં આવી છે. ત્યારે જોવાનું એ રહેશે કે સ્થાયી સમિતિનો ઠરાવ કાગળ પર જ રહે છે કે ખરેખર તેનો અમલ થાય છે? અને જો ગેરરીતિ થઈ હોય તો જવાબદારો સામે કાર્યવાહી ક્યારે થશે?
 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News