• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /સ્પોર્ટ્સ
  • /ફાઈનલમાં ફરી એકવાર ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાન, વૈભવ સૂર્યવંશી લેશે અપમાનનો બદલો!

ફાઈનલમાં ફરી એકવાર ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાન, વૈભવ સૂર્યવંશી લેશે અપમાનનો બદલો!

India A vs Pakistan A : જો રાઈઝિંગ સ્ટાર એશિયા કપ 2026ની ફાઈનલમાં ભારતનો સામનો પાકિસ્તાન સામે થાય, તો વૈભવ સૂર્યવંશી પાડોશી દેશ માટે કાળ સાબિત થઈ શકે છે. ત્યારે ભારત અને પાકિસ્તાન કેવી રીતે ફાઈનલમાં પહોંચી શકે છે, તેના પર એક નજર કરીએ.

Written ByDilip Chaudhary
Published: Nov 25, 2026, 16:47 IST|Updated: Nov 25, 2026, 16:53 IST
joinshare
ફાઈનલમાં ફરી એકવાર ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાન, વૈભવ સૂર્યવંશી લેશે અપમાનનો બદલો!

About the Author

Dilip Chaudhary

Dilip Chaudhary

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
વડોદરા મનપામાં મળતિયા કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવ્યાનો આક્ષેપ, 250થી વધુ દરખાસ્તો મંજૂર થયાનો દાવો

વડોદરા મનપામાં મળતિયા કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવ્યાનો આક્ષેપ, 250થી વધુ દરખાસ્તો મંજૂર થયાનો દાવો

2

ફાઈનલમાં ફરી એકવાર ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાન, વૈભવ સૂર્યવંશી લેશે અપમાનનો બદલો!

3

8th Pay Commission: 8મા પગાર પંચમાં એક ફેરફારથી મિનિમમ બેઝિક સેલેરી થશે ₹69,000! ₹51,000 સુધી વધી શકે પગાર!

4

IPL 2027 મિની ઓક્શનમાં 17 દેશોના ખેલાડીઓ લેશે ભાગ, ઓસ્ટ્રેલિયાએ મોકલ્યા સૌથી વધુ નામ; જુઓ સંપૂર્ણ યાદી

5

મેરઠ હોટલ કાંડ: જીવ બચાવીને ભાગતી યુવતી સાથે બર્બરતા આચરનારા સલમાનનું પોલીસે કર્યું હાફ એન્કાઉન્ટર

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

India A vs Pakistan A : રાઈઝિંગ સ્ટાર એશિયા કપ 2026ની ફાઈનલમાં ભારત-A અને પાકિસ્તાન-A વચ્ચે મુકાબલો જોવા મળી શકે છે. ફાઈનલ મેચ 29 નવેમ્બરે કતારના દોહામાં આવેલા વેસ્ટ એન્ડ પાર્ક ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે, જે ભારતીય સમય મુજબ બપોરે 3:30 વાગ્યે શરૂ થશે. જોકે, ફાઈનલમાં પહોંચવા માટે બંને ટીમોએ સેમીફાઈનલ મેચ જીતવી જરૂરી છે. ભારત-A અને શ્રીલંકા-A વચ્ચેની પ્રથમ સેમીફાઈનલ ગુરુવાર, 26 નવેમ્બરે બપોરે 3:30 વાગ્યે રમાશે. ત્યારબાદ, શુક્રવાર, 27 નવેમ્બરે બપોરે 3:30 વાગ્યે પાકિસ્તાન-A અને બાંગ્લાદેશ-A વચ્ચે બીજી સેમીફાઈનલ રમાશે.

અધધ! 28 સિક્સ, 7 ફોર અને 204 રન... સૂર્યવંશીએ માત્ર 52 બોલમાં ફટકારી બેવડી સદી, તૂટ્યા અનેક રેકોર્ડ

આ રીતે બંને ટીમો પહોંચશે ફાઈનલમાં

જો ભારત-A પ્રથમ સેમીફાઈનલમાં શ્રીલંકા-Aને હરાવે છે, તો તે ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લેશે. તેવી જ રીતે, જો પાકિસ્તાન-A બીજી સેમીફાઈનલમાં બાંગ્લાદેશ-Aને હરાવે છે, તો તે પણ ફાઈનલમાં પહોંચી જશે. આ સ્થિતિ રાઈઝિંગ સ્ટાર એશિયા કપ 2026ની ફાઈનલમાં ભારત-A અને પાકિસ્તાન-A વચ્ચે એક રોમાંચક અને મહત્વપૂર્ણ મુકાબલો થવાની શક્યતા ઊભી કરે છે.

ઉલ્લેખનીય છે કે, આ ટુર્નામેન્ટના ગ્રુપ-Bમાં 22 નવેમ્બરે રમાયેલી મેચમાં પાકિસ્તાન-Aએ ભારત-Aને 48 રનથી હરાવ્યું હતું. તે મેચમાં પાકિસ્તાન-Aએ પ્રથમ બેટિંગ કરતા 49.2 ઓવરમાં કુલ 313 રન બનાવ્યા હતા, જ્યારે ભારત-Aની ટીમ 49.1 ઓવરમાં 265 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

ફાઈનલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સંભવિત ટક્કર

રાઈઝિંગ સ્ટાર એશિયા કપ 2026ની ગ્રુપ-B મેચ દરમિયાન પાકિસ્તાન-Aના ખેલાડીઓએ વૈભવ સૂર્યવંશી અને હર્ષિત રાણા સામે સ્લેજિંગ કર્યું હતું. હર્ષિત રાણા આઉટ થયા બાદ પાકિસ્તાન-Aના ખેલાડીઓએ આક્રમક રીતે ઉજવણી કરી હતી, જેનાથી ખેલ ભાવના અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. વૈભવ સૂર્યવંશી ફરી ફોર્મમાં પરત ફર્યો છે. મંગળવારે તેણે સંયુક્ત આરબ અમીરાત (UAE) સામે માત્ર 52 બોલમાં 204 રન ફટકારીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો.

આ વિસ્ફોટક ઇનિંગ્સ દરમિયાન તેણે 28 સિક્સ અને 7 ચોગ્ગા ફટકાર્યા હતા અને 384.91નો અદભૂત સ્ટ્રાઈક રેટ જાળવી રાખ્યો હતો. UAE સામેની 'કરો યા મરો' મેચમાં આવું વિનાશક પ્રદર્શન કરીને તેણે પાકિસ્તાન-A ટીમને હચમચાવી દીધી છે.

વૈભવ સૂર્યવંશી લેશે અપમાનનો બદલો

જો રાઈઝિંગ સ્ટાર એશિયા કપની ફાઈનલમાં ભારત-A અને પાકિસ્તાન-A વચ્ચે થાય છે, તો વૈભવ સૂર્યવંશી પોતાના બેટ વડે તબાહી મચાવી શકે છે. જેનાથી તે ગ્રુપ સ્ટેજમાં મળેલી હાર અને પાકિસ્તાની ખેલાડીઓના ખરાબ વર્તન, બંનેનો બદલો લઈ શકશે. પોતાનું ફોર્મ પાછું મેળવ્યા બાદ તે અગાઉની હાર અને મેદાન પર થયેલા દુર્વ્યવહારનો હિસાબ ચૂકતે કરવા ઈચ્છશે. ઉલ્લેખનીય છે કે પાંચ મહિના પહેલા 21 જૂન 2026ના રોજ શ્રીલંકામાં ભારત-A અને શ્રીલંકા-A વચ્ચે ટ્રાઈ-સિરીઝની ફાઈનલ રમાઈ હતી. તે મેચમાં વૈભવ સૂર્યવંશીએ માત્ર 29 બોલમાં 94 રન ફટકાર્યા હતા.

પાંચ મહિના પહેલા શ્રીલંકાને હંફાવ્યું હતું

વૈભવ સૂર્યવંશીએ માત્ર ભારત-A માટે ટ્રાઈ-સિરીઝની ટ્રોફી જ નથી જીતી, પરંતુ શ્રીલંકા-Aના ખેલાડીઓના અપમાનજનક વર્તનનો બદલો પણ લીધો હતો. તે જ ટુર્નામેન્ટની એક ગ્રુપ સ્ટેજ મેચ દરમિયાન, શ્રીલંકા-Aના કેટલાક ખેલાડીઓએ તેની મજાક ઉડાવી હતી, તેને બાળક કહીને ઘરે જતા રહેવા કહ્યું હતું. વૈભવે આ વાત યાદ રાખી હતી.

શ્રીલંકા-A સામેની ટ્રાઈ-સિરીઝ ફાઈનલમાં તેણે માત્ર 11 બોલમાં અડધી સદી ફટકારીને જવાબ આપ્યો. આ ઇનિંગ્સમાં વૈભવ સૂર્યવંશીએ 324.13ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરીને માત્ર 29 બોલમાં 94 રન બનાવ્યા. જેમાં 10 ચોગ્ગા અને 8 સિક્સ સામેલ હતી. આ મેચમાં ભારત-Aએ શ્રીલંકા-Aને 66 રનથી હરાવીને ટ્રાઈ-સિરીઝની ટ્રોફી જીતી લીધી હતી. હવે વૈભવ સૂર્યવંશી ચોક્કસપણે પાકિસ્તાન-A સામે બદલો લેવા માટે આતુર હશે.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Cricket News