ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હજુ એક વર્ષ કરતા વધુ સમય બાકી છે. પરંતુ રાજકીય કાવાદાવા અને ચર્ચાઓ અત્યારથી જ જોવા મળી રહ્યા છે. અને ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં છે પાટીદાર સમાજ. સામાજિક મંચ પરથી એક મોટા નેતાઓ પાટીદાર સમાજને એક થવાની હાકલ કરી છે. ચૌધરી અને પાટીદાર સમાજ એક સાથે અપીલ કરવામાં આવી અને ફરી એકવાર ટ્રેન્ડમાં પાટીદાર પાવર આવ્યો. કોણે આપ્યું છે આ નિવેદન અને શું છે પાટીદાર પોલિટિક્સનો આખો ખેલ, જુઓ આ ખાસ રિપોર્ટ...
આ શબ્દો છે દિગ્ગજ નેતા અને દિવ-દમણના પ્રશાસક પ્રફુલ પટેલના. સ્થળ હતુ સાબરકાંઠા અને મંચ હતુ અર્બુદા માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું. સ્ટેજ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પણ હાજર હતા. ત્યારે પ્રફુલ પટેલે જાહેર મંચ પરથી આ નિવેદન આપ્યું અને ચર્ચા જગાવી.
આ વાત છે ગુજરાતના મુખ્ય સમાજોમાંથી એક એવા પાટીદાર સમાજ અને ચૌધરી સમાજની. પ્રફુલ પટેલના કહેવા પ્રમાણે સમાજનો ઈતિહાસ એક છે, આદ્યશક્તિની આરાધના એક છે, તો સમાજ એક કેમ નથી? લેઉઆ પટેલ, કડવા પટેલ અને આંજણા સમાજની એકતાની હાકલ કરવામાં આવી. અને તેને પાટીદાર સમાજના આગેવાનોએ પણ વધાવી લીધી.
ચૂંટણી પહેલા ફરી પાટીદાર એકતાનો સૂર! પ્રફુલ પટેલે કડવા, લેઉવા અને આંજણા સમાજને એક થવા કરી હાંકલ #prafulpatel #patidarunity #kadwapatidar #gujarat #viralvideo https://t.co/jC44Tpjla4
— Zee 24 Kalak (@Zee24Kalak) November 25, 2026
જો કે, પ્રફુલ પટેલના આ નિવેદનનું ટાઈમિંગ પણ ચર્ચામાં આવ્યું છે. વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. આ પહેલા પણ પાટીદાર આગેવાનોએ જાહેર મંચ પરથી પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની માફી માંગતા રાજકારણ ગરમાયું હતું. અને હવે પાટીદારોને એક થવાનું આહ્વાન કરવામાં આવ્યું છે. જો કે, પાટીદાર આગેવાનોનો દાવો છે કે, આ નિવેદન ચૂંટણીલક્ષી નથી.
પાટીદાર આગેવાનોએ તો પ્રફુલ પટેલના આ નિવેદનને સમર્થન આપ્યું છે. પરંતુ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પ્રફુલ્લ પટેલના નિવેદન સાથે અસહમતિ દર્શાવતા આક્ષેપ કર્યો કે, પાટીદાર સમાજમાં ભાગલા પાડવાનું કામ ભાજપે કર્યું છે.
સમાજના ભાગલા પાડવાનું કામ ભાજપે કર્યું છે: પ્રફુલ પટેલના નિવેદન પર પૂર્વ MLA લલિત વસોયાની પ્રતિક્રિયા #Gujarat #BreakingNews #News https://t.co/6BNm8toBrt
— Zee 24 Kalak (@Zee24Kalak) November 25, 2026
તો પ્રફુલ પટેલે આપેલા આ નિવેદનને ચૌધરી સમાજના અગ્રણી અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ આવકાર આપ્યો છે.
ગુજરાતમાં સત્તા અને પાવરની જ્યારે વાત આવે ત્યારે પાટીદારો હંમેશા ચર્ચામાં રહ્યા છે. પાવરફૂલ પાટીદારો પોલિટિક્સમાં પણ એક્કા ગણવામાં આવે છે. ત્યારે સવાલ એ છે કે, પાટીદારોને એક થવાના આ આહ્વાનનું શું પરિણામ આવશે? ખરેખર તમામ પાટીદારો એક થશે કે પછી આ હાકલ ખાલી રાજકીય મુદ્દો બનીની રહી જશે?