જાણીતા જ્યોતિષી ચેતન પટેલ અનુસાર વિક્રમ સંવત 2083 મેષ રાશિના જાતકો માટે મહત્વપૂર્ણ પરિવર્તન લાવશે. વર્ષ દરમિયાન બદલાતી ગ્રહોની અસર આ રાશિના જાતકો પર જોવા મળશે. તો વૃષભ રાશિના જાતકો માટે પ્રગતિ, પરિવર્તન અને નવી સફળતાનું વર્ષ બની શકે છે. તો મિષુન રાશિના જાતકો માટે પણ આ વર્ષ નવી આશા અને પ્રગતિ લઈને આવી રહ્યું છે.
નોકરી અને કારકિર્દી: વર્ષની શરૂઆત સામાન્ય રહેશે, પરંતુ જૂન પછી પ્રમોશન, પગારવધારો કે નવી તકો મળવાના યોગ છે. લાંબા સમયથી નોકરી બદલવા ઇચ્છતાઓને સફળતા મળશે.
વેપાર અને વ્યવસાય: નવી યોજનાઓ અને વિસ્તરણ માટે અનુકૂળ સમય છે. ઓગસ્ટથી ડિસેમ્બર દરમિયાન મોટા રોકાણમાં સાવચેતી રાખવી. વર્ષના ઉત્તરાધ્ધમાં વેપાર સુધરશે.
આર્થિક સ્થિતિ: આવક વધવા સાથે ખર્ચ પણ વધશે. શેરબજાર અને જમીન-મકાનના સોદામાં સમજદારી રાખવી. બચત પર ધ્યાન આપવું જરૂરી છે.
ભાગ્ય અને સફળતા: જૂન પછી ભાગ્ય સાથ આપશે. અટકેલાં કાર્યો પૂરા થશે અને ઓક્ટોબર પછી માન-સન્માન વધશે.
કૌટુંબિક અને દાંપત્યજીવન: પારિવારિક બાબતો મિશ્ર રહેશે. પરિવારમાં વાણીનો સંયમ રાખવો અને વડીલોના સ્વાસ્થ્યની કાળજી લેવી. વર્ષના અંતે શુભ પ્રસંગ કે ધાર્મિક કાર્ય થઈ શકે છે.
પ્રેમસંબંધો: શરૂઆતમાં ગેરસમજ કે મતભેદ થઈ શકે છે, પરંતુ ઓક્ટોબર પછી સંબંધોમાં મધુરતા આવશે. લગ્ન ઇચ્છુકો માટે ઉત્તરાધ્ધ અનુકૂળ છે.
મહિલાઓ માટે: આત્મવિશ્વાસ અને પ્રગતિનું વર્ષ રહેશે. નોકરી કરતી મહિલાઓને પ્રમોશન મળી શકે છે. સ્વરોજગાર ઇચ્છતી મહિલાઓને અનુકૂળ તક મળશે.
વિદ્યાર્થીઓ માટે: અભ્યાસમાં મહેનત વધારવી પડશે. સપ્ટેમ્બર પછી સ્પર્ધાત્મક પરીક્ષાઓ કે વિદેશ અભ્યાસમાં સારા પરિણામ મળવાની સંભાવના છે.
સ્વાસ્થ્ય: માનસિક તણાવ કે નાની-મોટી તકલીફ રહી શકે છે. નિયમિત વ્યાયામ અને સંતુલિત આહાર પર ધ્યાન આપવું.
વર્ષનું વિશેષ ફળ: વિક્રમ સંવત ૨૦૮૩ મેષ રાશિ માટે શરૂઆતમાં પડકારો અને બાદમાં પ્રગતિ લાવનારું રહેશે. નોકરી-વ્યવસાયમાં પ્રગતિ થશે, પરંતુ આર્થિક અને પારિવારિક બાબતોમાં ધીરજ રાખવી.
નોકરી અને કારકિર્દી: વર્ષની શરૂઆતમાં જવાબદારીઓ વધશે. જૂન પછી પ્રમોશન, પગારવધારો કે ઉચ્ચ હોદ્દો મળવાની સંભાવના છે અને ઓક્ટોબર ૨૦૨૭ સુધીમાં નોકરી બદલવાની સારી તક મળશે.
વેપાર અને વ્યવસાય: વ્યવસાયના વિકાસ અને વિસ્તરણની તકો મળશે. નવા પ્રોજેક્ટ અને આધુનિક ટેક્નોલોજીથી લાભ થશે, પરંતુ મોટા રોકાણમાં પૂરતી ચકાસણી કરવી.
આર્થિક સ્થિતિ: આવકનાં નવા સાધનો ઊભાં થશે અને અટકેલા નાણાં પરત મળશે. જમીન-મકાન અને લાંબા ગાળાના રોકાણમાં અનુકૂળતા રહેશે, જ્યારે જોખમી રોકાણમાં ઉતાવળ ટાળવી.
ભાગ્ય અને સફળતા: વર્ષના મધ્યભાગ પછી ભાગ્યનો સાથ વધશે. અટકેલાં કાર્યો પૂર્ણ થશે અને સમાજમાં માન-સન્માન વધશે.
કૌટુંબિક અને દાંપત્યજીવન: પરિવારમાં સુખ-શાંતિ જળવાશે. વડીલોના સ્વાસ્થ્યની કાળજી લેવી. વર્ષના અંતે ઘરમાં માંગલિક પ્રસંગ કે લગ્નના યોગ મજબૂત બનશે.
પ્રેમસંબંધો: સંબંધોમાં વિશ્વાસ અને મધુરતા વધશે. લગ્ન ઇચ્છતા યુગલો માટે વર્ષનો ઉત્તરાધ્ધ શુભ રહેશે.
મહિલાઓ માટે: પ્રગતિ અને આત્મવિશ્વાસ વધશે. નોકરી કરતી મહિલાઓને પ્રમોશન અને ગૃહિણીઓનું માન-સન્માન વધશે.
વિદ્યાર્થીઓ માટે: મહેનત માંગનારું વર્ષ છે. મેડિકલ, એન્જિનિયરિંગ કે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સફળતા મળવાની સારી સંભાવના છે.
સ્વાસ્થ્ય: સ્વાસ્થ્ય સામાન્ય રહેશે, પરંતુ પાચનતંત્ર, એસિડિટી કે માનસિક થાક જેવી તકલીફથી બચવા સંતુલિત આહાર અને વ્યાયામ જરૂરી છે.
વર્ષનું વિશેષ ફળ: વિક્રમ સંવત ૨૦૮૩ વૃષભ રાશિ માટે સ્થિરતા, આર્થિક વિકાસ અને કારકિર્દીમાં ઉન્નતિ લાવનારું રહેશે.
નોકરી અને કારકિર્દી: નવી જવાબદારીઓ અને પરિવર્તનના સંકેત છે. જૂન પછી પ્રમોશન કે પગારવધારો મળી શકે છે અને સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં નોકરી બદલવાની સારી તક મળશે. વિવાદોથી દૂર રહેવું.
વેપાર અને વ્યવસાય: ઓનલાઈન બિઝનેસ, માર્કેટિંગ અને ટેક્નોલોજી ક્ષેત્રે વિશેષ લાભ થશે. ઉત્તરાર્ધમાં નવા કરારો થઈ શકે છે, પરંતુ દસ્તાવેજોની પૂરતી ચકાસણી કરવી.
આર્થિક સ્થિતિ: આવકનાં નવા સાધનો ઊભી થશે, પરંતુ વર્ષના મધ્યભાગમાં ખર્ચ વધી શકે છે. શેરબજાર અને જોખમી રોકાણમાં ઉતાવળ ટાળવી.
ભાગ્ય અને સફળતા: જૂન પછી અટકેલાં કાર્યોમાં ગતિ આવશે અને માન-સન્માન વધશે. ઉતાવળા નિર્ણયોથી બચવું.
કૌટુંબિક અને દાંપત્યજીવન: પારિવારિક જીવન મિશ્ર રહેશે. ભાઈ-બહેનો સાથે વાણીનો સંયમ રાખવો. વર્ષના અંતે સંબંધો સુધરશે અને લગ્નના યોગ બનશે.
પ્રેમસંબંધો: ગેરસમજ દૂર કરવા યોગ્ય સંવાદ જરૂરી છે. ઉત્તરાર્ધ લગ્નેચ્છુક યુગલો માટે અનુકૂળ રહેશે.
મહિલાઓ માટે: નોકરી કરતી મહિલાઓ અને ગૃહિણીઓ માટે પ્રગતિનું વર્ષ છે. કલા-સાહિત્ય કે કમ્યુનિકેશન ક્ષેત્રે જોડાયેલી મહિલાઓને ઓક્ટોબર પછી સારો સમય મળશે.
વિદ્યાર્થીઓ માટે: મહેનત માંગનારું વર્ષ છે. સપ્ટેમ્બર પછી અભ્યાસમાં સુધારો થશે અને આઈ.ટી. કે ટેક્નિકલ ક્ષેત્રના વિદ્યાર્થીઓને સફળતા મળશે.
સ્વાસ્થ્ય: માનસિક તણાવ, અનિદ્રા કે પાચનતંત્રની તકલીફ થઈ શકે છે. નિયમિત જીવનશૈલી અને પૂરતી ઊંઘ જાળવવી.
વર્ષનું વિશેષ ફળ: વિક્રમ સંવત ૨૦૮૩ મિથુન રાશિ માટે પરિવર્તનો અને નવી તકો લાવનારું રહેશે. શરૂઆતમાં પડકારો છતાં જૂન પછી પ્રગતિ અને સફળતા મળશે.