ઇઝરાયલમાં ચૂંટણી પરિણામો જાહેર થયા પછીથી સરકાર બનાવવા મામલે ખેંચતાણ ચાલી રહી હતી. તેવામાં હવે એક નવો વળાંક ઇઝરાયલ મામલે આવ્યો છે. ઇઝરાયલમાં કોઈને પણ સ્પષ્ટ બહુમતી મળી નથી તેવામાં ઇઝરાયલના રાષ્ટ્રપતિ ઈસાક હર્જોગએ વિપક્ષના નેતા આઈજેનકોટને નવી સરકાર બનાવવાની તક આપી દીધી છે. નેતન્યાહૂ માટે આ મોટો ઝટકો છે. આઈજેનકોટ પાસે સરકાર બનાવવા માટે 28 દિવસનો સમય હશે. 28 દિવસ પછી જરૂર પડશે તો રાષ્ટ્રપતિ તેમને વધારાના 14 દિવસ પણ આપી શકે છે.
જણાવી દઈએ કે આઈજેનકોટ વિપક્ષના નેતા છે અને તેઓ ઇઝરાયલના પૂર્વ સૈન્ય પ્રમુખ પણ છે. આઈજેનકોટને રવિવારે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન સરકાર બનાવવાનું ઔપચારિક આમંત્રણ આપવામાં આવ્યું. હવે આઈજેનકોટ પાસે 28 દિવસનો સમય છે જેમાં તેણે ઇઝરાયલમાં સરકાર બનાવવી પડશે. જો કે તેમની પાસે 28 દિવસ પછી વધારાના 14 દિવસનો સમય પણ હશે.
ઇઝરાયલમાં થયેલી ચૂંટણીમાં નેતન્યાહૂને મોટો ઝટકો મળ્યો હતો. ચૂંટણી પરિણામમાં તેમને સ્પષ્ટ બહુમતિ મળી નહીં. કોઈપણ ગઠબંધન પાસે સરકાર બનાવવા માટે 61 બેઠક હોવી જરૂરી છે. જે કોઈપણ પક્ષને મળી નહીં. તેવામાં ઇઝરાયલમાં કોની સરકાર બનશે તે અંગે પ્રશ્ન હતો. જેમાં હવે થોડી સ્પષ્ટતા આવી છે. હવે જોવાનું રહ્યું કે આગામી 28 દિવસમાં આઈજેનકોટ સરકાર બનાવી શકે છે કે નહીં.
આઈજેનકોટને સરકાર બનાવવાની તક તો મળી છે પરંતુ તેમના માટે પણ સરકાર બનાવવાનો રસ્તો સરળ નથી. નિષ્ણાંતોના મત આઈજેનકોટ પાસે 3 વિકલ્પ છે જેમાં પહેલો છે કે તેઓ અલ્પમત સરકાર બનાવે જેમાં અરબ સાંસદ બહારથી સમર્થન આપે. બીજો વિકલ્પ છે કે તેઓ અતિ રુઢિવાદી યહૂદી પાર્ટી સાથએ સમજૂતી કરી સરકાર બનાવે. ત્રીજો વિકલ્પ છે કે તેઓ લિકુડ પાર્ટી સાથે મળી રાષ્ટ્રીય એકતાની સરકાર બનાવે. જો કે ત્રીજો વિકલ્પ શક્ય બને તેવું નથી લાગતું કારણ કે આઈજેનકોટ પોતે કહી ચુક્યા છે કે તે નેતન્યાહૂ સાથે મળીને સરકાર નહીં બનાવે.