અમિતાભ બચ્ચનની ખરાબ તબિયત વિશે જાણવા મળતી માહિતી અનુસાર તેમણે છેલ્લે રણબીર કપૂર, સાંઈ પલ્લવી, રવિ દુબે અને નિતેશ તિવારી સાથે રામાયણના પ્રમોશનનો એપિસોડ શુટ કર્યો હતો. ત્યાર પછી ખરાબ તબિયતના કારણે તેમણે શૂટિંગમાં થોડા દિવસનો બ્રેક લીધો છે. કહેવામાં આવી રહ્યું છે કે હવે અમિતાભ બચ્ચન દિવાળી પછી આગામી એપિસોડ નું શૂટિંગ શરૂ કરશે.
અમિતાભ બચ્ચનની ખરાબ તબિયતને લઈને જાણવા મળતી માહિતી અનુસાર તેમને કોઈ ગંભીર સમસ્યા થઈ નથી. બદલતા વાતાવરણની અસરના કારણે તેમની તબિયત ઠીક નથી. જેના કારણે તેમની ટીમે આરામ કરવા માટે શૂટિંગમાં બ્રેક રાખવાનો નિર્ણય લીધો છે. દિવાળી પછી અમિતાભ બચ્ચન ફરીથી શૂટિંગ શરૂ કરી દેશે તેવું અનુમાન છે. અમિતાભ બચ્ચન શૂટિંગ શરૂ કરશે પછી કોણ બનેગા કરોડપતિના નવા એપિસોડ રન થશે.
મહત્વનું છે કે અમિતાભ બચ્ચનને પણ થોડા દિવસ પહેલા એક પોસ્ટ કરી હતી તેમાં તેમણે એ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે તેમનું શરીર હવે અટકવાનું કહી રહ્યું છે. આ સિવાય ગત સપ્તાહમાં મુંબઈના મેયરને એક ઈમેલ પણ આવ્યો હતો જેમાં અમિતાભ બચ્ચનના ઘરને નિશાન બનાવવાની ધમકી મળી હતી. આ બંને ઘટના પછી અમિતાભ બચ્ચને કોન બનેગા કરોડપતિના શૂટિંગમાંથી બ્રેક લેતા તેમની સુરક્ષા સંબંધિત ચર્ચાઓ પણ શરૂ થઈ હતી. જોકે એવું કહેવામાં આવી રહ્યું છે કે અમિતાભ બચ્ચન એ હાલ જે બ્રેક લીધો છે તે તેમની ખરાબ તબિયતના કારણે છે સુરક્ષા સંબંધિત કોઈ જ વાત નથી.
મુંબઈના મેયરને મળેલા ઈમેલ પછી અમિતાભ બચ્ચનના ઘરની અને અમિતાભ બચ્ચનની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે આ ઘટના પછી રવિવારે જ્યારે અમિતાભ બચ્ચન પોતાના ફેન્સનો અભિવાદન કરવા માટે ઘરની બહાર આવ્યા હતા તો તેઓ બુલેટ પ્રુફ કાચથી બનેલા સ્ટેન્ડ સાથે બહાર આવ્યા હતા.