• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /બોલીવુડ
  • /OTT Release: જેલર 2 થી રાણાબલી ફિલ્મની ઓટીટી રિલીઝ ડેટ કંફર્મ, ચેક કરી લો ક્યાં અને ક્યારે જોઈ શકશો ફિલ્મ

OTT Release: જેલર 2 થી રાણાબલી ફિલ્મની ઓટીટી રિલીઝ ડેટ કંફર્મ, ચેક કરી લો ક્યાં અને ક્યારે જોઈ શકશો ફિલ્મ

OTT Release: બોક્સ ઓફિસ પર થોડા સમય પહેલા જ રિલીઝ થયેલી જેલર 2 અને રાણાબલી ફિલ્મની ઓટીટી રિલીઝ ડેટ કંફર્મ થઈ ચુકી છે. જો તમે પણ આ ફિલ્મ સિનેમાઘરમાં નથી જોઈ તો થોડા જ દિવસોમાં આ ફિલ્મ ઘરેબેઠા જોઈ શકશો.

Written ByKrupa Shah
Published: Nov 06, 2026, 12:26 PM IST|Updated: Nov 06, 2026, 12:29 PM IST
joinshare
OTT Release: જેલર 2 થી રાણાબલી ફિલ્મની ઓટીટી રિલીઝ ડેટ કંફર્મ, ચેક કરી લો ક્યાં અને ક્યારે જોઈ શકશો ફિલ્મ

About the Author

Krupa Shah

Krupa Shah

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Get Rid of Dark Circle: આંખ નીચેના કાળા કુંડાળા દુર કરવાનો વર્ષો જૂનો ઉપાય, 15 દિવસમાં ગાયબ થઈ જશે ડાર્ક સર્કલ

Get Rid of Dark Circle: આંખ નીચેના કાળા કુંડાળા દુર કરવાનો વર્ષો જૂનો ઉપાય, 15 દિવસમાં ગાયબ થઈ જશે ડાર્ક સર્કલ

2

પાથરણાવાળાથી માંડીને મોટા ઉદ્યોગો સુધી...! જાણો સોના-ચાંદી, પ્રવાસન અને પરિવહન ક્ષેત્રે ગુજરાતને ક્યા કેટલો થયો ફાયદો?

3

Sesame Jaggery Benefits: શિયાળામાં તલ-ગોળ ખાવાથી થતા લાભ વિશે જાણી તમે પણ આખો શિયાળો ખાશો આ બે વસ્તુઓ

4

OTT Release: જેલર 2 થી રાણાબલી ફિલ્મની ઓટીટી રિલીઝ ડેટ કંફર્મ, ચેક કરી લો ક્યાં અને ક્યારે જોઈ શકશો ફિલ્મ

5

દિવાળીમાં ગુજરાત ટૂરિઝમની ‘ગોલ્ડન સીઝન’: 90 લાખ પ્રવાસીઓએ સ્થાનિક અર્થતંત્રમાં 1200 કરોડ ઠાલવ્યા

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

OTT Release: દિવાળી પછીના વીકેન્ડમાં ઓટીટી પર દમદાર ફિલ્મો રિલીઝ થવાની છે. જેમાં સૌથી ખાસ છે જેલર 2 અને રાણાબલી ફિલ્મ. આ બંને ફિલ્મો થોડા સમય પહેલા જ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. હવે આ ફિલ્મો ઓટીટી પર રિલીઝ થવાની છે. આ ફિલ્મોની ઓટીટી રિલીઝ ડેટ કંફર્મ થઈ ગઈ છે. આ બે ફિલ્મો ઉપરાંત ઓટીટી પર નવું શું આવી રહ્યું છે ચાલો જાણીએ.

આ પણ વાંચો: Ramayana Review: દમદાર છે રામાયણ ફિલ્મ, રૂંવાડા ઊભા કરી દેશે જટાયુ-રાવણ યુદ્ધ સીન લોકોએ આપ્યું રિએકશન

જેલર 2

રજનીકાંતની ફિલ્મ જેલર 2 બોક્સ ઓફિસ પર કમાણીના રેકોર્ડ સર્જી ચુકી છે. જેલર 2 ફિલ્મ એ બોક્સ ઓફિસ પર 800 કરોડથી વધારેની કમાણી કરી છે. આ ફિલ્મ હવે ઓટીટી પર રિલીઝ થવા જઈ રહી છે. રજનીકાંતની ફિલ્મ જેલર ટુ પ્રાઈમ વીડિયો પર રિલીઝ થશે. 12 નવેમ્બરથી જેલર 2 ઓટીટી પર જોઈ શકાશે. જેલર 2 માં રજનીકાંત સાથે વિદ્યા બાલન, મિથુન ચક્રવર્તી સહિતના કલાકારો મુખ્ય ભુમિકામાં છે.

418

નેટફ્લિક્સ પર દિવાળી પછી વધુ એક ધમાકેદાર ફિલ્મ જોવા મળશે. ફિલ્મનું ટાઈટલ છે 418. નેટફ્લિક્સ પર આ ફિલ્મ 20 નવેમ્બરે રિલીઝ થશે. આ ફિલ્મ સસ્પેન્સ, થ્રિલરથી ભરપુર છે. જે લોકો સસ્પેન્સ થ્રિલરના શોખીન છે તેમના માટે આ ફિલ્મ પરફેક્ટ ચોઈસ છે.

આ પણ વાંચો: Ramayana: રામાયણ ફિલ્મ લોકોને પસંદ પડી પણ, બોક્સ ઓફિસ કલેકશનમાં આદિપુરુષ કરતાં રહી ગઈ પાછળ

હાઈકુ

એવું નથી કે ઓટીટી પર એક્શન, થ્રિલર ફિલ્મો જ જોવા મળશે. નેટફ્લિક્સ પર હાઈકુ નામની ફિલ્મ પણ રિલીઝ થવાની છે. આ ફિલ્મ રોમાંટિક ડ્રામા ફિલ્મ છે. નેટફ્લિક્સ પર આ ફિલ્મ 19 નવેમ્બરે રિલીઝ થશે. ફિલ્મમાં મુખ્ય ભુમિકામાં એગન અને શ્રીદેવી અપલ્લા છે. આ ફિલ્મના સીન સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે.

રાણાબલી

વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાની ફિલ્મ રાણાબલી સિનેમાઘરોમાં કમાણીની બાબતમાં વધારે કમાલ નથી બતાવી શકી પણ આ બંનેની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રીના ખૂબ વખાણ થઈ રહ્યા છે. રાણાબલી ફિલ્મ રશ્મિકા અને વિજયના લગ્ન પછીની પહેલી ફિલ્મ છે. આ ફિલ્મ હવે ઓટીટી પર રિલીઝ થવાની છે. 13 નવેમ્બરથી નેટફ્લિક્સ પર રાણાબલી ફિલ્મ જોઈ શકાશે. નેટફ્લિક્સ પર રાણાબલી ફિલ્મ હિંદી ઉપરાંત તમિલ, કન્નડ અને મલયાલમ ભાષામાં જોઈ શકાશે. 
 

Add Zee News as a Preferred Source
TAGS:
bollywood news