નિતેશ તિવારીની ફિલ્મ રામાયણ 5 નવેમ્બરે દુનિયાભરમાં રિલીઝ થઈ. રામાયણ ફિલ્મનો પહેલો પાર્ટ 1600 કરોડના ખર્ચે બનેલો છે. રામાયણ ફિલ્મ ભારતની સૌથી મોંઘી ફિલ્મ છે. આ ફિલ્મની પહેલા દિવસની કમાણી રેકોર્ડબ્રેક હશે તેવું અનુમાન હતું. પરંતુ પહેલા દિવસનું કલેકશન અપેક્ષા અનુસાર નથી રહ્યું. જો કે સારી વાત એ છે કે ફિલ્મને દર્શકો તરફથી પોઝિટિવ રીવ્યુ મળી રહ્યા છે.
રામાયણ ફિલ્મની પહેલા દિવસની કમાણીના આંકડા અનુસાર ફિલ્મનું ભારતમાં ગ્રોસ કલેકશન 77.50 કરોડ અને નેટ કલેકશન 64.85 કરોડ રહ્યું છે. જ્યારે પહેલા દિવસનું વર્લ્ડવાઈડ ગ્રોસ કલેકશન અંદાજે 127.50 કરોડ રહ્યું છે. જેમાં ફિલ્મની ઓવરસીઝ કમાણી 50 કરોડ રહી છે.
રામાયણ ફિલ્મ ફક્ત હિંદીમાં જ નહીં કન્નડ, તેલુગુ, તમિલ અને મલયાલમ ભાષામાં પણ રિલીઝ થઈ છે. ભારતમાં હિંદી સહિતની ભાષામાં રિલીઝ થયેલી ફિલ્મોની કમાણીની વાત કરીએ તો તેના આંકડા નીચે દર્શાવ્યા અનુસાર છે.
હિંદી ભાષાની ફિલ્મ - 47.50 કરોડ
કન્નડ ભાષાની ફિલ્મ - 7.25 કરોડ
તેલુગુ ભાષાની ફિલ્મ - 6 કરોડ
તમિલ ફિલ્મ - 2.60 કરોડ
મલયાલમ ભાષાની ફિલ્મ - 1.50 કરોડ
અલગ અલગ ભાષામાં હિંદી ભાષાની રામાયણ ફિલ્મની કમાણી સૌથી વધારે છે જ્યારે મલયાલમ ભાષાની કમાણી સૌથી ઓછી નોંધાઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રામાયણ ફિલ્મની જોરદાર પબ્લિસીટી પછી પણ આ ફિલ્મ ધુરંધર 2 અને આદિપુરુષ ફિલ્મનો પહેલા દિવસની કમાણીનો રેકોર્ડ ન તોડી શકી. ધુરંધર 2 ફિલ્મની પહેલા દિવસની કમાણી 100 કરોડથી વધુની હતી જ્યારે પ્રભાષની ફિલ્મ આદિપુરુષની કમાણી 86.75 કરોડ હતી. જો કે આદિપુરુષ ફિલ્મની પહેલા દિવસની કમાણી ભલે રામાયણ ફિલ્મ કરતાં વધારે હતી પરંતુ આ ફિલ્મને પહેલા દિવસ પછી ભયંકર આલોચનાનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે રામાયણ ફિલ્મને પોઝિટિવ રિસ્પોન્સ મળી રહ્યો છે. તેને જોતાં લાગે છે કે રામાયણ ફિલ્મની કમાણી આગામી દિવસોમાં વધશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)