ભારતમાં નવેમ્બર મહિનામાં કેટલીક જગ્યાએ બરફ પડવાનું શરુ થઈ જાય છે. આ જગ્યાઓએ ફરવા જવા માટે નવેમ્બર મહિનો સૌથી બેસ્ટ છે. નવેમ્બર મહિનામાં અહીંના નજારા સ્વર્ગ સમાન થઈ જાય છે. અહીં બરફની સફેદ ચાદર પથરાઈ જાય છે. તો ચાલો તમને જણાવીએ નવેમ્બરમાં તમે કઈ જગ્યાએ બરફની મજા માણી શકો છો.
હિમાચલ પ્રદેશમાં મનાલી સૌથી લોકપ્રિય ફરવાનું સ્થળ છે. ફરવા માટે મોટી સંખ્યામાં લોકો મનાલી જાય છે. નવેમ્બર મહિનામાં મનાલીમાં તમને ઊંચાઈવાળા વિસ્તારોમાં સ્નોફોલ જોવા મળી શકે છે. મનાલીમાં નવેમ્બર મહિનાથી જ ઠંડી પડવા લાગે છે. અહીં સોલાંગ ઘાટી, રોહતાંગ સહિતના વિસ્તારોમાં સુંદર નજારા જોવા મળશે.
ધરતીનું સ્વર્ગ કાશ્મીર અને કાશ્મીરમાં સ્વર્ગ જેવો અનુભવ ગુલમર્ગમાં થશે. નવેમ્બર મહિનામાં ગુલમર્ગની મુલાકાત લેશો તો તમને સમજાશે કે કાશ્મીરને ધરતીનું સ્વર્ગ શા માટે કહેવામાં આવે છે. બરફથી ઢંકાયેલા પર્વતો અને અહીંનું વાતાવરણ પર્યટકોનું મનમોહી લે છે. ગુલમર્ગમાં તમને સ્કીઈંગ, કેબલ કારની મજા પણ માણી શકો છો.
જો તમે ઉત્તરાખંડ જવા માંગો છો કો ઔલી જવું. નવેમ્બરના એન્ડ સુધીમાં અહીં બરફવર્ષા થવા લાગે છે. ધીરે ધીરે અહીં તાપમાન ઠંડુ થવા લાગે છે. અહીં નંદા દેવી અને કામેટ જેવા ઊંચા પર્વતો છે જ્યાંથી ઔલીનો નજારો અદભુત લાગે છે. ભીડથી દુર શાંતિથી સમય પસાર કરવો હોય તો ઔલી બેસ્ટ જગ્યા છે.
આ 3 જગ્યાઓ એવી છે જ્યાં તમને નવેમ્બરમાં ફરવાની મજા આવશે. અહીં સ્નોફોલ પણ જોવા મળી શકે છે. ડિસેમ્બર સુધીમાં આ જગ્યાએ તાપમાન વધારે ઓછું થઈ જાય છે. એટલે માટે આ જગ્યાએ ફરવા માટે નવેમ્બર બેસ્ટ સમય ગણાય છે.