• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ફોટો
  • /ઓછા ખર્ચે ગોવા જેવી મજા, ગુજરાતના આ 5 બીચ ડેસ્ટિનેશન દિવાળી વેકેશન માટે છે બેસ્ટ ઓપ્શન

ઓછા ખર્ચે ગોવા જેવી મજા, ગુજરાતના આ 5 બીચ ડેસ્ટિનેશન દિવાળી વેકેશન માટે છે બેસ્ટ ઓપ્શન

Written ByKrupa Shah
Published: Nov 05, 2026, 01:10 PM IST|Updated: Nov 05, 2026, 01:14 PM IST
joinshare
5 Best Beach Destinations in Gujarat: દિવાળી સમયે મળતી રજાઓમાં લોકો ફરવા જવાનો પ્લાન બનાવતા હોય છે. જો તમે પણ પરિવાર સાથે ફરી શકાય તેવી ગુજરાતમાં આવેલી જગ્યા શોધી રહ્યા છો તો આ રહ્યા સૌથી બેસ્ટ જગ્યાઓના નામ.

દિવાળીની રજાઓમાં ગોવા જેવી મજા ગુજરાતમાં જ કરવી હોય અને તે પણ ઓછા ખર્ચે તો ગુજરાતના 5 સુંદર દરિયાકિનારાની મુલાકાત લઈ શકો છો. આ 5 બીચ ગુજરાતના સૌથી સુંદર બીચ છે. 

શિવરાજપુર બીચ1/6

શિવરાજપુર બીચ

દ્વારકા નજીક આવેલું શિવરાજપુર બીચ બ્લુ ફ્લેગ બીચ છે. આ બીચ ભારતના સૌથી સાફ અને સુંદર બીચમાંથી એક છે. અહીં સ્કૂબા ડાઈવિંગ, સ્નોર્કલિંગ, પેરાસેલિંગ જેવી વોટર સ્પોર્ટ એક્ટિવિટી પણ કરી શકો છો.
નાગોઆ બીચ2/6

નાગોઆ બીચ

નાગોઆ બીચ કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં આવેલો છે. દીવમાં નાગોઆ બીચ સૌથી લોકપ્રિય અને સુંદર જગ્યા છે. દિવ શહેરથી 8 કિલોમીટર દુર આવેલો આ બીચ અર્ધ વૃત્તાકારમાં છે. અહીંનું પાણી સાફ અને બ્લુ છે. નાગોઆ બીચ ખાતે પણ વોટર સ્પોર્ટ એક્ટિવિટી કરી શકાય છે.
સુવાલી બીચ3/6

સુવાલી બીચ

જો તમે થોડું વધારે ટ્રાવેલ કરવા માંગો છો તો તમે સૂરત નજીક આવેલા સુવાલી બીચ પણ જઈ શકો છો. સુવાલી બીચ કાળી રેતીવાળો દરિયાકિનારો છે. અહીંનું શાંત વાતાવરણ અને દરિયાની સુંદરતા તમને શાંતિનો અનુભવ કરાવશે. સુવાલી બીચનો સનસેટ સૌથી બેસ્ટ હોય છે.
માંડવી બીચ4/6

માંડવી બીચ

કચ્છમાં આવેલો માંડવી બીચ પણ ફરવા માટે બેસ્ટ જગ્યા છે. માંડવી બીચ આસપાસ પણ ફરવાની ઘણી જગ્યાઓ છે. માંડવી બીચ પર પણ ઊંટની સવારી, હોર્સ રાઈડિંગ, પેરાસેલિંગ જેવી એક્ટિવિટી કરી શકો છો. માંડવી બીચ નજીક વિજય વિલાસ પેલેસ પણ આવેલો છે. જ્યાં હમ દિલ દે ચુકે સનમ ફિલ્મનું શૂટિંગ થયું હતું.
માધવપુર બીચ5/6

માધવપુર બીચ

માધવપુર બીચ સોમનાથ પોરબંદર હાઈવે પર આવેલો સૌથી સુંદર દરિયાકિનારો છે. માધવપુર અરબ સમુદ્ર કિનારે આવેલી શાંત જગ્યા છે. અહીંનો દરિયાકિનારો સૌથી શાંત અને સુંદર છે. માધવપુરના દરિયા કિનારે ભાઈબીજના દિવસે મોટી સંખ્યામાં લોકો સ્નાન કરવા પહોંચે છે. દરિયામાં ભાઈ બીજના સ્નાનનું વિશેષ મહત્વ છે.
disclaimer 6/6

disclaimer

TAGS:
Travel
Diwali

Trending

  • News
  • Photos
  • Videos
Gold Rate Today: ધનતેરસ પહેલા બંપર તેજી, ગણતરીના કલાકોમાં સોનામાં 6000 અને ચાંદીમાં 11000 રૂપિયાનો ઉછાળો, જાણો લેટેસ્ટ રેટ

Gold Rate Today: ધનતેરસ પહેલા બંપર તેજી, ગણતરીના કલાકોમાં સોનામાં 6000 અને ચાંદીમાં 11000 રૂપિયાનો ઉછાળો, જાણો લેટેસ્ટ રેટ

2

ડુંગરીમાં પ્રેમના નામે ખેલ: સગીરાને ફસાવી 32 તોલા સોનું અને લાખો પડાવનાર હવસખોર બેવફા સાતીર સનમ ઝડપાયો!

3

દિવાળી પહેલા સાવધાન! સરકારી બાબુઓએ ગિફ્ટ લીધી તો કાયમ માટે પસ્તાવાનો વારો આવશે, ACBની છે ખાસ નજર

4

ગંગોત્રી હાઇ-વે પર નદીમાં ખાબકી ગુજરાતના 7 મુસાફરો ભરેલી કાર, 4 મૃતદેહ મળ્યા; સર્ચ ઓપરેશન ચાલુ

5

પ્રદર્શન કરવાનો હક 'વેપાર કરવાના-આજીવિકા રળવાના હક' કરતા મહત્વનો? વેપારીઓનો રાહુલ ગાંધીને વેધક સવાલ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.