Valsad News: રાજ્યના છેવાડે આવેલ વલસાડ જિલ્લાના ડુંગરી પંથકમાં એક ચોકાવનારો કિસ્સો બહાર આવ્યો છે ડુંગળી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સગીરાની માતાએ ફરિયાદ નોંધાવી હતી કે તેના ઘરમાં રહેલા 45 લાખથી વધુ ના તેની દીકરીના પુરુષ મિત્રએ પડાવી લીધા છે.. ત્યારે આ મામલે ડુંગરી પોલીસે સગીર યુવતી નું નિવેદન લઈ સઘન તપાસ હાથ ધરી હતી અને આ મામલે એ આરોપી ધ્રુવીલ પટેલની ધરપકડ કરી છે .
વલસાડ જિલ્લાના ડુંગરીમાં બનેલી આ ઘટનાએ ફરી એકવાર સગીરાઓની સોશિયલ મીડિયા સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. આરોપી ધ્રુવીલ પટેલે સોશિયલ મીડિયાના માધ્યમથી સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ તેની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે. આટલેથી જ નહીં અટકતાં સગીરાના અંગત ફોટા અને વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી તેને બ્લેકમેઇલ કરવામાં આવતી હતી.
અંગત ફોટા અને વીડિયો જાહેર કરવાની ધમકી સગીરા માટે સતત માનસિક દબાણનું કારણ બની હતી. આરોપીએ બદનામ કરી દેવાની ધમકી આપી સગીરા પાસેથી બે લાખ રૂપિયાથી વધુની રોકડ રકમ અને 32 તોલાથી વધુના સોનાના દાગીના પડાવી લીધા હોવાની ફરિયાદ નોંધાઈ હતી. પરિવારમાં જ્યારે દાગીનાની જરૂરિયાત ઊભી થઈ ત્યારે દાગીના અંગે પૂછપરછ કરતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. ત્યારબાદ પરિવાર દ્વારા ડુંગરી પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો અને ગંભીર ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
આરોપી ધ્રુવીલની ધરપકડ બાદ પોલીસે તેની પાસેથી 15 તોલાથી વધુ સોનાના દાગીના પણ કબજે કર્યા છે...જોકે, ફરિયાદમાં 32 તોલાથી વધુ દાગીના પડાવી લીધા હોવાનો ઉલ્લેખ છે. ત્યારે બાકીના દાગીના ક્યાં છે. આરોપીએ તેનું શું કર્યું? અને રોકડ રકમનો ક્યાં ઉપયોગ કર્યો? તે સહિતના સવાલોના જવાબ મેળવવા પોલીસ તપાસ કરી રહી છે... ઘટના આજના ડિજિટલ યુગમાં વાલીઓ માટે લાલબત્તી સમાન છે.
સોશિયલ મીડિયા પર અજાણી વ્યક્તિ સાથેની મિત્રતા ક્યારે વિશ્વાસઘાત અને બ્લેકમેઇલિંગનું કારણ બની શકે તે કોઈ કહી શકતું નથી. ખાસ કરીને સગીર બાળકો સોશિયલ મીડિયાનો કેવો ઉપયોગ કરે છે. કોની સાથે સંપર્કમાં છે અને કોઈ વ્યક્તિ તેમને માનસિક દબાણમાં તો નથી રાખતી ને? તેના પર વાલીઓએ સજાગ રહેવાની જરૂર છે. આ સમગ્ર કેસમાં હવે પોલીસ આરોપી ધ્રુવીલ પટેલે સગીરાને કઈ રીતે પ્રેમજાળમાં ફસાવી હતી? અંગત ફોટા અને વીડિયોનો ઉપયોગ કરીને કેટલા સમય સુધી બ્લેકમેઇલિંગ કરવામાં આવી?
ગુનામાં માત્ર એક જ આરોપી સંડોવાયેલો છે કે અન્ય કોઈ વ્યક્તિની પણ ભૂમિકા છે. તે તમામ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા બાકીના દાગીનાની રિકવરી અને ગુનાના અન્ય પાસાઓ અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે આજના સોશિયલ મીડિયા ના જમાનામાં પોતાની સગીર દીકરીઓ ની ઓનલાઈન એક્ટિવિટી અને મોમેન્ટનું ચોક્કસથી ધ્યાન રાખવું જોઈએ.