જો આજે તમે સોનું કે ચાંદી ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો તમારા માટે સારા સમાચાર આવ્યા છે. અમેરિકામાં મિડ ટર્મ ઈલેક્શનના પરિણામો આવ્યા બાદ સોના અને ચાંદીના ભાવમાં આવેલી તેજી લાંબો સમય ટકી નથી અને આજે સવારથી જ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એક દિવસ અગાઉ એટલે કે 5 નવેમ્બરના રોજ સોનું અને ચાંદી સારી રિકવરી સાથે જોવા મળ્યા હતા. ઓઈલ ટેંકરો પર હુમલા અને ક્રૂડ ઓઈલના ભાવમાં આવેલી તેજીના કારણે સોના અને ચાંદીના ભાવ પર અસર જોવા મળી રહી છે.
અત્રે જણાવવાનું કે અગાઉ મિડ ટર્મ ચૂંટણીના પરિણામોને કારણે જે અનિશ્ચિતતાનો માહોલ સર્જાયો હતો તેના લીધે બુલિયન માર્કેટને સપોર્ટ મળ્યો હતો. વૈશ્વિક વાયદા બજાર કોમેક્સથી લઈને ભારતીય વાયદા બજાર MCX સુધી સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. વૈશ્વિક લેવલ પર સોનું આજે સવારે ગગડીને 4100 ડોલર પ્રતિ ઔંસ નીચે આવી ગયું હતું. ચાંદી પણ તૂટીને 51 ડોલર નજીક આવી ગઈ.
વૈશ્વિક વાયદા બજાર કોમેક્સ પર આજે સવારે સોનું 4053 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતું જોવા મળ્યું. કારોબારી સત્ર દરમિયાન એક સમયે તે તૂટીને 4049 ડોલર પ્રતિ ઔંસ સુધી જતું રહ્યું. એ જ રીતે ચાંદી પણ બે ટકાથી થોડી ઓછી તૂટીને 51 ડોલર પ્રતિ ઔંસ આસપાસ ટ્રેડ થતી જોવા મળી હતી.
MCX ની વાત કરીએ તો આ કડાકાની અસર ભારતીય વાયદા બજાર ઉપર પણ જોવા મળી અને 4 ડિસેમ્બરના વાયદાવાળું ડોમેસ્ટિક ગોલ્ડ ફ્યૂચર 2124 રૂપિયા તૂટીને 141971 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર કારોબાર થતું જોવા મળ્યું. ચાંદી વાયદાની વાત કરીએ તો તેમાં 3110 રૂપિયાનો કડાકો જોવા મળ્યો અને તે તૂટીને 184030 રૂપિયા પ્રતિ કિલો પર જોવા મળી હતી.
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) પોતાની વેબસાઈટ https://ibjarates.com પર દિવસમાં બેવાર સવારે અને સાંજે સોના અને ચાંદીના ભાવ બહાર પાડે છે. આ ભાવ દિવસમાં બપોરે 12 વાગે ખુલતા ભાવ અને સાંજે 5 વાગે બંધ ભાવ જાહેર કરવામાં આવે છે. ગુરુવારે સાંજે 5 વાગે જાહેર થયેલા ભાવ મુજબ 24 કેરેટ સોનું ચડીને 14129 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું હતું. જ્યારે ચાંદી 187300 રૂપિયા પ્રતિ કિલો પર બંધ થઈ હતી. આ ઉપરાંત 22 કેરેટ સોનું 132022 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 18 કેરેટ સોનું 103182 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. આ ભાવમાં મેકિંગ ચાર્જ અને જીએસટી સામેલ હોતા નથી.
અલગ અલગ શહેરમાં ભાવ

(Disclaimer: સોના અને ચાંદીમાં રોકાણ બજાર જોખમો પર આધારિત છે. જો તમે ગોલ્ડ કે સિલ્વરમાં રોકાણ કરવા માંગતા હોવ તો નાણાકીય જાણકારોની સલાહ જરૂર લો.)