એક્સપર્ટ અનુસાર વર્ષોથી કેટલીક ઘરેલુ વસ્તુઓનો ઉપયોગ સ્કીન કેરમાં કરવામાં આવે છે. કારણ કે આ વસ્તુઓમાં એવા ગુણ હોય છે જે ત્વચાની અલગ અલગ સમસ્યાઓને દૂર કરવાની ક્ષમતા ધરાવે છે. આવી જ બે વસ્તુ છે જાયફળ અને મુલેઠી. જાયફળ અને મુલેઠીનો ઉપયોગ વર્ષોથી સ્કીન કેરમાં કરવામાં આવે છે. પણ ખૂબ ઓછા લોકો જાણે છે કે આ બંને વસ્તુનું કોમ્બિનેશન આંખ નીચેના કાળા કુંડાળા દૂર કરવામાં મદદ કરી શકે છે. જો તમારી આંખ નીચેની સ્કીન પણ વધારે પડતી કાળી થઈ ગઈ હોય અને તમે ડાર્ક સર્કલ દૂર કરવા માંગતા હોય તો આ ઉપાય અજમાવી શકો છો.
જાયફળનો ઉપયોગ આપણે ત્યાં મોટાભાગે મીઠાઈમાં કરવામાં આવે છે અને મુલેઠીનો ઉપયોગ શરદી, ઉધરસ જેવી સમસ્યા દરમિયાન થાય છે. સ્કીન કેરમાં આ બંને વસ્તુનો કોમ્બિનેશન આંખના કાળા કુંડાળા દૂર કરવા માટે કરવામાં આવે છે. જો તમે ડાર્ક સર્કલ દૂર કરવા માટે મુલેઠી અને જાયફળનો ઉપયોગ કરવા માંગો છો તો તેનો ઉપયોગ કેવી રીતે કરવો ચાલો તમને જણાવીએ
આંખ નીચેના કાળા કુંડાળા દૂર કરવા માટે જાયફળ અને મૂલઠીનો બારીક પાવડર બનાવી લો. આ પાવડરને મિક્સ કરીને એક એર ટાઈટ ડબ્બીમાં ભરી રાખો. હવે જ્યારે પણ પેસ્ટ બનાવી હોય ત્યારે એક ચમચી પાવડર લેવો અને તેમાં થોડું પાણી અથવા ગુલાબજળ મિક્સ કરવું. તૈયાર થયેલી પેસ્ટને આંખની નીચે લગાવો. ત્યાર પછી 5 મિનિટ તે પેસ્ટને સુકાવા દો. પેસ્ટ સુકાઈ જાય પછી ઠંડા પાણીથી ચહેરો સાફ કરી લો. પેસ્ટ દૂર કર્યા પછી આંખ નીચે સારું મોઈશ્ચુરાઈઝર લગાડો.
ડાર્ક સર્કલ વધારે હોય તો અઠવાડિયામાં ત્રણ વખત આ રીતે જાયફળ અને મુલેઠીની પેસ્ટ આંખની નીચે લગાવો. જોકે આ પેસ્ટનો ઉપયોગ શરૂ કરો તે પહેલા પેચ ટેસ્ટ કરી લેવો એટલે કે જાયફળ અને મુલેઠી તમારી સ્કિનને શૂટ કરે છે કે નહીં તે ચેક કરી લેવું.
આ ઘરેલું ઉપાય અપનાવવાની સાથે રોજ સાતથી આઠ કલાકની ઊંઘ થાય તે વાતનું ધ્યાન રાખો. દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી પીવાનું રાખવું. મોબાઈલ કે લેપટોપ પર કલાકો સુધી સમય પસાર કરવાનો ટાળો. આ ભૂલોના કારણે પણ ડાર્ક સર્કલ વધે છે અને સ્કિન પર આડ અસર થાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)